If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

NPN ટ્રાન્સિસ્ટરની ઈનપુટ લાક્ષણિકતા

આપણે જેમ ઈનપુટ વોલ્ટેજ (બેઝ-એમીટર વોલ્ટેજ) બદલાય તેમ ઈનપુટ પ્રવાહ (બેઝ પ્રવાહ) ની વર્તણૂકને સમજીશું.  Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે અગાઉના વિડિઓમાં જોઈ ગયા કે જો તમે એન પી એન ટ્રાન્ઝિસ્ટર લો અને તેને એ પ્રકારે જોડો કે જેથી એમીટર બેઇઝ ફોરવર્ડ બાયસ થાય અને કલેક્ટર બેસ રિવર્ષ બાયસ થાય તો તે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર તરીકે કામ કરી શકે પરંતુ આપણે આ બંને વોલ્ટેજ ને અચલ રાખીએ છીએ આપણે તેમનું મૂલ્ય એટલું બધું બદલતા નથી કારણ કે તમે અહીં બાકીની બાબતોને જટિલ બનાવ્યા સિવાય આ ટ્રાન્ઝિસ્ટરના કાર્ય પર ધ્યાન આપવા માંગો છો ટ્રેઝન્ઝીસ્ટર જુદી જુદી પરિસ્થિતિમાં કઈ રીતે કાર્ય કરે છે તેની સંપૂર્ણ સમજ મેળવવા આપણે એ સમજવાની જરૂર છે કે જો આપણે આ વોલ્ટેજનું મૂલ્ય બદલીએ તો આ બધા વિધુત પ્રવાહ પર તેની કેવી અસર થાય અને તે કરવાની સૌથી શ્રેષ્ટ રીત વોલ્ટેજ વિરુદ્ધ વિધુત પ્રવાહનો આલેખ દોરવાની છે આ વિડિઓમાં આપણે જોઈશું કે જો આપણે આ વોલ્ટેજનું મૂલ્ય બદલીએ તો આ વિધુત પ્રવાહ કેવી રીતે બદલાય છે આ વોલ્ટજને આપણે ઇનપુટ વોલ્ટેજ કહીશું અને આ કરંટને આપણે ઇનપુટ કરંટ કહીશું તેનું કારણ એ છે કે તમે જે વોલ્ટેજ અથવા કરંટને એમ્પ્લીફાય કરવા માંગો છો તમે તેને અહીં આપશો જો તમે આ વોલ્ટેજ અને આ વિધુત પ્રવાહ વચ્ચેનો આલેખ દોરો તો આપણે તેને ઇનપુટ કેરેક્ટરિસ્ટિક એટલે કે ઇનપુટ લાક્ષણિકતા કહીશું આપણે તેનો આલેખ દોરીએ તે પહેલા આને નામ આપીએ અહીં આ વોલ્ટજ એ બેઇઝ પાસેનો વોલ્ટેજ છે સામાન્ય રીતે આ વોલ્ટેજને બેઇઝ વોલ્ટેજ કહેવામાં આવે છે પરંતુ આ બેઇઝ અહીં ગ્રાઉન્ડ સાથે જોડાયેલું છે આ બધા જ વોલ્ટેજ અહીં ગ્રાઉન્ડની સાપેક્ષમાં જોડાયેલા છે અને આ ગ્રાઉન્ડ એ એનિટર સાથે જોડાયેલું છે તેથી આપણે તેને બેઇઝ એમીટર વોલ્ટેજ તરીકે ઓળખીશું VBE અને તેવી જ રીતે આ વોલ્ટજ અહીં આ કલેક્ટરનો વોલ્ટેજ છે માટે Vc અને આ 5 વોલ્ટ એ ગ્રાઉન્ડની સાપેક્ષમાં છે ગ્રાઉન્ડ કરતા અહીં 5 વોલ્ટ વધારે છે અને ગ્રાઉન્ડ એમીટર સાથે જોડાયેલો છે તેથી આપણે તેને VcE કહીશું તેથી આપણે અહીં જે આલેખ દોરીશું તે VBE ઇનપુટ વોલ્ટેજ વિરુદ્ધ IB ઇનપુટ કરંટ વચ્ચેનો હશે હવે જયારે પણ આપણે આનો આલેખ દોરીએ ત્યારે સામાન્ય રીતે આઉટપુટ વોલ્ટેજને અચળ રાખીએ છીએ અને તેનું કારણ એ છે કે આઉટપુટ વોલ્ટેજ અહીંના ઇનપુટ કરંટને કદાચ અસર કરી શકે તે કઈ રીતે કરે છે તે આપણે પછી જોઈશું પરંતુ આપણે અત્યારે આ પ્રયોગમાં આઉટપુટ વોલ્ટેજની કોઈ પણ અસર જોવા માંગતા નથી તેથી જ આપણે આ આખા પ્રયોગ દરમિયાન આ VCE ને અચળ રાખીશું આપણે તેને કોન્સ્ટન્ટ રાખીશું તો આપણે ઝડપથી તેનો આલેખ દોરીએ તેના માટે હું અહીં અક્ષ દોરીશ જે કંઈક આ પ્રમાણે છે VBE ને x અક્ષ પર લઈએ અને IB ને y અક્ષ પર હવે આ આલેખ કેવો દેખાય જો તમે અહીં જોશો તો આ આલેખ પીએન જંક્શન જયારે ફોર્વડ બાયસમાં હોય તેના જેવો જ આવશે અને ફોર્વડ બાયસનો આલેખ કેવો દેખાય તે આપણે જાણીએ છીએ જયારે આ વોલ્ટેજ ખુબ જ ઓછો હોય જેમકે 0 .1 વોલ્ટ અથવા ૦.2 વોલ્ટ ત્યારે ભાગ્યે જ કોઈ ઇલેક્ટ્રોન એમીટર માંથી બેઇઝમાં જશે અને તેનું કારણ એ છે કે અહીં હજુ પણ ડીપ્લેશન વિસ્તાર હશે જેના કારણે વિસારણ ખુબ જ ઓછું થાય માટે આપણને અહીં જે વિધુત પ્રવાહ મળશે તેનું મૂલ્ય ખુબ જ ઓછું હોય ત્યાર બાદ તમે વોલ્ટેજને ધીરે ધીરે વધારો અને જયારે વોલ્ટેજ 0 .7 વોલ્ટ થઇ જશે ત્યારે અહીંથી આ ડીપ્લેશન વિસ્તાર સંપૂર્ણ રીતે દૂર થઇ જશે અને ઘણા બધા ઇલેક્ટ્રોન એમીટર માંથી બેઇઝમાં જશે અને ત્યારે આ વિધુત પ્રવાહનું મૂલ્ય ખુબ જ ઝડપથી વધે માટે તમને અહીં જે આલેખ મળશે એ કંઈક આ પ્રમાણેનું દેખાય અહીં મળતો આલેખ કંઈક આ પ્રમાણે દેખાશે પીએન જંક્શન જયારે ફોર્વડ બાયસ હોય ત્યારે આપણે આ જ પ્રકારનો આલેખ મળે છે તે કંઈક આ રીતે આવે માટે આ વોલ્ટજ જ્યારે બાદ વિધુત પ્રવાહ ખુબ જ ઝડપથી વધે છે તે 0 .7 વોલ્ટ છે આ વિધુત પ્રવાહ ખુબ જ ઝડપથી વધે છે તેમ છતાં આ વિધુત પ્રવાહનું મૂલ્ય કલેક્ટર કારણ અથવા એમીટર કરણ કરતા ઓછું હોય છે આ વિધુત પ્રવાહનું મૂલ્ય મૉટે ભાગે માઈક્રો એમ્પીયરમાં હશે અને તેનું કારણ એ છે કે અહીં વોલ અને ઇલેક્ટ્રોનનું ફરીથી સંયોજન ખુબ જ ઓછા પ્રમાણમાં થાય છે માટે ખુબ જ ઓછી સંખ્યાના ઇલેક્ટ્રોન આ બેઇઝના છેડા માંથી બહાર આવશે હવે આ આલેખ આપણને ત્યારે મળશે જયારે આ આખા પ્રયોગ દરમિયાન આપણે VCE ની કિંમત અચલ રાખીશું જયારે આપણે VCE ની કિંમત 5 વોલ્ટ રાખીશું હવે જો આપણે આ VCE નું મૂલ્ય વધારીએ અને આ આખો પ્રયોગ ફરીથી કરીએ તો હવે આપણે આ BCE નું મૂલ્ય 10 વોલ્ટ લઈએ અને શું થાય છે તે જોઈએ તમે થોડી વાર માટે વિચારો કે તેની આ વિધુત પ્રવાહ પર શું અસર થાય જો તમે આ વોલ્ટેજ વધારો તો આ રેવર્ષ બાયસ વધી જશે અને અહીં ડીપ્લેશન વિસ્તાર પણ પહોળો થશે તેના કારણે તેના કારણે જે ઇલેક્ટ્રોન એમીટર માંથી બેઇઝમાં જાય છે તેમાંથી વધારેને વધારે ઇલેક્ટ્રોન બેઇઝ માંથી કલેક્ટરમાં જશે કારણ કે હવે ડીપ્લેશન વિસ્તાર અહીં વધારે છે અને યાદ રાખો કે ડીપ્લેશન વિસ્તાર પાસે વિધુત ક્ષેત્ર હોય છે જેને કારણે અહીં હોલ અને ઇલેક્ટ્રોનનું ફરીથી સંયોજન ઓછું થઇ જશે અને તમને આ જ સમાન વોલ્ટેજ માટે થોડો ઓછો વિધુત પ્રવાહ મળે તેથી જો તમે વધુ વોલ્ટેજ માટે આ આલેખને ફરીથી દોરો તો તે લગભગ આને સમાન જ રહે થોડો ફેરફાર થાય અને તે હવે કંઈક આ પ્રમાણે દેખાશે તે હવે કંઈક આ પ્રમાણે દેખાય જો આપણે BCE ને વધારીએ જો આપણે તેને 10 વોલ્ટ કહીએ તો હવે આલેખ કંઈક આ પ્રમાણે દેખાશે આ રીતે હવે અહીં BCE ની કિંમત 10 વોલ્ટ છે તમે અહીં જોઈ શકો કે તે જ સમાન વોલ્ટેજ માટે તમને અહીં વિધુત પ્રવાહનું મૂલ્ય થોડું ઓછું મળે છે 0 .7 વોલ્ટ માટે તમને વિધુત પ્રવાહનું મૂલ્ય આ મળશે જો BCE = 10 વોલ્ટ હોય તો અને જો BCE = 5 વોલ્ટ હોય તો 0 .7 માટે તમને વિધુત પ્રવાહનું મૂલ્ય આ મળે કારણ કે હવે ફરીથી સંયોજન થવાનો દર ઘટે છે આ ડીપ્લેશન વિસ્તાર વધારે છે મેં અહીં આ બંને આલેખને ખુબ જ દૂર દર્શાવ્યા છે પરંતુ જયારે વાસ્તવમાં તમે આ પ્રયોગ પર કરો તો તમને અહીં આ બંને આલેખ વચ્ચેનો તફાવત ઘણો જ ઓછો મળે માટે આપણે કહી શકીએ કે આઉટપુટ વોલ્ટેજ એ આ બેઇઝ કરંટની ભાગ્યે જ અસર કરશે હવે જો તમે આ વોલ્ટજ બેઇઝ એમીટર વચ્ચેનો વોલ્ટેજ 0 .7 વોલ્ટ કરતા નેનો ધારો કે અહીં 0 .2 વોલ્ટ અથવા 0 .1 વોલ્ટ તો તમે જોઈ શકો કે વિધુત પ્રવાહ IB એ લગભગ 0 ની નજીક છે જેનો અર્થ એ થાય કે ભાગ્યે જ આ ઇલેક્ટ્રોન બેઇઝમાં જશે જેનો અર્થ એ થાય કે કદાચ જ કોઈ ઇલેક્ટ્રોન આ છેડા માંથી બહાર આવશે અને કદાચ જ કોઈ ઇલેક્ટ્રોન અહીં કલેક્ટર પાસે ભેગું થશે એટલે કે આ આઈસી બરાબર પણ 0 થાય તેથી જો તમારે આ ટ્રાન્ઝેસ્ટરને એમ્પ્લીફાયર તરીકે કામ કરાવવું હોય તો એ વાતની ખાતરી કરો કે બેઇઝ અને એમીટર વચ્ચેનો વોલ્ટજ ઓછામાં ઓછું 0 .7 વોલ્ટ હોવો જોઈએ કારણ કે એક વાર વોલ્ટેજ 0 .7 વોલ્ટ થઇ ગયો ત્યાર બાદ વિધુત પ્રવાહનું ઘણું જ વધી જશે અને અહીં એમ્પ્લીફિકેશન થશે જે આ ઇનપુટ કેરેક્ટરિસ્ટિકની ખુબ જ મહત્વની બાબત છે હું તેને અહીં લખીશ જો VBE એ 0 .7 વોલ્ટ કરતા ઓછો હોય તો IB = 0 અને IC બરાબર પણ 0 થાય અને આ પરિસ્થિતિમાં તમારું ટ્રાન્ઝિસ્ટર કામ કરશે નહિ જો આ વોલ્ટેજ 0 .7 કરતા ઓછો હોય તો તે એમ્પ્લીફિકેશન કરશે નહિ આમ જ્યારે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે કરતા હોવ ત્યારે આ ધ્યાનમાં રાખવા જેવી અગત્યની બાબત છે