If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સમાંતર અવરોધ(ભાગ 2)

ઘણાબધા સમાંતર જોડાણમાં રહેલા અવરોધ ભેગા મળીને સમતુલ્ય અવરોધ મળે. Willy McAllister દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અગાઉ ના વીડિઓ માં આપણે સમાંતર અવરોધનો પરિચય મેળવ્યો અહી 2 અવરોધ એક બીજા સાથે સમાંતર જોડાણ માં છે કારણકે તેઓ માં અહી આ બિંદુ સમાન છે તેમની વચ્ચે નો વોલ્ટેજ પણ સમાન છે આ રચનાને સમાંતર જોડાણ કહેવામાં આવે છે આપણે એ પણ જોઈ ગયા કે આપણે આ બંને અવરોધને આ એક જ અવરોધ વડે બદલી શકીએ અહી આપણે તેને નામ આપીએ આ r1 છે અને આ r2 છે આપણે r1 અને r2 ને સમતુલ્ય સમાંતર અવરોધ rp વડે બદલી શકીએ આપણે તેને આ સૂત્ર વડે બદલી શકીએ 1/rp સમતુલ્ય અવરોધ બરાબર 1/r1 + 1/r2 આ રીતે તમે 2 સમાંતર અવરોધ માટે સમતુલ્ય અવરોધ શોધી શકો પરંતુ જો હવે તમે એમ પૂછો અહી 2 કરતા વધારે અવરોધો સમાંતર જોડાણ માં હોય તો શું થાય ધારો કે અહી આ પ્રમાણે અવરોધ છે r3 હોય શકે તેવી જ રીતે વધુ એક અવરોધ ને પણ લઇ શકાઈ આ અવરોધ પણ સમાંતર માં જ છે આપણે n સુધી ના અવરોધ ને લઇ શકીએ ધારો કે આ અવરોધ r3 છે અને આ અવરોધ rn છે તો અહી આ સૂત્ર નું શું થશે આપણે જાણીએ છે કે અહી થી વિદ્યુત પ્રવાહ આવે છે અને અહી થી તે બેટરી તરફ પાછો જાય છે તો અહી આ પરીપથમાં વિદ્યુત પ્રવાહ નું વિભાજન થશે તેમાંનો કેટલોક વિદ્યુત પ્રવાહ r1 માંથી પસાર થશે કેટલોક વિદ્યુત પ્રવાહ r2 માંથી પસાર થશે કેટલોક વિદ્યુત પ્રવાહ r3 માંથી પસાર થશે અને કેટલોક વિદ્યુત પ્રવાહ rn માંથી પસાર થશે વિદ્યુત પ્રવાહ અહી થી આવે છે અને ત્યાર બાદ આ અવરોધોમાં તેનું વિભાજન થશે હવે આપણે એ પણ જાણીએ છે કે આ તમામ અવરોધ વચ્ચે નો વોલ્ટેજ સમાન છે આપણે તેને v કહીએ V અહી આ દરેક અવરોધ વચ્ચે નો વોલ્ટેજ સમાન છે પરંતુ તેમના માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જુદો જુદો છે આપણે અહી એમ ધારીએ કે આ અવરોધની કિંમત પણ જુદી જુદી છે આપણે જે અગાઉ કરી ગયા તેજ બાબત અહી કરી શકાઈ વિદ્યુત પ્રવાહ i બરાબર અહી આ વિદ્યુત પ્રવાહ છે આપણે આ દરેક અવરોધ માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ નો સરવાળો કરીએ આ સિગ્મા ની નિશાની છે આપણે અહી સરવાળો કરી રહ્યા છીએ દરેક અવરોધ માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ નો સરવાળો i1 + i2 + i3 + in અહી જેટલા પણ અવરોધ હોય તેના માટે તે કરી શકાઈ ત્યારબાદ આપણે એ પણ જાણીએ છે કે દરેક અવરોધ માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બરાબર 1 ના છેદ માં તે અવરોધ ગુણ્યા વોલ્ટેજ થશે અને વોલ્ટેજ આ દરેક અવરોધ માટે સમાન છે દરેક અવરોધ વચ્ચે નો વોલ્ટેજ સમાન છે તો આપણે હવે આ સમીકરણ ની આ સમીકરણ માં મુકીએ હવે આપણે વિદ્યુત પ્રવાહ માટે આ સમીકરણ ની કિંમત આ સમીકરણ માં મુકી શકીએ તેથી કુલ વિદ્યુત પ્રવાહ i = v*1/r1+1/r2+ 1/r3 + અહી ગમે તેટલા અવરોધો હોય શકે 1/rn થશે આમ આપણે અહી આ સૂત્રને સમતુલ્ય સમાંતર અવરોધ વડે બદલી શકીએ જે આપણે અગાઉ કરી ગયા અહી આ આખી પદાવલી એક ના છેદ માં સમતુલ્ય અવરોધ થશે આપણે આ બધા જ સમાંતર જોડાણ માં કોઈ પણ સંખ્યા માં જોડેલા અવરોધને એક સમતુલ્ય સામાન્ય અવરોધ સાથે બદલી શકાય આપણે તેને અહીં લખીએ આમ અહીં તે સમાંતર જોડાણ માં જોડેલા અવરોધ ને સરળ રીતે દર્શાવવાની એક રીત છે આપણે હવે તેને લખીએ 1/rp અથવા સમતુલ્ય સમાંતર અવરોધ બરાબર 1/r1 + 1/r2 + ઘણા બધા અવરોધ હોય અથવા તો n અવરોધ હોય તો તેને આ પ્રમાણે દર્શાવી શકાય આમ અહીં તમને આ દર્શાવે છે કે સમાંતર જોડાણ માં જોડેલા કોઈ પણ સંખ્યા ના અવરોધ ને કઈ રીતે સમતુલ્ય સામાન્ય અવરોધ માં ફેરવી શકાય