If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પાણીમાં વક્રીભવન

પાણીમાં વક્રીભવન. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

સ્નેલના નિયમ પર આધારિત ઉદાહરણ કરતા પહેલા હું તમને સ્પષ્ટ રીતે સમ્જાવીશ કે શા માં આ સ્ત્રો અહી વાંકી વળેલી દેખાય છે તેને સમજવા આપણે સૌપ્રથમ તેનું સરળ ચિત્ર દોરીએ ધારો કે અહી આ કપ છે કઈક આ પ્રમાણે આપણે ગ્લાસને બાજુ ની તરફ થી જોઈએ કઈક આ પ્રમાણે હવે સૌપ્રથમ હું સ્ત્રો ખરેખર ક્યાં છે તે દોરીશ તે કઈક આ પ્રમાણે આવશે તે નીચેના ભાગ તરફ આ રીતે આવશે અને પછી ઉપર જશે અહી થી પણ થોડી તે ઉપર જશે અને પછી તે આ રીતે વળે છે આપણે જેના વિષે ચર્ચા કરી રહ્યા છીએ તે આને સંબંધિત નથી આપણે આ વીડિઓ માં જોઈશું કે શા માટે સ્ત્રો આ રીતે વાંકી વળેલી દેખાય છે અવલોકન કરતા જણાશે કે પ્રકાશ નું વક્રી ભવન થાય છે નળી માંથી આવતો પ્રકાશ એક માધ્યમ માંથી બીજા માધ્યમ માં જાય છે આપણે વક્રી ભવન વિષે જાણીએ છે અથવા સામાન્ય રીતે કહીએ તો પ્રકાશની પાણી માં ઝડપ હવા કરતા ધીમી હોય છે પાણી માં તેની ઝડપ ધીમી હોય છે અને હવા માં તે વધુ ઝડપી હોય છે હવે શું થશે તે વિષે વિચારીએ હું 2 કિરણો દોરીશ જે નળી ના આ બિંદુએ થી પ્રવેશે છે હું અહી એક કિરણ દોરી રહી છું હું કોઈ પણ દિશા માં તે કિરણ લઇ શકું હવે જયારે તે ધીમા માધ્યમ માંથી ઝડપી માધ્યમ માં પ્રવેશે ત્યારે શું થાય અહી તે અમુક ખૂણે વળે છે કિરણ ની ડાબી બાજુ એ જમણી બાજુ કરતા પહેલા હવા માં પ્રવેશે પ્રકાશ કઈ રીતે વળાંક લેશે તેને સમજવા માટે હું મોટરકાર નો ઉદાહરણ લઈશ તમે તેને મોટરકારની જેમ જ વિચારો અથવા કુંચ ના વળાંક ની જેમ વિચારો કુંચના વળાંકની ડાબી બાજુ જમણી બાજુ કરતા પહેલા નીકળશે અને પછી ઝડપથી શરૂઆત કરશે તેથી તે આ પ્રમાણે જમણી બાજુ વળે હવે પ્રકાશનું બીજું કિરણ લઈએ જે અહી આ બિંદુ આગળથી જ નીકળશે આ પ્રમાણે આપણે તેને જમણી બાજુ સ્ત્રો સાથે ખસેડવા નથી ઈચ્છતા તેથી બીજું કિરણ કઈક આ પ્રમાણે હશે અને તે પણ જમણી બાજુ વળાંક લેશે આ પ્રમાણે હવે જો કોઈક ની આ અથવા તમારી આંખ અહી હોય આ પ્રમાણે આ રીતે અને તમે નીચે ની તરફ જુઓ તો આ બંને પ્રકાશ ના કિરણો ક્યાં દેખાશે આંખો વડે સરળતા થી બંને કિરણોને જોઈ શકાય આ બંને કિરણો ક્યાં થી આવે છે જો અહી તમે તેને ધ્યાન થી જુઓ તો તમે અહી તેને રેખા સ્વરૂપે જોઈ શકો જે આપણે આપણા મગજ અને આંખો દ્વારા ધારીએ છે તમે ધારશો કે કિરણ અહી આ દિશા માં જાય છે પરંતુ તે આ દિશા માંથી નીકળતું હોય એમ લાગે છે તેવી જ રીતે આ ગુલાબી રંગ ના કિરણ માટે પણ કહી શકાય અવલોકન કરતા ને ખ્યાલ આવશે કે હકીકત માં સ્ત્રો તે બિંદુ અહી છે આજ રીતે તમે એક કરતા વધારે બિંદુ ઓ ને સ્ત્રો પર મૂકી શકો જો તમે આ બિંદુ લો તો તે અહી દેખાશે જો તમે આ બિંદુ લો તો તે અહી લાગશે માટે અવલોકન કરતા ને સ્ત્રો કઈક આ રીતે વાંકી વળેલી દેખાશે અહી પ્રકાશ આ રીતે ઉપર જશે અને પછી બહાર નીકળશે કારણકે તે વળે છે પરંતુ તેઓ અહી આ બિંદુ એ ભેગા થાય છે સૌ પ્રથમ બિંદુ જે લીધું હતું તેના પરથી જોઈએ તે આ રીતે બહાર નીકળશે અને તે વળશે પરંતુ જો તમે તેને પાછળ લંબાવો તો તમને અહી એક નવું બિંદુ મળે જે નવી દિશા આપશે આમ પ્રકાશ તળિયે થી નીકળતો હોય તો પણ અવલોકન કરતા ને સ્ત્રો પરનું બિંદુ અહી દેખાશે અને નળી આ રીતે વાંકી વળેલી દેખાશે આ તમામ ઘટના વકરી ભવન પર આધારિત છે જેમાં તે ધીમા માધ્યમ માંથી ઝડપી માધ્યમ માં પ્રવેશે છે આશા છે કે તે તમને રસપ્રદ લાગશે હવે પછીના વીડિઓ માં આપણે સ્નેલના નિયમ ના દાખલા ગણીશું જે ગણિત ઉપર આધારિત છે