If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

માનવ આંખ ધોરણ 10: CBSE આગળની પરીક્ષાના પેપરના પ્રશ્નો (2021 અભ્યાસક્રમ)

માનવ આંખના પ્રકરણમાંથી છેલ્લા 10 વર્ષના પ્રશ્નપત્રના નિરીક્ષણનો ઉપયોગ કરીને ધોરણ 10 CBSE પરીક્ષા માટેની તૈયારી. સામાન્ય અને મહત્વના પ્રશ્નો, ઉકેલ સાથે સમજીએ.
પ્રશ્નોના મુખ્ય પ્રકારને સમજીએ જે છેલ્લા દસ વર્ષોમાં CBSC ની બોર્ડ પરીક્ષામાં પુછાયા હતા, ઉપવિષય વડે ગોઠવ્યા છે.
મહાવરો કરતા રહો!

પ્રકાશનું વિભાજન

CBSE પરીક્ષામાં પ્રશ્ન પુછાયાની સંખ્યા:
આ પ્રકરણનો મુખ્ય વિષય એ છે કે પ્રકાશના વિવિધ રંગો જુદી જુદી રીતે વક્રીભવન પામે છે. આના કારણે, પ્રિઝમની અંદર પ્રકાશના શ્વેત પુંજનું તેના ઘટક રંગોમાં વિભાજન થાય છે. આપણે તે કઈ રીતે થાય છે તે યાદ કરવાની, તે બતાવવા કિરણ આકૃતિ દોરવાની, અને શ્વેત પ્રકાશનું વિભાજન ટંગોના કયા ક્રમમાં થાય છે તે યાદ રાખવાની જરૂર છે.

Q1. 'શ્વેત પ્રકાશનું વિભાજન' એટલે શું? તેના કારણો જણાવો. કાચના પ્રિઝમમાંથી શ્વેત પ્રકાશનું વિભાજન સમજાવવા કિરણ આકૃતિ દોરો.
[3 marks, AI 2017]
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?

Q2. કારણ આપો:
"પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના કિરણના વિચલનનો વિસ્તાર તેના રંગ પર આધાર રાખે છે."
[1.5 ગુણ, Foreign 2011]
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?

પ્રિઝમમાં પ્રકાશનું વિભાજન

CBSE પરીક્ષામાં પ્રશ્ન પુછાયાની સંખ્યા:
મેઘધનુષ્ય બનવા માટેની જરૂરી મુખ્ય શરત અને સ્ટેપની સાચી સમજ યાદ રાખો કે મેઘધનુષ્ય બનવા માટે વરસાદના ટીપાની અંદર પસાર થતો સૂર્યપ્રકાશ પૂરતો હોવો જોઈએ. આપણને આ ઘટના કિરણ આકૃતિ વડે સમજાવવાનું પણ પૂછાઈ શકે.

Q3. "મેઘધનુષ્ય સૂર્યપ્રકાશના વિભાજનનું ઉદાહરણ છે". નામનિર્દેશનવાળી આકૃતિ સાથે, આકાશમાં મેઘધનુષ્યની રચનાને, સમજાવીને આ વિધાનને ન્યાય આપો. મેઘધનુષ્યના અવલોકન માટેની બે મુખ્ય શરત જણાવો.
[3 ગુણ, Foreign 2016]
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?

Q4. બે એકસમાન પ્રિઝમનો ઉપયોગ કરીને ન્યૂટને કઈ રીતે બતાવ્યું કે સૂર્યના શ્વેત પ્રકાશમાં સાત રંગોનો સમાવેશ થાય છે? જયારે બે એકસમાન કાચના પ્રિઝમને એકબીજાની સાપેક્ષમાં ઊલટાયેલા સ્થાનમાં ગોઠવવામાં આવે ત્યારે પ્રકાશનો પથ અને પ્રથમ પ્રિઝમના કોઈ પણ એક ફલક પર શ્વેત પ્રકાશના સાંકળા પુંજને ત્રાંસુ પડતું બતાવવા કિરણ આકૃતિ દોરો.
[2 ગુણ, Delhi 2016]