જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

વિદ્યુત ધોરણ 10: CBSE આગળની પરીક્ષાના પેપરના પ્રશ્નો

વિદ્યુતના પ્રકરણમાંથી છેલ્લા 10 વર્ષના પ્રશ્નપત્રના નિરીક્ષણનો ઉપયોગ કરીને ધોરણ 10 CBSE પરીક્ષા માટેની તૈયારી. સામાન્ય અને મહત્વના પ્રશ્નો, ઉકેલ સાથે સમજીએ.
પ્રશ્નોના મુખ્ય પ્રકારને સમજીએ જે છેલ્લા દસ વર્ષોમાં CBSC ની બોર્ડ પરીક્ષામાં પુછાયા હતા, ઉપવિષય વડે ગોઠવ્યા છે.
મહાવરો કરતા રહો!

વિદ્યુત પ્રવાહ અને પરિપથ

પ્રકાર A. વ્યાખ્યાઓ
પ્રશ્ન પૂછાયાની સંખ્યા:
Q1. વિદ્યુત પરિપથ શું છે? ખુલ્લા અને બંધ પરિપથ વાછેનો તફાવત સમજાવો.
[2 ગુણ, AI 2009]
પ્રકાર B. કુલંબ અને વિદ્યુતપ્રવાહની વ્યાખ્યા લાગુ પાડવી
પ્રશ્ન પૂછાયાની સંખ્યા:
Q2. એક સુવાહકમાં 10 A જેટલો વિદ્યુતપ્રવાહ બે મિનીટ માટે પસાર થાય છે.
(i) સુવાહકના આડછેદના કોઈ પણ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુતભારના જથ્થાની ગણતરી કરો.
(ii) જો ઈલેકટ્રોનનો વિદ્યુતભાર 1.6×1019 C હોય, તો વહન પામતા ઈલેકટ્રોનની કુલ સંખ્યાની ગણતરી કરો.
[3 ગુણ, બોર્ડ ટર્મ I, 2013]
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?

વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિમાનનો તફાવત

પ્રકાર C. વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અને કાર્ય વચ્ચે સંબંધ
પ્રશ્ન પુછાયાની સંખ્યા:
Q3. (a) 'વોલ્ટ' શબ્દને વ્યાખ્યાયિત કરો.
(b) વિદ્યુત પરિપથ માટે કાર્ય, વિદ્યુતબહાર અને વિદ્યુતસ્થિતિમનના તફાવત વચ્ચેનો સંબંધ દર્શાવો.
જો બેટરીના એક ધ્રુવથી બીજા ધ્રુવ પર 20 C વિદ્યુતભારનું વહન કરાવવા 100 J કાર્યની જરૂર હોય તો બેટરીના બે ધ્રુવ વચ્ચેના વિદ્યુતસ્થિતિમનના તફાવતની ગણતરી કરો.
[3 ગુણ, AI 2009]
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?

પરિપથ આકૃતિ

પ્રકાર D. પરિપથ અને પરિપથના ઘટકો દોરવા
પ્રશ્ન પૂછાયાની સંખ્યા:
Q4. 1.5 V ના બે કોષ સાથેની બેટરી, 5 Ω, 10 Ω અને 15 Ω અવરોધો તેમજ પ્લગ દર્શાવતી વિદ્યુત પરિપથની આકૃતિ દોરો.
[1 ગુણ, AI 2009]
Q5. નીચેના માટે વિદ્યુત પરિપથની આકૃતિમાં મોટે ભાગે વપરાતા ઘટકોની સંજ્ઞા દોરો
(i) વિદ્યુત કોષ
(ii) એક ખુલ્લી કળ
(iii) જોડાણ વગર પસાર થતા તાર
(iv) ચલિત અવરોધ
(v) બેટરી
(vi) વિદ્યુત બલ્બ
(vii) અવરોધ.
[4 ગુણ, બોર્ડ ટર્મ I 2017]

ઓહમનો નિયમ

પ્રકાર E. V-I આલેખ અને ઓહમનો નિયમ લાગુ પાડવો
પ્રશ્ન પુછાયાની સંખ્યા:
Q6. ઓહમનો નિયમ લાખો. પ્રયોગશાળામાં આ નિયમ ચકાસવા નામનિર્દેશનવાળી આકૃતિ દોરો. જો તમે ધાતુના સુવાહકમાંથી પસર થતો વિદ્યુતપ્રવાહ અને વિદ્યુતસ્થિતિમાનના તફાવત વચ્ચેનો આલેખ દોરો, તો તમને કેવા પ્રકારનો વક્ર મળશે? સુવાહકનો અવરોધ નક્કી કરવા તમે આ આલેખનો ઉપયોગ કઈ રીતે કરશો તે સમજાવો.
[5 ગુણ, બોર્ડ ટર્મ I, 2016]
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?

સુવાહકના અવરોધ પર આધાર રાખતા પરિબળો

પ્રકાર F. વ્યવહારિક પ્રશ્નો અને દાખલાઓ
પ્રશ્ન પુછાયાની સંખ્યા:
Q7. (a) પરિબળોની યાદી બનાવો જેના પર તારના આકારમાં સુવાહકનો અવરોધ આધાર રાખે છે.
(b) ધાતુઓ વિદ્યુતની સારી સુવાહક શા માટે છે જયારે કાચ વિદ્યુતનો અવાહક છે? કારણ આપો.
(c) વિદ્યુતના ઉષ્મીય અસરવાળા સાધનોમાં મોટે ભાગે મિશ્રધાતુઓ જ શા માટે વપરાય છે? કારણ આપો.
[3 ગુણ, 2018 (AI, Delhi, Foreign)]
Q8. 0.01 cm ત્રિજ્યાવાળા તારનો અવરોધ 10 Ω. છે. જો તારના દ્રવ્યની અવરોધકતા 50×108 Ωm હોય, તો તારની લંબાઈ શોધો.
[3 ગુણ, બોર્ડ ટર્મ I, 2014]
Q9. સુવાહકનો અવરોધ વ્યાખ્યાયિત કરો. સુવાહકનો અવરોધ જેના પર આધાર રાખે છે તે પરિબળોની યાદી બતાવો. વિદ્યુત પરિપથમાં વોલ્ટેજનો સ્ત્રોત બદલ્યા વગર અવરોધ બદલવા માટે જે સાધનનો વારંવાર ઉપયોગ થાય છે તેનું નામ આપો.
0.01 mm2 આડછેદનું ક્ષેત્રફળ અને 5×108 Ωm અવરોધકતા ધરાવતા 50 cm લંબાઈના તારણ અવરોધની ગણતરી કરો.
[5 ગુણ, બોર્ડ ટર્મ I, 2009]
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?

ઘણા બધા અવરોધોવાળા તંત્રનો અવરોધ

પ્રકાર G. સમતુલ્ય અવરોધ અને વિદ્યુતપ્રવાહની ગણતરી કરવી
પ્રશ્ન પુછાયાની સંખ્યા:
Q10. બે અવરોધો, 5 Ω અને 10 Ω અનુક્રમે 6 V e.m.f ધરાવતી બેટરી સાથે જોડાયેલા છે તેથી નીચેનું શોધો
(i) પસાર થતો ન્યૂનત્તમ વિદ્યુતપ્રવાહ
(ii) પસાર થતો મહત્તમ વિદ્યુતપ્રવાહ.
(a)દરેક પરિસ્થિતિમાં તમે અવરોધોને કઈ રીતે જોડશો?
(b) બંને પરિસ્થિતિમાં પરિપથમાંના કુલ વિદ્યુતપ્રવાહની પ્રબળતાની ગણતરી કરો.
[3 ગુણ, Delhi 2009]
Q11. નીચેના વિદ્યુત પરિપથને ધ્યાનમાં લો.

(i) કયા બે અવરોધો શ્રેણીમાં જોડાયેલા છે?
(ii) કયા બે અવરોધો સમાંતરમાં જોડાયેલા છે?
(iii) જો દરેક અવરોધ 2 Ω હોય, તો પરિપથમાંથી કેટલો વિદ્યુતપ્રવાહ પસાર થશે?
[3 ગુણ, Delhi 2009]
પ્રકાર H. તારવણી
પ્રશ્ન પૂછાયાની સંખ્યા:
Q12. ત્રણ અવરોધો R1, R2, અને R3 ના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધ માટે પદાવલીની તારવણી કરો.
[2 ગુણ, Foreign 2010]
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?

વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરો

પ્રકાર I. તારમાં ઉત્પન્ન થતી ઉષ્મા અને અવરોધ વચ્ચેનો સંબંધ
પ્રશ્ન પુછાયાની સંખ્યા:
Q13. 5 Aઆગળ ફ્યુઝનો તાર પીગળે છે. જો એવી ઈચ્છા રાખવામાં આવે કે તે જ સમાન દ્રવ્યનો ફ્યુઝ આગળ પીગળે, તો નવા ફ્યુઝના તારની ત્રિજ્યા અગાઉના કરતા નાની હોવી જોઈએ કે મોટી? તમારા જવાબ માટે કારણ આપો.
[3 ગુણ, બોર્ડ ટર્મ I, 2014]
J. તારવણી અને ખ્યાલ આધારિત પ્રશ્નો
પ્રશ્ન પૂછાયાની સંખ્યા:
Q14. સમય t માટે જયારે વિદ્યુતપ્રવાહ I પસાર થાય ત્યારે R અવરોધવાળા સુવાહકમાં ઉત્પન્ન થતી ઉષ્મા માટે પદાવલી તારવો.
સમય t માટે બે એક્સમાન R અવરોધો V જેટલો વિદ્યુતસ્થિતિમાન ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડાયેલા છે. ત્યારબાદ તે સમાન અવરોધો તે જ સમાન બેટરી સાથે તે જ સમાન સમય માટે સમાંતરમાં જોડાય છે. બંને ઉદાહરણમાં ઉત્પન્ન થતી ઉષ્માની સરખામણી કરો..
[5 ગુણ, Foreign 2010]
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?

વિદ્યુત પાવર

પ્રકાર K. પાવર અને વપરાયેલી ઊર્જાની ગણતરી કરવી
પ્રશ્ન પુછાયાની સંખ્યા:
Q15. બે લેમ્પ, એકનું રેટીંગ 100 W; 220 V છે, અને બીજાનું રેટીંગ 60 W; 220 V છે, તેઓ વિદ્યુતના મેઈન સપ્લાય સાથે સમાંતરમાં જોડાયેલા છે. જો સપ્લાય વોલ્ટેજ 220 V હોય, તો બે લેમ્પમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ શોધો.
[2 ગુણ, Board Term I, 2014]
Q16. (a) R1 Ω અને R2 Ω અવરોધ ધરાવતા બે અવરોધોને e.m.f V ધરાવતી બેટરી સાથે એવી રીતે જોડાયેલા છે કે જેથી વપરાતો વિદ્યુત પાવર ન્યૂનતમ હોય?
(b) ઘરમાં, 100 વોટના 3 બલ્બ જે દરેકને દરરોજ 5 કલાક ચાલુ રાખવામાં આવે છે, 50 વોટના 2 પંખા જે દરેકને દરરોજ 10 કલાક ચાલુ રાખવામાં આવે છે, અને 1.00 kWh નું વિદ્યુત હીટર દરરોજ અડધા કલાક માટે વપરાય છે. 31 દિવસના મહિનામાં કેટલી ઊર્જા વપરાય તે અને  3.60/kWh ના દરથી તેનો કુલ ખર્ચ શોધો.
[5 ગુણ, Board Term I, 2017]
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?