If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અંતર્ગોળ અરીસાનો ઉપયોગ

આ વીડિયોમાં, આપણે અંતર્ગોળ અરીસાના અમુક ઉપયોગ જોઈશું.  Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે અગાઉના વિડીઓમાં જોયું હતું કે અંતર્ગોળ અરીસો વક્ર આકારનો હોય છે જેમાં અંદરની બાજુ પરાવર્તક હોય છે અને જો તેના પર પ્રકાશના કિરણો આપત કરીએ તો પ્રકાશના બધા કિરણોનું પરાવર્તન થઇ એક બિંદુએ ભેગા મળે છે તેને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે આ પ્રકાશના કિરણો કોઈ પણ સ્ત્રોતમાંથી આવતા હોઈ શકે જેમ કે તેમને સૂર્ય અથવા અમુક અંતરેથી આવતા પ્રકાશના કિરણો ધરી શકાય આ વિડીઓમાં આપણે અંતર્ગોળ અરીસાનો રોજીંદા જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તે જોઈશું એક ઉપયોગ આપણે સુક્ષ્મદર્શક કેન્દ્રમાં જોઈ શકીએ આપણે સંયુક્ત સુક્ષ્મદર્શક યંત્ર લઇને સમજીએ તમે કદાચ તેનો ઉપયોગ કર્યો હશે અથવા ન પણ કર્યો હોય તમે જોશો કે સ્લાઈડ અહી મુકવામાં આવે છે જેનું તમે નિરિક્ષણ કરવા માંગો આ સ્લાઈડ પર પ્રકાશ પડતા તમે તેને માઈક્રોસ્કોપ એટલે કે સુક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકો અને આપણે આ અરીસાનો ઉપયોગ કરીને તેના પર પ્રકાશ આપત કરી શકીએ અરીસા પર સૂર્યના કિરણો આપત થઇને સ્લાઈડ પર ભેગા થાય છે આ ચિત્રમાં અરીસાને યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યો નથી જો તમે તેને યોગ્ય ગોઠવો તો સૂર્યમાંથી નીકળતા પ્રકાશના કિરણો અહી કોઈક બિંદુ આગળ ભેગા થશે આપણે તેને મુખ્ય કેન્દ્ર કહી શકીએ જ્યાં સ્લાઈડ પર ભેગા થઈને પ્રતિબીંબ રચાય અહી આ અંતર્ગોળ અરીસો છે જો તમને સુક્ષ્મદર્શક યંત્ર મળે તો આ અરીસાને સ્પર્શ કરજો તમને આ ભાગ અંદરની તરફ જણાશે હવે આ સમાન બાબત તમે ડીશ ટીવીમાં પણ જોઈ શકો આ રેડીઓ સિગ્નલને મેળવે છે તેથી તેને રીસીવર કહેવામાં આવે છે તમે અહી જોઈ શકો કે તેની અહી અંદરની બાજુ પરાવર્તક છે આ ધ્ર્શાયમાન પ્રકાશના કિરણોનું પરાવર્તન કરતુ નથી તે રેડિયોના તરંગોનું પરાવર્તન કરે છે રેડીઓના તરંગો એ પ્રકાશના કિરણોને સમાન જ છે માત્ર રેડિયોના તરંગોને તમે જોઈ શકતા નથી આ રેડીઓ સિગ્નલ કઈક દુરથી ટાવર પરથી આવે છે આપણે ધરી લઈએ કે અહી આપત થતા રેડીઓના તરંગો એક બીજાને સમાંતર છે અહી તેઓ સમાંતર રીતે આપત થશે આ પ્રમાણે જયારે આ રેડીઓના તરંગો પરાવર્તક સપાટી પર પડે છે ત્યારે આ બધાજ તરંગો પરાવર્તન પામીને એક બિંદુ આગળ ભેગા થાય છે અને તે બિંદુ મુખ્ય કેન્દ્ર છે આપણે તે બિંદુને રીસીવર તરીકે લઇ શકીએ અને તે રીસીવર પ્રબળ રીતે બધા તરંગોને જાળવી રાખશે પછી તે સિગ્નલને તમારા ટીવીમાં મોકલવામાં આવે છે અને તમે ટેલીવીઝન જોઈ શકો છો આ સમાન સિદ્ધાંતનો ઉપયોગ સોલાર કુકરમાં પણ કરવામાં આવે છે આપણે આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને ખોરાક બનાવી શકીએ જે કઈ પણ ખોરાક આપણને બનાવવો હોય તેને આ મોટા અરીસાના કેન્દ્ર આગળ મુકવામાં આવે છે બપોરના સમયે જયારે સૂર્ય તમારા માથા પર હોય છે ત્યારે અરીસાને સૂર્યની સામે મુકતા બધાજ પ્રકાશના કિરણો સમાંતર આપત થઇને ખોરાક રાંધે છે તેથી સમ કેન્દ્રિત પ્રકાશના કિરણનો ઉપયોગ કરીને આપણે ખોરાક બનાવી શકીએ સોલારકુકરની સમાન બાબત ટોર્ચ અથવા વાહનોની હેડ લાઈટમાં પણ જોવા મળે છે આપણે હવે આ કિરણો વળી આકૃતિને સમજીએ તેની બીજી ઉપયોગીતા ફ્લેશલાઈટ અથવા હેડલાઈટમાં છે તમે અહી આ ભાગને જોઈ શકો તે પરાવર્તક છે તે પાછળ અંતર્ગોળ અરીસો છે શામાટે આપણને અંતર્ગોળ અરીસો વાપર્યો કારણ કે અહી આપણે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરીએ છીએ ના આપણે અહી કઈક બીજું કરીએ છીએ હવે આપણે આ કિરણો વાળી આકૃતિને સમજીએ આ કિરણોનો ગુણધર્મ એ છે કે આપણે કિરણોને વિરુદ્ધ દિશામાં લઈએ તો પણ આકૃતિ સાચી જ થશે અહી આ આપત કિરણ છે અને આ પરવાર્તિક કિરણ છે હવે આપણે તેનું વિરુદ્ધ લઈએ જો આપણે હવે તેનું વિરુદ્ધ લઈએ આ પ્રમાણે તો આ આપત કિરણ થશે અને આ પરાવર્તિત કિરણ થશે આપણે આ કિરણોને વિરુદ્ધ દિશામાં લઇ રહ્યા છીએ તમે આકૃતિને બરાબર જુઓ બધા કિરણોને વિરુદ્ધ દિશામાં લઈએ છીએ આ આકૃતિ હજુ પણ સાચી છે આ આકૃતિ સાચી થવાનું કારણ એ છે જો આપણે આ આપત કિરણ અને આ પરાવર્તિત કિરણ લઈએ તો આપતકોણ અને પરાવર્તન કોણ બદલાશે જો આપણે અહી લંબ દોરીએ તો પહેલા આ આપત કોણ હતો અને આ પરાવર્તન કોણ હતો પરંતુ હવે આ આપતકોણ છે અને આ પરાવર્તન કોણ છે કારણ કે આ આપત કિરણ થશે અને આ પરાવર્તિત કિરણ થશે પરંતુ તે મહત્વનું નથી કારણ કર તે બંનેના મુલ્ય સમાન જ છે પરાવર્તનના નિયમો હજુ પણ સાચા થશે પરાવર્તનની ખાસ બાબત એ છે કે તમે હંમેશા પ્રકાશના કિરણોને બદલી શકો અને તોપણ તે સાચું બને કારણ કે પરાવર્તનના નિયમો સાચા બને હવે આનો અર્થ શું થાય આનો અર્થ એમ થાય કે જો આપણી પાસે બિંદુવર્ત સ્ત્રોત હોય અને તે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર આગળ હોય તો તે સ્ત્રોત હવે બધી દિશામાં પ્રકાશ આપશે અને તે બધા પ્રકાશના કિરણો પરાવર્તન પામીને સમાંતર મળશે અગાઉ પરાવર્તિત કિરણો એક બિંદુએ ભેગા થતા હતા પરંતુ કોઈ એક બિંદુ આગળ ઉદભવતા પ્રકાશના કિરણો સમાંતર પરાવર્તન પામશે અને આ કઈ રીતે ઉપયોગી છે જયારે આપણને પ્રકાશનો વધુ દિશામાં ફેલાવો કરવો હોય ત્યારે આપણે અંતર્ગોળ રચનાનો ઉપયોગ કરી શકીએ અને તે સમાન બાબત અહી પણ થઇ રહી છે અહી તમે આ બલ્બને જોઈ શકો છો અને આ બલ્બ આખી પરાવર્તક સપાટીના મુખ્ય કેન્દ્ર આગળ ગોઠવાયેલો છે જો તમે પ્રકાશના કિરણોને જુઓ તો તે આગળની તરફ મળશે પ્રકાશના કિરણો કઈક આ રીતે આગળની તરફ મળશે પરંતુ પાછળની તરફ નીકળતા પ્રકાશના કિરણો અહી આ પ્રમાણે અરીસા સાથે અથડાય છે મુખ્ય કેન્દ્ર આગળથી ઉદભવતા પ્રકાશના કિરણોને કારણે પ્રકાશના કિરણો અહી આ પ્રમાણે આગળની તરફ પરાવર્તન પામશે કઈક આ પ્રમાણે તેથી આ ટોર્ચ પ્રકાશનું બિંદુ ઉત્પન્ન કરે અને આપણે જોયું હતું તે ટોર્ચ બધી દિશામાં પ્રકાશ ઉત્પન્ન કરે છે અને તે પરાવર્તક સપાટીને કારણે શક્ય છે આ સમાન બાબત વાહનોની હેડલાઈટ માટે પણ સાચી બને આપણે આ વિડીઓમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય તે જોયું અને આ બધા ઉપયોગ એક સિદ્ધાંત પર કાર્ય કરે છે જયારે પ્રકાશના કિરણો અંતરગોળ અરીસા પર અથડાય છે ત્યારે તે બધા કોઈ એક બિંદુ આગળ ભેગા થાય છે અને તેનું વિરુધ પણ સાચું છે હવે આ વિડીઓને પૂરો કરતા પહેલા વધુ એક ઉપયોગ જોઈએ આ સમાન બાબત સાઉન્ડ એટલે કે ધ્વનિ માટે પણ છે ધ્વનિનું પરાવર્તન થાય છે અને તેથી આપત કોણ અને પરાવર્તન કોણ સમાન બને છે જો તમે કોઈ મોટા હોલમાં હોવ અને તમે પ્રેક્ષકોને આવકારો ધારો કે પ્રેક્ષકો અહી બેઠા છે આ રીતે અહી આ મોટો હોલ છે અને તમે સ્પીકર છો તમે તમારા ઓડીઓ ચેનલની ધ્વનિને આગળની તરફ પ્રસારિત કરવા માંગો છો આજુ બાજુ નહિ તો તમે શું કરશો તમે મોટો અંતર્ગોળ પરાવર્તક તમારી પાછળ મુકશો આ ધ્વનિનું પરાવર્તન કરશે પ્રકાશનું અહી તેથી જે ધ્વનિ પાછળની બાજુએ જશે તેનું પરાવર્તન થઇ તે આગળની બાજુએ મળશે