મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 14
Lesson 8: સાધન તરીકે ટ્રાન્સિસ્ટરસ્વીચ તરીકે ટ્રાન્સિસ્ટર
ટ્રાન્સિસ્ટરની કટ ઑફ અને સેચ્યુરેશન વર્તણૂકને સમજીએ અને ખુબ જ સક્ષમ સ્વીચ બનાવીએ. Mahesh Shenoy દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અગાઉના ઉદાહરણમાં આપણે આ પરિપથ લઈને ડ્રાંન્ઝિસ્ટરની સંપૂર્ણ વર્તણુક સમજ્યા હતા આપણે શીખી ગયા કે જયારે ઇનપુટ કારણે ચોક્કસ વિસ્તારમાં હોય ત્યારે તે એમ્પ્લીફાયર તરીકે કામ કરે છે પરંતુ આ વિસ્તારની બહાર ટ્રાન્ઝિસ્ટરની બીજી બે લાક્ષણિકતાઓ છે તેમનો એક કેટ ઓફ ફ્રિટન છે જેમાં આઉટપુટ વોલ્ટજ મહત્તમ હોય છે પરંતુ આઉટપુટ કરંટ 0 હોય છે અને બીજી સેચુરેશન અવસ્થા છે જેમાં આ વિધુત પ્રવાહ મહત્તમ હોય છે અને આઉટપુટ વોલ્ટેજ 0 હોય છે જો તમે તેનાથી પરિચિત ન હોવ તો તમે અગાઉનું વિડિઓ પહેલા જોઈ શકો પરંતુ આ વિડિઓમાં આપણે ટ્રાન્સિસ્ટરના આ બંને ભાગ પર વધારે ધ્યાન આવીશું અને જોઈશું કે તેમની સાથે કંઈક ઉપયોગી કરી શકાય છે કે નહિ તેથી આપણે આ બીજી પરિસ્થિતિને દૂર કરીએ અને આપણા માટે જે અગત્યનું છે તે જ ફક્ત રાખીએ કટઓફ રિજન અને સેતૂરેશન રીઝન અને આપણને ઝડપથી શું જોઈએ છે તેનું પુનરાવર્તન કરીએ કટઓફ અવસ્થામાં ઇનપુટ કરંટ 0 હોય છે આઉટપુટ કરંટ પણ 0 હોય છે અને પરિણામે તમને આઉટપુટ વોલ્ટેજ મહત્તમ મળે છે કારણ કે આ બિંદુ અને આ બિંદુ વચ્ચે વિધુત સ્થિતિમાનનો તફાવત 0 હોય છે માટે આ બિંદુ એ આ જ બિંદુ થાય અને તમને આઉટપુટ વોલ્ટેજ 3 વોલ્ટ મળે જે તેનું મહત્તમ મૂલ્ય છે અને પછી આ સંતૃપ્ત અવસ્થા દરમિયાન અહીં તે મહત્તમ વિધુત પ્રવાહ પસાર થાય છે જેના કારણે આ બંને બિંદુઓ વચ્ચેનો વિધુત સ્થિતિમાનનો તફાવત આ સપ્લાઈ વોલ્ટેજ જેટલો જ થઇ જાય છે જેટલો પણ અહીં વોલ્ટેજ છે તે ટાંઝિસ્ટરે અહીં ગુમાવી ડે છે અને પરિણામે અહીં આઉટપુટ વોલ્ટેજ 0 મળે છે અને તેને સેચુરેશન એટલે કે સંતૃપ્ત અવસ્થા એટલા માટે કહેવામાં આવે છે કે જો તમે ઇનપુટ કરંટનું મૂલ્ય હજુ પણ વધારો જો તમે તેનો મૂલ્ય 30 માઈક્રો એમ્પીયર કરતા હજુ પણ વધારો જે આપણે અગાઉના ઉદાહરણમાં જોઈ ગયા તો પણ તમારો આઉટપુટ કરંટ વધી શકશે નહિ તે 3 માઈક્રો એમ્પીયર જ રહે માટે આપણે તેને સંતૃપ્ત અવસ્થા કહીએ છીએ હવે જોઈએ કે આ ટ્રાન્ઝિસ્ટર આ બંને પરિસ્થિતિ દરમિયાન કોની રીતે વર્તે છે જયારે તે કેટઓડ રીઝનમાં હોય અને અહીં કોઈ પણ સપ્લાય વોલ્ટજ આપે પછી તે 3 વોલ્ટ હોય 4 વોલ્ટ હોય કે 5 વોલ્ટ હોય તે અહીંથી વિધુત ભારનું વહન થવા દેતો નથી તે અહીંથી વિધુત ભારને સંપૂર્ણ રીતે કટ કરીએ દેય છે અને પરિણામે તમને આ ટ્રાન્ઝિસ્ટરની આગળ મહત્તમ વોલ્ટેજ મળે છે તેથી આપણે કહી શકીએ કે આ વિસ્તારમાં ટ્રાન્ઝિસ્ટર ઓપન સર્કિટ એટલે કે ખુલ્લા પરિપથ તરીકે વર્તે છે તમે ફક્ત આ ભાગ પર ધ્યાન આપો તે ખુલ્લો પરિપથ તરીકે કામ કરતો હોય એવું લાગે છે તે ઑફ તરીકે કામ કરે છે ધારો કે આપણી પાસે કોઈ સ્વીચ છે અને આપણે તે સ્વીચને હમણાં બંધ કરી છે આમ તે ઓફ એટલે કે બંધ અવસ્થામાં છે હવે આપણે સંતૃપ્ત અવસ્થા વિશે વાત કરીએ જયારે તે સેચુરેશન અવસ્થામાં હોય જયારે ઇનપુટ કરંટ આના કરતા વધારે હોય ત્યારે અહીંથી મહત્તમ વિધુત પ્રવાહ પસાર કરે છે ટ્રાન્ઝિસ્ટરની આગળનો વોલ્ટેજ 0 મળે છે અને તે સોટ સર્કિટ એટલે કે બંધ પરિપથ તરીકે કામ કરતો હોય એવું લાગે છે વિધુત સ્થિતિમાનનો તફાવત 0 છે અને તે મહત્તમ વીજભારોનું વહન કરે છે તે બંધ સ્વીચ તરીકે કામ કરે છે માટે આપણે તેને ઓન અવસ્થા કહી શકીએ માટે આપણે આ ટ્રાન્ઝિસ્ટરની બંને વર્તણુકને એક સ્વીચનું ઉપયોગ કરીને દર્શાવી શકીએ તેથી જયારે ટ્રાન્ઝિસ્ટર સેચુરેશન અવસ્થામાં હોય તે જયારે સંતૃપ્ત અવસ્થામાં હોય અને ઇનપુટ કરંટ 30 માઈક્રો એમ્પીયર કરતા વધારે હોય ઇનપુટ કરંટ 30 માઈક્રોએમ્પીયર કરતા વધારે હોય ત્યારે આ ટ્રાન્ઝિસ્ટર બંધ પરિપથ તરીકે કામ કરે છે કંઈક આ પ્રમાણે આપણે તેને સોટ સર્કિટ પણ કહી શકીએ પરંતુ જયારે ઇનપુટ કરંટ 0 હોય ત્યારે તે ઑફ થઇ જાય છે તેનો અર્થ એ થાય કે ટ્રાન્સિસ્ટર સ્વીચ તરીકે કામ કરે છે તે કોઈ પણ સાધનને ચાલુ કરી શકે અથવા બંધ કરી શકે હવે આપણે અહીં તેની આગળ એક નેનો બલ્બ લગાવીએ અને તે કઈ રીતે ચાલુ બંધ થાય છે તે જોઈએ સૌ પ્રથમ આપણે બંધ અવસ્થા લઈશું જયારે તે ઓન છે કંઈક આ પ્રમાણે બંધ પરિપથ હવે આપણે અહીં એક LED લગાડીએ નોંધો કે જયારે ટ્રાન્ઝિસ્ટર સેચુરેશન રીઝનમાં હશે ત્યારે બધા જ વિઘુતભરોનો અહીંથી વાહન થાય કારણ કે આ બંધ પરિપથ છે જયારે તમારી પાસે બંધ પરિપથ હોય ત્યારે તેમાંથી બધા જ વિધુત ભારોનું વહન થશે તેમાંથી અતિ શુક્ષ્મ વિધુત પ્રવાહ કદાચ અહીંથી પસાર થઇ શકે અને પરિણામે આ બંધ પ્રકાશિત થશે નહિ આપણે અહીં સંતૃપ્ત અવસ્થામાં છીએ આ બિંદુ આગળનો વોલ્ટેજ 0 છે આ પરિપથ બંધ છે તેમ છતાં આ LED પ્રકાશિત થશે નહિ માટે આ રીઝનમાં બલ્બ પ્રકાશિત ન થાય તે પ્રકાશિત થશે નહિ હવે આપણે તેને કટઓફ રીઝનમાં કામ કરાવીએ આપણે તેને ખુલ્લા પરિપથ તરીકે દર્શાવીએ તે હવે ઑફ છે પરિણામે હવે આ બલ્બ પ્રકાશિત થશે આ બલ્બ પ્રકાશિત થાય કારણ કે હવે આ ભાગ માંથી કોઈ પણ વિધુત ભારનું વહન થતું નથી આ પરિપથ ખુલ્લો છે ફક્ત વિધુત ભારનું વહન આ રીતે થશે તે બધા જ અહીં આવે આપણે જે પુરા 3 વોલ્ટ આપીએ છે જે બધા જ LED આગળ આવશે અને આ LED પ્રકાશિત થાય માટે આ વિસ્તારમાં LED પ્રકાશિત થાય છે તે પ્રકાશિત થાય આમ તમે ખુબ જ ઓછા વિધુત પ્રવાહનો ઉપયોગ કરીને આ LED ને પ્રકાશિત કરી શકો આ LED ને ચાલુ કરી શકો અને બંધ કરી શકો તમે અહીં વિધુત પ્રવાહનું મૂલ્ય જોઈ શકો LED ને ચાલુ બંધ કરવા માટે વિધુત પ્રવાહનું ખુબ જ ઓછું મૂલ્ય જરૂરી છે આપણે ફરીથી જોઈએ જો આપણે સેચુરેશન અવસ્થામાં જોઈએ આ બંધ પરિપથ એટલે કે સોટ સર્કિટ તરીકે કામ કરે અને અહીં LED પ્રકાશિત ન થાય અને જયારે આપણે કટઓફ વિસ્તારમાં હોઈએ ત્યારે ટ્રાન્ઝિસ્ટર ઓફ રહે છે પરંતુ LED ઓન થાય છે જયારે આપણે કટઓફ વિસ્તારમાં હોઈએ ત્યારે LED પ્રકાશિત થાય અને આ ટ્રાન્સિસ્ટર ખુલ્લા પરિપથ તરીકે કામ કરે હવે તમને કદાચ પ્રશ્ન થશે કે આપણે આ બધું શા માટે કરી રહ્યા છીએ આપણે ટ્રાન્ઝિસ્ટરને સ્વીચ તરીકે કામ કેમ કરાવીએ છીએ આના ઘણા બધા ફાયદા છે આપણે મેકેનિકલ સ્વીચ એટલે કે યાંત્રિક સ્વીચનો ઉપયોગ કેમ ન કરી શકીએ મેકેનિકલ સ્વીચ પાસે ગતિ કરી શકે તેવા ભાગ હોય છે જયારે આ સ્વીચ પાસે એવા કોઈ ભાગ નથી યાદ રાખો કે આપણે ફક્ત તેને મેકેનિકલ સ્વીચ તરીકે દર્શાવીએ છીએ પરંતુ વાસ્તવમાં તે ટ્રાન્ઝિસ્ટર જ છે જેની પાસે ગતિ કરી શકે તેવા કોઈ ભાગ નથી જો તમે મેકેનિકલ સ્વીચનો ઉપયોગ કરો તો તમે તે સ્વીચને કેટલી ઝડપથી ચાલુ અને બંધ કરી શકો છો ચાલુ અને બંધ કરી શકો તેની એક લિમિટ હોય છે પરંતુ આની પાસે ગતિ કરી શકે તેવા કોઈ ભાગ હોતા નથી તેથી જ તેની ઝડપ ઘણી વધારે હોય છે બીજી બાબત જોઈએ તો તે કેટલો પાવરનો ઉપયોગ કરી શકે તે છે તમે અહીં જોઈ શકો કે તે ખુબ જ ઓછા વિધુત પ્રવાહનો ઉપયોગ કરે છે તેનો અર્થ એ થાય કે તે ખુબ જ ઓછા પાવરનો ઉપયોગ કરે છે અને તેથી તેઓ ઘણા સક્ષમ હોય છે બીજી અગત્યની વાત એ છે કે વર્તમાન સમયમાં જે ટ્રાન્સિસ્ટર બને છે તે અતિ શુક્ષ્મ હોય છે તેનો અર્થ એ થાય કે તમે ખુબ જ ઓછી જગ્યામાં આવા ઘણા બધા ટ્રાન્ઝિસ્ટનો સમાવેશ કરી શકો માટે આના ફાયદા એ છે કે તેઓ ખુબ જ નાના છે તેઓ ખુબ જ ઓછા પાવરનો ઉપયોગ કરે છે અને તેમની ઝડપ ખુબ વધારે છે બીજી મહત્વની બાબત એ છે કે તમે આવા ઘણા બધા ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને ઓપરેટર બનાવી શકો જે સરવાળો કરી શકે બાદબાકી કરી શકે જે બધી જ ગાણિતિક પ્રક્રિયાઓ કરી શકે અને પરિણામે તમે આનો ઉપયોગ કરીને કોમ્પ્યુટર પર બનાવી શકો કોમ્પ્યુટરની અંદર આવું જ હોય છે તેની અંદર ઘણી બધી સ્વીચો હોય છે માટે જો તમે કોઈ કોમ્પ્યુટર ગેમ રમી રહ્યા હોવ અથવા ખાન એકેડેમી પર વિડિઓ જોઈ રહ્યા હોવ સૌથી અધભૂત બાબત એ છે કે કોમ્પ્યુટરની અંદર ઘણી બધી સ્વીચો ચાલુ બંધ થતી હોય છે તેઓ ખુબ જ ઝડપથી કામ કરતી હોય છે આશા છે કે તમને આ સમજાયું હશે