If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિદ્યુતભારનો એકમ(કુલંબ)

ચાલો વિદ્યુતભારનો એકમ(કુલંબ) શું છે તે સમજીએ. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અગાવના વીડિઓ માં આપણે સમજ્યા હતા કે વિદ્યુત ભાર શું છે સામાન્ય રીતે તે એક ગુણધર્મ છે જે પ્રોટોન અને એલેક્ત્રોન ધરાવે છે જેના કારણે તે બીજા પ્રોટોન અને એલેક્ત્રોન સાથે આકર્ષાય છે અને અપાકાર્શાય છે તેને આપણે વિદ્યુતબળ કહીએ છે અત્યારે આપણે ઘણા બધા સાધનો વિકસાવ્યા જે આ ધરાવે છે અને તેને પણ આપણે વીજભાર કહી શકીએ આ વીડિઓ માં આપણે વિદ્યુતભાર ની સંજ્ઞા અને એકમ વિષે વિચારીશું વિદ્યુતભાર માટેની સંજ્ઞા q છે આપણે તેને એકમ કુલંબ માં માપીએ છે વિદ્યુત ભાર નો એકમ કુલંબ છે અને તેને C વડે દર્શાવવા માં આવે છે જે રીતે આપણે દળ ને કિલોગ્રામ અને ઉંચાઈ ને મીટર માં માપીએ છે તેજ રીતે વિદ્યુતભાર એટલે કે વીજભાર ને કુલંબમાં માપીએ છે તેનું નામ જાણીતા ફ્રેંચ વેજ્ઞાનિક ચાર્લ્સ કુલંબ કે જેને વિજ્ભારો વચ્ચે લગતા બળ વિષે સંશોધન કર્યું તેના નામ પરથી છે હવે કુલંબ કેટલો મહોતો છે એ સમજવું હોય તો એલેક્ત્રોન અને પ્રોટોન નો વીજભાર એ કુલંબનો ખુબ જ નાનો અપૂર્ણાંક છે તેથી જો આપણે એલેક્ત્રોન નો વીજભાર સમજવો હોય જેને સામાન્ય રીતે e વડે દર્શાવવા માં આવે છે તો તે ખુબ જ ઓછો મળશે તેના બરાબર 0.00... અને અહી ઘણા બધા 0 છે હું તે બધા 0 લખતી નથી પછી 016 તે આટલા કુલંબ થશે અહી આ 0 ની સંખ્યા 18 છે અહી 18 શૂન્ય છે હવે તેના પરથી આપણે સમજી શકીએ કે એલેક્ત્રોન અથવા પ્રોટોનનો વીજભાર કેટલો ઓછો છે એલેક્ત્રોન નો આ વીજભાર ઋણ છે પ્રોટોન પણ સમાન કિંમત નો જ વીજભાર ધરાવે પરંતુ તે ધન છે તેથી બંને સમાન વીજભાર ધરાવે છે તેમાં થી 1 ધન વીજભાર અને બીજો ઋણ વીજભાર ધરાવે આ સંખ્યા ખુબ જ નાની હોવાથી આપણે તેને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકીએ આપણે આ દશાંશ ચિન્હ ને અહી સુધી ખસેડીએ તેથી તેના બરાબર 1.6 ગુણ્યા હવે 10 ની કેટલી ઘાત મળે તે જોઈએ અહી આપણે કેટલા સુધી ડાબી બાજુ ખસ્યા આપણે 18 વખત ખસ્યા અને વધુ એક વખત એટલે કે 19 વાર ખસ્યા તેથી અહી તેની ઘાત -19 મળે 1.6 * 10 ની -19 ઘાત કુલંબ આમ એલેક્ત્રોન અથવા પ્રોટોન આટલો વીજભાર ધરાવે અહી કુલંબ આપણા માટે નવો એકમ છે તેથી તે કેટલો મોટો છે તે સમજવું જરૂરી છે ઉંચાઈ કેટલી મોટી છે અથવા કિલોગ્રામ કેટલું મોટું છે તેજ રીતે કુલંબ કેટલો મોટો છે તે સમજવું જરૂરી છે આપણે જાણીએ છે કે એલેક્ત્રોન અથવા પ્રોટોન ખૂન જ ઓછો વીજભાર ધરાવે એલેક્ત્રોન ઋણ વીજભાર તથા પ્રોટોન ધન વીજભાર ધરાવે હવે તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે એક કુલંબ વીજભાર મેળવવા કેટલા એલેક્ત્રોન જોઈએ તે આપણને ખુબ મોટી સંખ્યા આપશે કારણકે દરેક એલેક્ત્રોન ખુબ જ ઓછો વીજભાર ધરાવે છે આપણને એક કુલંબ મેળવવા ઘણા બધા એલેક્ત્રોન જોઈએ પરંતુ ચોક્કસ સંખ્યા કેટલી જોઇશે તે અહી પ્રશ્ન છે માટે અહી પ્રશ્ન એ છે હું તેને અહી લખીશ -1C વીજભાર મેળવવા -1C વીજભાર મેળવવા કેટલા એલેક્ત્રોન જોઈએ -1C વીજભાર મેળવવા કેટલા એલેક્ત્રોનની જરૂર પડે તમે વીડિઓ અટકાવો અને જાતે જ ઉકેલવાનો પ્રયત્ન કરો તમે અહી જ આપેલી માહિતી નો ઉપયોગ કરીને તેને જાતે જ ઉકેલવાનો પ્રયત્ન કરો હવે આપણે જાણીએ છે કે એક એલેક્ત્રોન બરાબર 1.6*10 ની -19 ઘાત કુલંબ આપણે અહી એલેક્ત્રોન માટે લેતા હોવાથી તે આપણને ઋણ મળે આપણને અત્યારે 1 કુલંબ વીજભાર માટે જોઈએ છે જમણી બાજુ -1 કુલંબ મેળવવા આપણે તેને 1.6 * 10^-19 ઘાત વડે ભાગીએ અહી તેને 1.6 * 10^-19 ઘાત વડે ભાગીએ તેથી અહી આ કેન્સલ થઇ જશે અને તેજ રીતે ડાબી બાજુ એ 1.6 * 10^-19 ઘાત વડે ભાગીએ ડાબી બાજુ 1/1.6 કરીએ અને તેના માટે કેલ્ક્યુલેતર નો ઉપયોગ કરીએ 1/1.6 તેથી આપણને 0.625 મળે માટે તેના બરાબર 0.625 * 10^+19 ઘાત તે આટલા બધા એલેક્ત્રોન થશે અને તેના બરાબર -1C આમ અહી એક કુલંબ મેળવવા માટે આપણને આટલા બધા એલેક્ત્રોન જોઈએ તેને આ પ્રમાણે પણ લખી શકાય 6.25 * 10^18 ઘાત મેં અહી દશાંશ ચિન્હ ને એક સ્થાન ખાસેડીયું છે તેથી અહી -1 વીજભાર કુલંબ મેળવવા માટે આપણને આટલા બધા એલેક્ત્રોન જોઈએ માટે જયારે પણ આપણે કોઈ કહે કે કુલંબ કેટલા મળે ત્યારે આપણે કહી શકીએ કે તે 6.25 * 10^18 ઘાત જેટલા હશે ટૂંકમાં વિદ્યુત ભાર નો એકમ કુલંબ છે આપણે એલેક્ત્રોન અને પ્રોટોન નો વીજભાર શોધ્યો એક કુલંબ કેટલો મોટો છે તે સમજવા જે આટલા બધા એલેક્ત્રોન ને સમાન મળે છે અથવા ઘણા બધા પ્રોટોન ને સમાન મળે પ્રોટોન અથવા એલેક્ત્રોન નો વીજભાર સમાન હોય છે પરંતુ એક ધન છે અને એક ઋણ