મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 10 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 10 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 1
Lesson 3: ગોળાકાર અરીસોગોલીય & પરવલય અરીસા
આ વીડિયોમાં, આપણે બે પ્રકારના અરીસા વિશે સમજ મેળવીશું, પરવલય ગોલીય અરીસા. Mahesh Shenoy દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અગાઉના વિડિઓમાં આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના ગુણધર્મો અને ઉપયોગ જોયા હતા પણ તેમના આકાર ના આધારે લોકો ઘણી વાર બે પ્રકારના અરીસા વિશે વાત કરે છે તે છે પરવલય આકાર અરીસા અને ગોળાકાર અરીસા આ વિડીઓમાં આપણે જોઈશું કે તે શું છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે જો તમારે અંતર્ગોળ અરીસો બનાવવો હોય જે પ્રકાશના બધા કિરણોને મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત કરે છે જે ફક્ત એક જ બિંદુ છે તો તેના માટે પરવાલાય આકાર જોઈશે અને તેથી તેને પરવલય આકાર અરીસા કહે છે જો તમે આ પરવલય નો અર્થ ન જાણતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આ ફક્ત એક આકાર છે પરવલય આકાર અરીસા એ પરવલયનો એક ભાગ છે તમે તેનો મોટો ભાગ પણ બનાવી શકો કે નાનોભાગ પણ બનાવી શકો પણ તે પરવલયનો જ ભાગ હોવો જોઈએ આપણે અહીં અંતર્ગોળ અરીસો જોઈએ છીએ પણ તે સમાન બાબત બહિર્ગોળ અરીસાને પણ લાગુ પડે હવે આ પરવલય આકાર બનાવવો થોડો અઘરો છે જો તમે આ બિંદુને જુઓ જેને પરવલયની ટોચ કહે છે આ બિંદુ પાસે અહીં સારો વક્ર બને છે પણ જો તમે આ બિંદુથી દૂર જાઓ જેમ કે આ ભાગ તે સપાટ છે આમ ટોચ પાસે તે વક્ર હોવો જોઈએ અને જેમ જેમ દૂર જઈએ તેમ તેમ તે સપાટ થવો જોઈએ આ થોડો વિચિત્ર આકાર છે અને ચોક્કસ તે જ આકાર મેળવવો અધરો છે હવે સરળતાથી બનાવી શકાય તેવો આકાર કયો છે તે વર્તુળ છે પરંતુ વધુ ચોક્કસ રીતે તે ગોળો અથવા ગોળ દડો છે જે આપણને ગોળાકાર અરીસા આપે ગોળને બનાવવો સરળ છે આપે ગોળાકાર અરીસા ગોળને બનાવવો સરળ છે તેથી ગોળાકાર અરીસાને પણ બનાવવો સરળ છે પરંતુ આપણે જોયું કે પરવલય આકાર અરીસા પ્રકાશના સમાંતર કિરણોને એક જ બિંદુએ કેન્દ્રિત કરે છે તો અહીં શું થશે પ્રકાશના સમાંતર કિરણો અહીં આપત કરીએ અને જોઈએ કે શું થાય છે આપણે જોઈ શકીએ છીએ કે પ્રકાશના કિરણો પરાવર્તન પામ્યા બાદ એક જ બિંદુએ ભેગા થતા નથી આપણે અગાઉ જોઈ જ ગયા હતા કે તે ફક્ત પરવલય આકાર જ કરી શકે પરવલય સિવાયનો કઈ પણ જેમકે ગોળો એ પ્રકાશનાસમાંતર કિરણોને પરાવર્તન કાર્ય બાદ એક બિંદુએ કેન્દ્રિત કરી શકે નહિ તેથી એક પ્રશ્ન થાય કે આપણે તેને શા માટે બનાવવો જોઈએ કારણ કે તે પ્રકાશના કિરણો ને એક બિંદુએ કેન્દ્રિત કરતા નથી જો તમે આ કિરણોને ધ્યાનથી જુઓ તો પ્રકાશના આ દૂરના કિરણો જે ખુબ દૂર આ ઢાલ પાસે છે પ્રકાશના તે કિરણો પરાવર્તન બાદ એક જ બિંદુએ કેન્દ્રિત થતા નથી હું તેને અહીં બીજા રંગથી દર્શાવું છું જેથી આપણે તેને સરળતાથી સમજી શકીએ આ દરેક દૂરના કિરણોને હું બીજા રંગથી દર્શાવું છું વધુ એક કિરણ જે અહીં છે અને તે અહીં મળે છે તે જ રીતે આપણે નીચે પણ જોઈ શકીએ આ એક કિરણ છે આ બીજો કિરણ તે અહીં મળે છે અને આ ત્રીજું કિરણ આ દૂર આવેલા પ્રકાશના કિરણો આ બિંદુને ખસેડે છે તેનો એક ઉકેલ આવા કિરણો ને દૂર કરવાનું છે અને તેમ કરવા માટે અરીસાના આ ભાગને કાપવો પડે હવે આ ભાગને કાપીએ અને જોઈએ કે શું થાય છે તમને હવે એક જ બિંદુ મળે કારણ કે આપણે તે વધારાના કિરણોને દૂર કાર્ય હવે આપણે ઓછું પ્રકાશ મેળવીએ છીએ તે અગાઉ જેટલું તીવ્ર નથી પણ તે પહેલા કરતા વધુ શાર્પ છે જો આપણે અરીસાને વધુ કાપીએ તો આપણે તે બિંદુને વધુ શાર્પ બનાવી શકીએ હવે તમે જોઈ શકો છો કે લગભગ પ્રકાશના બધાજ કિરણો એક જ બિંદુએ કેન્દ્રિત થાય છે આપણે તરણ કાઢી શકીએ કે જો આપણે ગોળાકાર અરીસો બનાવીએ જે આ ગોળનો ખુબ નાનો ભાગ છે તો જ તે લગભગ પ્રકાશના બધાજ સમાન કિરણો ને એક જ બિંદુ આગળ કેન્દ્રિત કરશે અને આ કઈ રીતે કામ કરશે જયારે તમે આ ગોળાનો નાનો ભાગ લો ત્યારે તે પરવલયના આ નાના ભાગ સાથે મેચ થાય છે તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે તે આ ભાગ સાથે મેચ થાય છે આપણે જો તેને અહીંથી અહીં મૂકીએ તો તે આટલા ભાગ પર આવશે તેથી જ તે પરવલયની જેમ વર્તી શકે છે અને પ્રકાશના સમાંતર કિરણોને કેન્દ્રિત કરી શકે છે પણ જો તમે ગોળાના મોટા ભાગને લો તો આ બંને આકાર બંધ બેસતા નથી જો આપણે ચોકસાઈ પર વધુ ધ્યાન ના આપીએ અને આપણે નાનું અરીસો લઇ શકીએ તો આપણે આ ગોળાકાર અરીસાનો ઉપયોગ કરી શકીએ જે ગોળનો જ ભાગ છે તેમને બનાવવું સરળ છે અને તેઓ સસ્તા પણ છે તેમેજ તેઓ સરળતાથી ઉપલબ્ધ છે તે અભયાસના હેતુથી યોગ્ય છે અને તેથી તમે મૉટે ભાગે તેમનો ઉપયોગ લેબમાં કરો છો જો આપણે વૈજ્ઞાનિક હેતુથી મોટું એટ્રોનોમિકલ ટેલિસ્કોપ બનાવવા માંગતા હોઈએ જેનાથી આપણે ખુબ દૂર આવેલી ગેલેક્સી અથવા તારાઓ જોવા માંગીએ તો આપણને વધુ ચોકસાઈ વાળું અને મોટો અરીસો જોઈએ.