If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઉદાહરણ: અરીસાનું સૂત્ર

આઓને અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબના ગુણધર્મો શોધીશું. આપણે અરીસાના સૂત્રનો ઉપયોગ કરીને તે કરીશું અને સંજ્ઞા પદ્ધતિ લાગુ પાડીશું. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

2 cm ઉંચાઈ ધરાવતી વસ્તુને બહિર્ગોળ અરીસાના વાક્ર્તાકેન્દ્ર 20 cm થી ઉપરની બાજુએ 5 cm જેટલા અંતરે મુકેલી છે તેના પ્રતીબીમ્બનો સ્થાન ઉંચાઈ અને પ્રકાર શોધો આપની પાસે બહિર્ગોળ અરીસો છે જે કઈક આ રીતનો આવશે આ તેનો વક્રતા કેન્દ્ર છે અને આ મુખ્ય કેન્દ્ર અહી વક્રતા ત્રિજીયા 20 cm આપેલી છે માટે અહી આ અંતર વક્રતા ત્રિજીયા એ 20 cm થશે અરીસાના સૂત્ર માં કેન્દ્ર લંબાઈ જરૂરી છે અને આપણે જોઈ ગયા કે બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર એ વક્રતા કેન્દ્ર અને ધ્રુવની બરાબર વચ્ચે આવે તેથી કેન્દ્ર લંબાઈ અડધી થશે માત્ર તેની કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજીયા કરતા અડધી એટલે કે 10 cm થશે હવે 2 cm ઉંચાઈ ધરાવતી વસ્તુ બહિર્ગોળ અરીસા થી 5 cm જેટલા અંતરે મુકેલી છે 5 cm જેટલા અંતરે એટલે કે કઈક આ પ્રમાણે અહી વસ્તુ મુકેલી છે જેની ઉંચાઈ 2 cm છે આપની પાસે વસ્તુ અંતર છે અને કેન્દ્ર લંબાઈ છે આપણે અરીસા ના સૂત્ર નો ઉપયોગ કરીને પ્રતિબિંબ નું સ્થાન એટલે કે પ્રતિબિંબ ઉંચાઈ શોધી શકીએ તેથી અરીસા નું સૂત્ર 1/f બરાબર 1 ના છેદ માં કેન્દ્ર લંબાઈ બરાબર 1/v એટલે કે 1 ના છેદ માં પ્રતિબિંબ અંતર વત્તા 1/u એટલે કે 1 ના છેદ માં વસ્તુ અંતર પરંતુ અહી નિશાની ને ધ્યાન માં રાખવી પડે હવે જો આપણે આ આકૃતિને કાગળ પર દોરીએ અને આપણે આ ઉગમ બિંદુ તરીકે લઈએ તો આપત કિરણ ની દિશા ધન થશે અહી આ વસ્તુ છે અને આ અરીસો છે એટલે કે આપત કિરણની દિશા ડાબી બાજુ એ થશે અને ડાબી બાજુ એ ધન થશે એટલે કે અરીસા ના ધ્રુવ થી ડાબી બાજુએ લેવામાં આવતા તમન અંતર ધન થશે અહી આ ડાબી બાજુ ધન થશે અને ત્યારબાદ આ બાજુ એટલે કે અરીસાના ધ્રુવની સામેની બાજુ ઋણ થશે આ પ્રમાણે તેથી હવે આપણે કિંમતો ને આ સૂત્ર માં મુકીએ અને ઉકેલ મેળવીએ તમે વીડિઓ અટકાવો અને તે જાતે જ કરવાનું પ્રયત્ન કરો 1 ના છેદ માં કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈ અહી ધન બાજુએ છે એટલે કે 1 ના છેદ માં 10 બરાબર 1/v પ્રતિબિંબ અંતર જે આપણે નથી જાણતા વત્તા એક ના છેદ માં વસ્તુ અંતર વસ્તુ અરીસા ની જમણી બાજુએ છે અને આ દિશા ઋણ છે એટલે કે તે -5 થશે વત્તા ઓછા ઓછા થશે તેથી આપણે અહી આ નિશાને વત્તા ને દુર કરીએ અને તેની જગ્યા એ ઓછા મુકીએ ઓછા હવે એક ના છેદ માં v શોધવા માટે આપણે બંને બાજુએ એક ના છેદ માં 5 ઉમેરીએ તેથી 1/v = 1/10 + 1/5 હવે અહી તેનો છેદ સામાન્ય બનાવીએ આ બંને નો લસાઅ 10 થશે તેથી અહી ઉપર નીચે 2 વડે ગુણીએ 1+2 એટલે કે તેના બરાબર 3/10 થશે માટે અહી v= અહી તેનું વ્યસ્ત લેતા 10/3 cm મળે આમ આપણને પ્રતિબિંબ અંતર મળી ગયું અહી તેનો અર્થ શું થાય આપણને અહી પ્રતિબિંબ અંતર ધન મળે છે તેનો અર્થ એ થયો કે કોઈ અરીસા ની આ બાજુએ મળશે 10/3 એટલે કે તે લગભગ 3.33 cm થાય માટે આપણને પ્રતિબિંબ અંતર આ મળશે તે ધન મળે છે એટલે કે અરીસા ની આ બાજુએ મળશે હવે આપણે પ્રતિબિંબ ની ઉંચાઈ આપણને અહી વસ્તુ ની ઉંચાઈ આપેલી છે જે 2 cm છે તે અહી લખીએ વસ્તુ ની ઉંચાઈ 2 cm તેથી પ્રતિબિંબ ની ઉંચાઈ શોધવા આપણે મોતવનીના સૂત્ર નો ઉપયોગ કરી શકીએ તેથી આપણે અહી મોતવની નું સૂત્ર લખીએ મોતવનીનું સૂત્ર મેગ્નીફીકેશન ફોર્મ્યુલા બરાબર પ્રતિબિંબ ઉંચાઈ ભાગ્યા વસ્તુ ઉંચાઈ બરાબર ઓછા પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર અહી ઉંચાઈ માટે પણ તેની નિશાની જરૂરી છે મુખ્ય અક્ષની ઉપર ની નિશાની ધન લેવામાં આવે છે અને આ મુખ્ય અક્ષની નીચેની નિશાની ઋણ લેવામાં આવે છે તો આપણે અહી આ સૂત્ર નો ઉપયોગ કરીને પ્રતિબિંબ ની ઉંચાઈ શોધીએ hi જે શોધવાની છે વસ્તુ ની ઉંચાઈ 2 cm છે અને તે મુખ્ય અક્ષ ની ઉપર છે એટલે કે +2 cm બરાબર ઓછા પ્રત્બીમ્બ અંતર જે આપણે શોધ્યું 10/3 ભાગ્યા વસ્તુ અંતર જે -5 cm થશે કારણકે તે અરીસાની આ બાજુએ છે તેથી 5 cm અહી આ માયનસ અને આ માયનસ કેન્સલ થઇ જશે 5 દુ 10 એટલે કે 2 ના છેદ માં 3*2 થશે તેથી પ્રતિબિંબ ઉંચાઈ બરાબર 4/3 થશે હવે અહી તેનો અર્થ શું થયો અહી પ્રતિબિંબ ઉંચાઈ આપણને ધન મળે છે ધન 4/3 એટલે કે તે મુખ્ય અક્ષ ની ઉપર મળશે અને અહી આ કિંમત 4/3 એ લગભગ 1.3 જેટલું થાય તેથી તે મુખ્ય અક્ષ ની ઉપર 1.3 cm એટલે કે લગભગ આટલી મળે પ્રતિબિંબની ઉંચાઈ એ વસ્તુ કરતા ઓછી છે અને હવે અંતિમ પ્રતિબિંબ નો પ્રકાર શોધીએ અહી પ્રતિબિંબ આપણને ચત્તું મળે છે એટલે કે તે આભાસી પ્રતિબિંબ છે અને આ બાબત તમારે હંમેશા યાદ રાખવાની છે જો પ્રતિબિંબ ઉલટું મળે તો તે વાસ્તવિક થાય પરંતુ તે અહી ચત્તું મળે છે એટલે કે તે આભાસી પ્રતિબિંબ થશે આભાસી પ્રતિબિંબ તેથી આપણે પ્રતિબિંબ નો સ્થાન તેની ઉંચાઈ અને તેનો પ્રકાર શોધી નાખ્યો પરંતુ તમે અહી નિશાની લેવામાં કોઈ ભૂલ કરી હોય એવું બની શકે તેથી આપણે અહી કિરણ ની આકૃતિ દોરીને તેને ચકાસીએ તેથી વસ્તુ માંથી નીકળતું મુખ્ય અક્ષ ને સમાંતર એક કિરણ લઈએ જે પરાવર્તન પામ્યા બાદ આ રીતે મુખ્ય કેન્દ્ર માંથી પસાર થતું હોય તેમ લાગે અને બીજું કિરણ ધ્રુવ માંથી પસાર કરીએ જે પરાવર્તન પામ્યા બાદ કઈક આ રીતે મળશે આ બંને કિરણો ભેગા થતા નથી તેથી તમને વાસ્તવિક પ્રતિબિંબ મળશે નહિ તમને આભાસી પ્રતિબિંબ મળે અને જો આ 2 કિરણોને પાછળ લંબાવીએ તો તેઓ લગભગ અહી મળતા હોય એવો ભાસ થાય છે તેથી તમને આભાસી પ્રતિબિંબ મળે અને આપણે જે અહી ગણતરી કરીને શોધ્યું છે તે સાચું છે તેની ચકાસણી આપણે આ કિરણો ની આકૃતિ દોરીને કરી