જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

ટ્રાન્સિસ્ટર સંજ્ઞા

ચાલો ટ્રાન્સિસ્ટરની સંજ્ઞા સમજીએ. આપણે આ સંજ્ઞા પાછળની પ્રેરણાને પણ જોઈશું. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડિઓમાં આપણે ટ્રાન્સિસ્ટરની વિધુત પરિપથની સંજ્ઞા જોઈશું આપણે અગાઉ જોઈ ગયા છીએ કે ત્યાં બે પ્રકારના ટ્રાન્સિસ્ટર હોય છે એક NNN છે જ્યાં P પ્રકારને બે N પ્રકારની વચ્ચે મુકવામાં આવે છે અને ટ્રાન્સિસ્ટરનો બીજો પ્રકાર PNP છે જ્યાં N પ્રકારને બે P પ્રકારની વચ્ચે મુકવામાં આવે છે અગાઉના વિડિઓમાં આપણે તેમના નામ શું છે તે પણ જોઈ ગયા હતા જુદા જુદા વિસ્તારના નામ જુદા જુદા હોય છે અહીં આ NPN છે અને આ PNP છે જે ભાગમાં ડોપેનનું પ્રમાણ ખુબ જ વધારે હોય આપણે તે ભાગને એમીટર કહીશું આ ભાગ પણ એમીટર જે વિસ્તારમાં ડોપિંનનું પ્રમાણ ઓછું હોય અને જે વિસ્તાર પાતળો હોય તેને બેસ કહીશું તે જ રીતે અહીં પણ બેઇઝ અને ટ્રાન્સિસ્ટરના સૌથી મોટા વિસ્તારને કલેક્ટર કહીશું તે જ પ્રમાણે અહીં પણ હવે આપણે તેની સંજ્ઞા જોઈએ તેની વિધુત પરિપથની સંજ્ઞા કંઈક આ પ્રમાણે દેખાય છે તેની સંજ્ઞા કંઈક આ પ્રકારની હોય છે આ પ્રમાણે આ ટ્રાન્સિસ્ટરની સંજ્ઞા છે કોઈ પણ પરિપથમાં ટ્રાન્સિસ્ટરને આ પ્રમાણે દોરવામાં આવે છે તમે અહીં જોઈ શકો કે ટ્રાન્સિસ્ટરના ત્રણ વિસ્તાર છે તેના 3 ટર્મિનલ છે અને અહીં પણ 3 ટર્મિનલ છે અહીં જે આ ટર્મિનલ છે તે બેઇઝ છે હવે આ બંને માંથી કોઈ એક કલેક્ટર હશે અને બીજો એમીટર હશે હવે આમાંથી કયો છેડો એમીટર છે અને કયો છેડો કલેકટર છે તે આપણે ઓળખવાની જરૂર છે અને આપણે એ પણ ઓળખવાની જરૂર છે કે આપણે NPN ટ્રાન્સિસ્ટર સાથે કામ કરી રહ્યા છીએ કે PNP ટ્રાન્સિસ્ટર સાથે તેને ઓળખવાની રીત આ પ્રમાણે છે આપણે હંમેશા એમીટરના છેડા પર એરો મૂકીએ છીએ માટે જો આ એમીટરનો છેડો હોય તો આપણે અહીં એરો મુકીશું અને આ એમીટરનો છેડો હોય તો આપણે અહીં એરો મુકીશું તો તે પ્રમાણે આપણે એમીટરને ઓળખી શકીએ અને પછી તે એરોની દિશા આપણને જણાવશે કે તે NPN ટ્રાન્સિસ્ટર છે કે PNP ટ્રાન્સિસ્ટર છે તો આપણે હવે તે કરીએ જયારે આપણે NPN ટ્રાન્સિસ્ટરને જોઈએ જયારે તે એમ્પ્લીફાયર તરીકે કામ કરતુ હોય ત્યારે આ બધા ઇલેક્ટ્રોન N માંથી P માં જાય છે અને પરિણામે P માંથી N માં વિધુત પ્રવાહ ઉત્પ્ન્ન થાય છે કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વિધુત ભારિત કણો છે જેના કારણે વિધુત પ્રવાહ ઉત્પ્ન્ન થાય છે અને તેના કારણે P થી N માં વિધુત પ્રવાહનું વહન થાય છે હવે જો આપણે NPN ટ્રાન્સિસ્ટર માટે સંજ્ઞા દોરીએ અને ધારી લઈએ કે અહીં આ એમીટર છે તો તે કઈ રીતે આવશે અહીં આ N છે આ P છે અને આ N છે વિધુત પ્રવાહ P માંથી N માં જાય છે તેથી હું અહીં આ પ્રમાણે એરો દોરીશ હવે એરો જે છેડા આગળ દોરીએ છીએ તે છેડો એમીટર થશે જો આ એમીટર હોય આ બેઇઝ હોય તો અહીં આ કલેક્ટર થવું જોઈએ હવે આ એરોની દિશાને જોઈને કહી શક્ય કે આ P પ્રકાર છે અને આ N પ્રકાર છે માટે આ ટ્રાન્સિસ્ટર NPN છે તે જ પ્રમાણે આપણે PNP ટ્રાન્સિસ્ટર માટે સંજ્ઞા દોરીએ અને તે ટ્રાન્સિસ્ટરની સંજ્ઞા આ સંજ્ઞાને લગભગ સમાન આવશે તે કંઈક આ પ્રકારે આવે આ પ્રમાણે અહીં આ બેઇઝ છે આપણે આને એમીટર લઈએ અને આને કલેક્ટર હવે હું અહીં PNP ટ્રાન્સિસ્ટરની સંજ્ઞા દોરવા મંગુ છું તેથી આ P થશે આ પણ P થશે અને આ વચ્ચે N થશે જો આપણે આ ટ્રાન્સિસ્ટરને એમ્પ્લીફાયર તરીકે કામ કરાવીએ તો હોલ્સ P માંથી N માં જશે આ બંને કાર્ય સમાન છે પરંતુ હવે આપણને વિધુત પ્રવાહ P થી N માં મળે અને હવે જો હું તેને આ સંજ્ઞામાં દર્શાવવા માંગતી હોવ તો વિધુત પ્રવાહ P થી N માં જશે એટલે કે એરો કંઈક આ પ્રમાણે આવે આમ આ પ્રમાણે આપણે ટ્રાન્સિસ્ટરની સંજ્ઞા દોરી શકીએ હવે કેટલાક ઉદાહરણનો મહાવરો કરીએ અહીં તમારી પાસે બે ટ્રાન્સિસ્ટર છે વિડિઓ અટકાવો અને આમાંથી કયું ટ્રાન્સિસ્ટર NPN છે અને કયું PNP છે તે ઓળખવાનો પ્રયત્ન કરો અને સાથે જ એ પણ જુઓ કે તમે તેમાં કલેક્ટર બેઇઝ અને એમીટરને ઓળખી શકો છો કે નહિ આમાંથી શરૂઆત કરીએ તમે આ છેડા આગળ તમે એરોને જોઈ શકો છો માટે આ છેડો એમીટર થશે અહીં આ બેઇઝ થશે બેઇઝને ઓળખવો સરળ છે અને આ છેડો કલેક્ટર થાય હવે હું હંમેશા યાદ રાખું છું કે વિધુત પ્રવાહ P થી N તરફ વહે છે વિધુત પ્રવાહ હંમેશા P થી N તરફ વહે છે માટે આ છેડો P થશે અને આ છેડો N થાય હવે જો આ P અને આ N હોય તો આપ પણ P જ થશે તેથી આ ટ્રાન્સિસ્ટર PNP છે હવે આપણે આ બીજું ઉદાહરણ જોઈએ અહીં એરો આ છેડા આગળ છે માટે આ એમીટર થશે આ બેઇઝ થશે અને આ કલેક્ટર થશે ફરીથી વિધુત પ્રવાહ હંમેશા P થી N માં જાય છે માટે આ છેડો P થશે અને આ છેડો N થાય જો આ P હોય અને આ N હોય તો અહીં આ પણ N થવું જોઈએ માટે આ ટ્રાન્સિસ્ટર NPN છે મને હંમેશા એક વાતનું પ્રશ્ન થાય છે કે ટ્રાન્સિસ્ટરની સંજ્ઞા આ જ પ્રમાણે કેમ લેવામાં આવે છે આ ચિત્ર કદાચ તેનો જવાબ આપી શકે અહીં આ દુનિયામાં બનાવવામાં આવેલું સૌથી પહેલું ટ્રાન્સિસ્ટર છે આપણી પાસે અત્યારે જે ટ્રાન્સિસ્ટર છે તેના કરતા આ થોડું જુદું દેખાય છે અને આ કઈ રીતે કામ કરે છે તેના વિશે આપણે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અત્યારે આપણે તેનો ઉપયોગ કરતા નથી પરંતુ તમે અહીં આ નાના ત્રિકોણ જેવું કંઈક જોઈ શકો હવે અહીં આ જે ધાતુનો છેડો છે તે એમીટર છે અહીં આ ધાતુનો છેડો એમીટર છે ત્યાર બાદ અહીં જે ધાતુનો બીજો છેડો છે તે કલેક્ટર છે અને હવે આ એમીટર અને કલેક્ટરના છેડા આ કોઈક પદાર્થને દબાવી રહ્યા છે તેઓ એ તે સમયે અહીં આ પદાર્થ તરીકે જર્મનિયમનો ઉપયોગ કર્યો હતો જે અર્ધ વાહક છે અને આપણે તેને બેઇઝ કહીશું અને પછી અર્ધ વાહક ને કોપરના ટુકડા પર મુકવામાં આવ્યું છે પરંતુ તમે અહીં જોઈ શકો કે આ સંજ્ઞા ક્યાંથી આવે છે એમીટર અને કલેક્ટરના છેડાઓ બેઇઝ સાથે આ રીતે જોડાયેલા છે અને આ ચિત્ર આપણને એ પણ જણાવે છે કે આને બેઇઝ જ કેમ કહેવામાં આવે છે આપણે હાલના સમયમાં જે ટ્રાન્સિસ્ટરનો ઉપયોગ કરીએ છીએ તેને જોઈએ તો આ વચ્ચેના સ્તરને બેઇઝ કેમ કહેવામાં આવે છે તે સમજાતું નથી પરંતુ જો આપણે આ ચિત્રને જોઈએ તો અહીં એમીટર અને કલેક્ટર આ પાયાના છેડા સાથે જોડાયેલા છે માટે જ આપણે તેને બેઇઝ કહીએ છીએ મારા ખ્યાલથી જયારે તેમને ટ્રાન્સિસ્ટર બનાવ્યું હશે ત્યારે આ પ્રકારના નામ આપ્યા હશે અને આપણે અત્યાર સુધી તે જ નામોનો ઉપયોગ કરતા આવ્યા છે