If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દાખલો-વિદ્યુત સાધનને કાર્યરત કરવાનો ખર્ચ

ચાલો કોઈ ચોક્કસ સમય માટે વિદ્યુત સાધનને કાર્યરત કરવાનો ખર્ચ ગણીએ. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

એક એર કંન્ડિશનરનું રેટિંગ 2 કિલો વોટ છે 10 કલાક માટે તેને ચાલુ રાખવામાં આવે તો વપરાયેલી ઉર્જાનો ખર્ચ શોધો ખર્ચ પ્રતિ યુનિટ 3 રૂપિયા આપેલા છે સૌપ્રથમ અહીં શું પૂછવામાં આવ્યું છે તે લખીએ 10 કલાક માટે વપરાયેલી ઉર્જાનો ખર્ચ શોધો 10 કલાક માટે ખર્ચ શોધો આપણને અહીં આ પૂછવામાં આવ્યું છે 10 કલાક માટેનો ખર્ચ હવે આપણને શું આપ્યું છે તે જોઈએ એક એર કંન્ડિશનરનું રેટિંગ 2 કિલો વોટ છે આપણને અહીં એર કંન્ડિશનરનું પાવર રેટિંગ આપેલું છે તેનો પાવર રેટિંગ 2 કિલો વોટ છે અને તેને 10 કલાક ચાલુ રાખવામાં આવે તો વપરાયેલી ઉર્જાનો ખર્ચ શોધવાનું કહ્યું છે એટલે કે આપણને અહીં સમય પણ આપ્યો છે સમય બરાબર 10 અવર અને આપણને અહીં એ પણ આપ્યું છે કે ખર્ચ પ્રતિ યુનિટ 3 રૂપિયા છે ખર્ચ પ્રતિ યુનિટ ખર્ચ પ્રતિ યુનિટ 3 રૂપિયા છે તો હવે આપણે 10 કલાક માટે વપરાયેલી ઉર્જાનો ખર્ચ કઈ રીતે શોધી શકીએ જો આપણે અહીં યુનિટનો અર્થ જાણતા હોઈએ તો આપેલી માહિતી પરથી તેને સરળતાથી ઉકેલી શકાય વીજળીમાં જો તમે કોઈ પણ જગ્યાએ યુનિટ જુઓ તો તેનો અર્થ કિલો વોટ અવર થશે કિલો વોટ અવર હવે આ કિલો વોટ અવર શું છે તે ઉર્જાનું વ્યવહારિક એકમ છે ઉદાહરણ તરીકે જો કોઈ સાધનનું પાવર રેટિંગ 1 કિલો વોટ હોય અને તેને 1 કલાક સુધી ચાલુ રાખવામાં આવે તો તેના વડે વપરાયેલી ઉર્જા 1 કિલો વોટ અવર થશે જો કોઈ સાધનનું પાવર રેટિંગ 2 કિલો વોટ હોય અને તેને એક કલાક સુધી ચાલુ રાખવામાં આવે તો તેના વડે વપરાયેલી ઉર્જા 2 કિલો વોટ અવર થશે આમ તમે પાવરને લો અને તેને સમય સાથે ગુણો તેનાથી તમને ઉર્જા મળશે અને આ વ્યાખ્યા આપણે જોઈ ગયા કિલો વોટ અવરનો અર્થ આ પ્રમાણે થાય હવે આપણે કિલો વોટ અવરનો અર્થ જાણીએ છીએ આપણે આપણા સાધનનું પાવર રેટિંગ પણ જાણીએ છીએ અને આપણે તેનો ઉપયોગ કેટલા સમય સુધી કર્યો તે પણ જાણીએ છીએ તો શું આપણે 10 કલાક માટેનો ખર્ચ શોધી શકીએ વિડિઓ અટકાવો અને જાતે જ શોધવાનો પ્રયત્ન કરો તેને શોધવા માટે આપણે સૌ પ્રથમ એ શોધવું પડશે કે અહીં કેટલા યુનિટ વપરાય હશે એટલે કે કેટલા કિલો વોટ અવર વપરાય હશે કારણ કે આપણને આપેલું છે કે એક યુનિટનો ખર્ચ 3 રૂપિયા છે 1 કિલો વોટ અવરનો ખર્ચ 3 રૂપિયા છે આમ 10 કલાક માટે કેટલા યુનિટ વપરાય હશે આપણે તે શોધી નાખીએ તો આપણે 10 કલાક માટેનો ખર્ચ શોધી શકીએ આમ સૌ પ્રથમ 10 કલાક માટે કિલો વોટ અવર શું થાય તે શોધીએ આપણી પાસે પાવર 2 કિલો વોટ છે અને સમય 10 કલાક છે તો વપરાયેલું ઉર્જા શું થશે આમ વપરાયેલી ઉર્જા બરાબર આપણે અહીં એકમ પરથી પણ કહી શકીએ પાવર ગુણ્યાં સમય 2 કિલો વોટ ગુણ્યાં 10 કલાક અને તેના બરાબર 20 કિલો વોટ અવર થશે 20 કિલો વોટ અવર આપણે કિલો વોટ અવરને યુનિટમાં લખીએ છીએ માટે વાપયેલી ઉર્જા બરાબર 20 યુનિટ તેના બરાબર 20 યુનિટ થાય આમ 10 કલાકમાં વપરાયેલી ઉર્જા 20 યુનિટ થશે હવે એક યુનિટ માટેનો ખર્ચ 3 રૂપિયા છે તો 20 મિનિટ માટેનો ખર્ચ કેટલો થશે તે 20 યુનિટ ગુણ્યાં 3 થશે 10 કલાક માટેનો ખર્ચ બરાબર 20 ગુણ્યાં 3 રૂપિયા અને તેના બરાબર 60 રૂપિયા થશે આમ 10 કલાકમાં વપરાયેલી ઉર્જાનો ખર્ચ 60 રૂપિયા થાય વધુ એક ઉદાહરણ જોઈએ 20 વોટ રેટિંગ ધરાવતો બલ્બ દર રોજ 5 કલાક વપરાય છે 30 દિવસ માટે વપરાયેલી ઉર્જાનો ખર્ચ શોધો ખર્ચ પ્રતિ યુનિટ 4 રૂપિયા છે વિડિઓ અટકાવો અને જાતે જ તેને ઉકેલવાનો પ્રયત્ન કરો સૌ પ્રથમ શું પૂછ્યું છે તે લખીએ અહીં 30 દિવસ માટેનો ખર્ચ પૂછ્યો છે 30 દિવસ માટે ખર્ચ અને શું આપવામાં આવ્યું છે 20 વોલ્ટ રેટિંગ ધરાવતો બલ્બ અહીં બલ્બનું રેટિંગ આપવામાં આવ્યું છે પાવર રેટિંગ બરાબર 20 વોટ અને તેની સાથે સમય પણ આપવામાં આવ્યો છે બલ્બ દરરોજ 5 કલાક વપરાય છે અહીં સમય 5 કલાક છે પરંતુ આપણે 30 દિવસ માટે વપરાયેલી ઉર્જાનો ખર્ચ શોધવાનો છે તે દરરોજ 5 કલાક વપરાય છે પરંતુ આપણે 30 દિવસ માટે શોધવાનું છે અને આ ખુબ જ મહત્વનું છે આપણને ખર્ચ પ્રતિ યુનિટ પણ આપેલું છે ખર્ચ પ્રતિ યુનિટ 4 રૂપિયા છે 4 રૂપિયા અને આપણે જાણીએ છીએ કે યુનિટ એટલે કિલો વોટ અવર થશે અગાઉના પ્રશ્નની જેમ જ કેટલા કિલો વોટ અવર ઉર્જા વપરાય હશે તે શોધીએ અને એક વાર તે જાણી લીધા બાદ આપણે તેનો ખર્ચ શોધી શકીએ કારણ કે આપણને ખર્ચ પ્રતિ યુનિટ 4 રૂપિયા આપેલું છે પરંતુ હવે અહીં પ્રશ્ન એ છે કે આપણને પાવર વોટમાં આપેલો છે કિલો વોટમાં નહિ તો સૌ પ્રથમ આપણે અહીં વોટને કિલો વોટમાં ફેરવીએ આપણે જાણીએ છીએ કે 1 કિલો વોટ બરાબર 1000 વોટ થશે 1 કિલો વોટ બરાબર 1000 વોટ તો 1 વોટ બરાબર કેટલા કિલો વોટ થાય આપણે બંને બાજુ 1000 વડે ભાગીએ બંને બાજુ 1000 વડે ભાગીએ આ પ્રમાણે અહીં આ કેન્સલ થઇ જશે તેથી 1 વોટ બરાબર 1 વોટ બરાબર 1 /1000 કિલો વોટ થશે તો હવે આપણે આ વસ્તુનો ઉપયોગ કરીને પાવરને કિલો વોટમાં ફેરવીએ તેના બરાબર 20 ગુણ્યાં 1 વોટ એટલે 1 /1000 કિલો વોટ 1 /1000 કિલો વોટ એક શૂન્ય કેન્સલ થઇ જશે એટલે 2 /100 કિલો વોટ થશે તેવી જ રીતે આપણને અહીં આપ્યું છે કે બલ્બ દરરોજ 5 કલાક વપરાય છે એટલે કે આપણને અહીં 1 દિવસના 5 કલાક આપ્યા છે અને આપણે 30 દિવસ માટે વપરાયેલી ઉર્જા શોધવાની છે તો અહીં કુલ સમય કેટલો થશે આપણે એના માટે ગુણાકાર કરીએ અને તેના બરાબર 150 કલાક થશે હવે આપણી પાસે પાવર કિલો વોટમાં છે અને સમય કલાકમાં છે માટે આપણે કેટલાક કિલોવોટ અવર વપરાય હશે તે શોધી શકીએ તમે વિડિઓ અટકાવો અને કિલો વોટ અવરમાં વપરાયેલી ઉર્જા શોધવાનો પ્રયત્ન કરો આમ E = પાવર ગુણ્યાં સમય 2 /200 ગુણ્યાં 150 તેઓ એકમ કિલો વોટ અવર થશે 2 ગુણ્યાં 150 300 /100 તેથી તેના બરાબર 3 કિલો વોટ અવર થશે અથવા તેના બરાબર 3 યુનિટ થશે 3 યુનિટ હવે આપણે પ્રતિ યુનિટ ખર્ચ જાણીએ છીએ પ્રતિ યુનિટ ખર્ચ 4 રૂપિયા છે આપણે એક યુનિટ માટે 4 રૂપિયા ચૂકવીએ છીએ તો આપણે 3 યુનિટ માટે કેટલા ચૂકવવા પડે તે 3 ગુણ્યાં 4 થશે એટલે કે 12 રૂપિયા થશે આમ અહીં ખર્ચ બરાબર 3 યુનિટ ગુણ્યાં 4 રૂપિયા અને તેના બરાબર 12 રૂપિયા આમ 30 દિવસ માટે વપરાયેલી ઉર્જાનો ખર્ચ 12 રૂપિયા છે આપણે આપણા પ્રશ્નનો ઉકેલ મેળવ્યો આમ જયારે પણ આપણને વપરાયેલી ઉર્જાનો ખર્ચ શોધવા કહ્યું હોય અને એક યુનિટનો ખર્ચ આપ્યો હોય ત્યારે એ યાદ રાખો કે યુનિટ એટલે કિલો વોટ અવર થશે અને તે ઉકેલવા માટેની સૌ પ્રથમ હિન્ટ એ છેકે તમે વપરાયેલી ઉર્જાની કિલો વોટ અવરમાં શોધો અને તે શોધવા માટે તમારો પાવર કિલો વોટમાં હોવો જોઈએ અને સમય કલાકમાં હોવો જોઈએ ત્યાર બાદ પાવર અને સમયનો ગુણાકાર કરો જેથી તમને કિલોવોટ અવરમાં વપરાયેલી ઉર્જા મળશે અને પછી તમને જેટલા પણ યુનિટ મળ્યા તેના માટે તમે તેનો ખર્ચ શોધો