મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 10 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 10 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 1
Lesson 9: ગોળાકાર લેન્સ વડે રચાતું પ્રતિબિંબબહિર્ગોળ લેન્સના ઉદાહરણ
બહિર્ગોળ લેન્સના ઉદાહરણ. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે જે પરવલય અરીસા સાથે કર્યું હતું તે આપણે આ વીડિઓ માં કરીશું આપણે અહી બહિર્ગોળ લેન્સ નીસાપેક્ષ માં વસ્તુને અલગ અલગ અંતરે મુકીશું અને વિચારીશું કે તેનું પ્રતિબીંબ કેવું દેખાય છે આમ કરવાનો કારણ એ છે કે આપણે અહી અલગ અલગ પરિસ્થિતિ વિશે સમજી શકીએ અને વધુ મહાવરો કરી શકીએ સૌપ્રથમ આપને વસ્તુને અહી મુકીશું જે કેન્દ્ર લંબાઈના બમણાથી થોડી દુર છે હું અહી વસ્તુને એરો વડે દર્શાવીશ જયારે આપણે પરવલય અરીસા વિશે વાત કરી હતી ત્યારે આપણે કેન્દ્ર લંબાઈના બમણા ને વક્રતા કેન્દ્ર કહ્યું હતું અહી આપણે ફક્ત તેને બમણી કેન્દ્ર લંબાઈ કહીશું કારણ કે આ વક્રતા કેન્દ્ર નથી અથવા અહી આ અંતર એ દરેક વક્ર માટે વક્રતા ત્રિજ્યા નથી આપણે તેને બમણી કેન્દ્ર લંબાઈ કહીશું હવે લેન્સ માંથી પ્રકાશ નું વક્રીભવન થયા પછી તેનું પ્રતિબીંબ કેવું દેખાશે તે વિચારીએ આપણે અહી કોઈ પણ કિરણ લઇ શકીએ ખરેખર તો આ વસ્તુના દરેક બિંદુઓ દરેક દિશા માં કિરણોનું ઉત્સર્જન કરે છે પરંતુ સરળતા ખાતર આપણે કોઈ પણ કિરણ લઇ શકીએ આપને અહી એરો ની ટોચથી શરૂઆત કરીશું અને પ્રકાશ નું એક કિરણ લઈશું જે મુખ્ય અક્ષ ને સમાંતર હોય હું અહી લેન્સ ની અંદર પ્રકાશના કિરણો કઈ રીતે પસાર થશે તે બતાવીશ નહિ હવે આ પ્રકાશના કિરણનું વક્રીભવન થયા બાદ તે અહી મુખ્ય કેન્દ્ર માંથી પસાર થશે તેવીજ રીતે આપને પ્રકાશનું બીજું કિરણ લઈએ જે લેન્સ ની ડાબી બાજુએ મુખ્ય કેન્દ્ર માંથી પસાર થાય છે અને પછી તેનું વક્રીભવન થયા બાદ તે આ રીતે મુખ્ય અક્ષ ને સમાંતર બને છે વસ્તુ માંથી નીકળતા પ્રકાશના કિરણો અહી ફરીથી ભેગા થાય છે તમે તે વસ્તુના કોઈ પણ બિંદુમાટે કરી શકો જો તમે અહી આ વચ્ચે નું બિંદુ લેશો તો તે અહી મધ્ય માં ભેગા થશે જો તમે અહી આ બિંદુ લેશો તો તે અહી આં બિંદુએ ભેગા થશે આમ વસ્તુનું પ્રતિબીંબ કઈંક આવું રીતે દેખાશે વસ્તુનું પ્રતિબીંબ કઈંક આ પ્રમાણે દેખશે તે વાસ્તવિક પ્રતિબીંબ મળશે અને તે વસ્તુ કરતા ઉલટું મળશે અને તે વસ્તુના કદ કરતા નાનું મળશે આમ અહી આ પ્રતિબિંબ વાસ્તવિક વસ્તુ કરતા નાનું અને ઉલટું છે આપણે થોડા વધુ ઉદાહરણો કરીએ અને સમય બચાવવા માટે આપણે તેને કોપી પેસ્ટ કરીએ આપણે હવે વસ્તુને બમણી કેન્દ્ર લંબાઈ પર મુકીએ ફરીથી તમે તેજ બાબત કરી શકો તમે પેપર પર જાતે પણ તેનો મહાવરો કરી શકો આપણે અહી એક કિરણ લઈએ જે મુખ્ય અક્ષ ને સમાંતર છે અને વક્રીભવન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે તેવીજ રીતે પ્રકાશનું બીજું કિરણ લઈએ જે લેન્સની ડાબી બાજુએ મુખ્ય કેન્દ્ર માંથી પસાર થાય છે અને વક્રીભવન પામ્યા બાદ આ રીતે સમાંતર પસાર થશે જો તમે અહી જુઓ તો ખરેખર આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અહી આ અંતર અને આ અંતર સમાન છે તેવીજ રીતે આ અંતર અને આ અંતર સમાન છે માટે અહી વસ્તુનું પ્રતિબીંબ ઉલટું વસ્તુના કદ જેટલુજ અને લેન્સથી વસ્તુ જેટલા અંતરે મૂકી છે તેટલાજ અંતરે મળશે આમ અહી પ્રતિબીંબ કઈક આ રીતે દેખાશે મેં અહી તે હાથ થી દોર્યું છે જો આપણે આગળ ના ઉદાહરણમાં અંતર ની વાત કરીએ તો અહી તે લેન્સથી નજીક મળે છે અહી તે બમણી કેન્દ્ર લંબાઈની અંદર મળે છે અહી જયારે બીજા ઉદાહરણની વાત કરીએ ત્યારે અહી પ્રતિબીંબ ઉલટું વસ્તુના કદ જેટલુજ અને સરખા અંતરે મળે છે ફરીથી અહી આ પ્રતિબીંબ પણ વાસ્તવિક છે હવે વધુ એક ઉદાહરણ જોઈએ ફરીથી હું તેને કોપી પેસ્ટ કરીશ અને વસ્તુને હવે 2 કેન્દ્ર લંબાઈની વચ્ચે મુકીએ વસ્તુને હું અહી મુકીશ જેને એરો વડે દર્શાવીશ એક કિરણ મુખ્ય અક્ષ ને સમાંતર લઈએ જે વક્રીભવન પામ્યા બાદ મુખ્ય કેન્દ્ર માંથી પસાર થશે અને બીજો કિરણ લેન્સની ડાબી બાજુએ મુખ્ય કેન્દ્ર માંથી પસાર થાય છે અને વક્રીભવન પામ્યા બાદ સમાંતર જશે તમે અહી કોઈ પણ બિંદુ લઇ શકો જો તમે અહી મધ્યમાં બિંદુ લેશો તો તે અહી મધ્યમાં ભેગા થશે જો તમે અહી આ બિંદુ લેશો તો તે અહી ભેગા થશે અને જો તમે આ નીચેનું બિંદુ લેશો તો તે અહી ઉપર ભેગા થશે આમ વસ્તુનું પ્રતિબીંબ કઈક આ પ્રમાણે મળશે તે વાસ્તવિક , ઉલટું વસ્તુના કદ કરતા મોટું અને લેન્સથી થોડું દુર મળે છે લેન્સથી વસ્તુનું જે અંતર છે તેના કરતા પ્રતિબીંબ નું અંતર વધારે છે અને આ પ્રથમ ઉદાહરણનું બિંદુ છે પહેલા ઉદાહરણમાં વસ્તુ મોટી હતી અને તે બમણી કેન્દ્ર લંબાઈથી દુર મૂકી હતી અને પ્રતિબીંબ અહી આ વિસ્તારમાં મળ્યું હતું હવે વસ્તુ અહી છે અને પ્રતિબીંબ અહી મળે છે હવે એક વધુ ઉદાહરણ લઈએ હું ફરીથી તેને પેસ્ટ કરીશ હવે આપણે વસ્તુને મુખ્ય કેન્દ્ર પર મુકીએ ઘણા વિધાથીર્ઓ ભૌતિકશાસ્ત્ર ની પરીક્ષા માટે આ બાબત ને યાદ રાખીએ છીએ પરંતુ તમારે તે યાદ રાખવાની જરૂર નથી તમે ફક્ત બે કિરણો વિશે વિચારો એક સમાંતર જશે અને એક મુખ્ય કેન્દ્ર માંથી પસાર થશે હવે જો આપણે વસ્તુને મુખ્ય કેન્દ્ર પર મુકીએ તો તે થોડું અલગ થશે એક કિરણ સમાંતર જશે અને વક્રીભવન પામ્યા બાદ મુખ્ય કેન્દ્ર માંથી પસાર થશે હવે બીજું કિરણ લેન્સની ડાબીબાજુએ મુખ્ય કેન્દ્ર માંથી પસાર થઇ શકશે નહિ કારણ કે તમે વસ્તુ તેના પર જ મૂકી છે માટે અહી એક કિરણ એવું લઈએ જેનું વક્રીભવન થતું નથી આપણે આ બાબત પરવલય અરીસામાં પણ કરી હતી એક કિરણ એવું લઈએ કે જે લેન્સના કેન્દ્રમાંથી પસાર થાય છે પરંતુ તેનું વક્રીભવન થતું નથી આમ વસ્તુની ટોચ માંથી નીકળતા બંને કિરણો ક્યાય ભેગા થતા માંથી જો કોઈ અહીંથી જુએ તો તેને આ બંને પ્રકાશની કિરણો સમાંતર દેખાશે માટે અહી કોઈ પ્રતિબીંબ મળશે નહિ અહી કોઈ વાસ્તવિક અથવા આભાસી પ્રતિબીંબ મળશે નહિ આમ અહી આ કિસ્સા માં પ્રતિબીંબ ન મળે હવે આપણે અહી છેલ્લું ઉદા જોઈએ ફરીથી હું અહી તેને પેસ્ટ કરીશ અને આપણે હવે વસ્તુને કેન્દ્ર લંબાઈ થી ઓછા અંતરે મુકીએ આપણે વસ્તુને અહી મુકીશું એક કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે પ્રકાશની એક કિરણ સમાંતર જશે અને વક્રીભવન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને હવે બીજુંકિરણ અહી મુખ્ય કેન્દ્રમાંથી આવતું હોય એમ ધારીએ તો તે અહી આગળ આ પ્રમાણે પસારથશે અને વક્રીભવન પામ્યા બાદ સમાંતર જશે તો અહી આ બાજુ આ બંને કિરણો ભેગા થતા હોય તેવું લાગતું નથી પરંતુ તેઓ પાછળ ની બાજુ ભેગા થતા હોય તેવો આભાસ થાય છે જો આપણે અહી આ કિરણ ને લંબાવીએ અને તેવીજ રીતે આ કિરણ ને લંબાવીએ તો તેઓ લગભગ આ બિંદુએ ભેગા થતા હોય તેવું આભાસ થાય છે જો કોઈ વ્યક્તિ આ તરફથી જોશે તો તેને અહી એરો ની ટોચ દેખાશે અને અહી એરોની નીચેનું ભાગ દેખાશે આમ તેને વસ્તુનું પ્રતિબીંબ કઈક આ પ્રમાણે જોવા મળશે અને આ આભાસે પ્રતિબીંબ છે આશા રાખું કે તમને આ બધા ઉદા સમજાઈ ગયા હશે.