If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પરિપથમાં વોલ્ટેજ & કરંટ શોધવો

ચાલો,કઈ રીતે પરિપથના દરેક અવરોધ આગળ વોલ્ટેજ અને કરંટની ગણતરી કરી શકાય. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં આકૃતિમાં આપ્યા મુજબ ૫૦ વોલ્ટની બેટરી સાથે ૩ અવરોધો જોડાયેલા છે હવે અહીં પ્રશ્ન એ છે કે દરેક અવરોધ વચ્ચેનો વોલ્ટેજ શોધો અને દરેક અવરોધ માંથી પસાર થતો વિધુત પ્રવાહ શોધો પરંતુ તે સારું કરતા પહેલા હું એક એવી સમય ભૂલ બતાવીશ જે હું કરું છું હું અહીં દરેક અવરોધ માટે ઓમના નિયમનો સીધોજ ઉપયોગ કરું છું આપણે ઓમનો નિયમ યાદ કરીયે V બરાબર I વિધુતપ્રવાહ ગુણ્યાં અવરોધ હવે આપણે અહીં V બરાબર ૫૦ વોલ્ટ આપેલો છે ૨ ઓમમાંહી વિધુતપવાહ શોધવા માટે હું અહીં R ની કિંમત ૨ ઓમ મુકીશ અને પછી વિધુતપ્રવાહની ગણતરી કરીશ તેજ પ્રમાણે ૪૦ વોલ્ટ માંથી પસાર થતો વિધુતપ્રવાહ શોધવા હું અહીં R ની કિંમત ૪૦ મુકીશ અને આપણને V બરાબર ૫૦ વોલ્ટ આપેલું છે અને તેના પરથી વિધુતપ્રવાહની ગણતરી કરીશ અને તે સમાન બાબત આ અવરોધ માટે પણ કરીશ પરંતુ તે ખોટું છે હવે તે શા માટે ધોટુ છે જયારે તમે ઓમના નિયમનો ઉપયોગ કરો ત્યારે આ વિધુતસ્તિથીમાંનો તફાવત તે અવરોધ વચ્ચેનો વિધુતસ્તિથીમાંનનો તફાવત છે એટલેકે જો હું અહીં ૨ ઓમ લવ તો મારે આ બંને વચ્ચેના વિધુતસ્તિથીમાંનને લેવાની જરૂર છે જે આપણે જનતા નથી અહીં ૫૦ વોલ્ટ આપેલું છે તે અહીં આ બંને વચ્ચેનો વિધુતસ્તિથીમાંનનો તફાવત થશે અહીં આ પાસેનો વોલ્ટેજ અહીં આ બિંદુને સમાન થશે અને આ બિંદુ પાસેનો વોલ્ટેજ આ બિંદુને સમાન થશે એટલેકે આ બંને બિંદુઓ વચ્ચેનો વિધુતસ્તિથીમાંનનો તફાવત ૫૦ વોલ્ટ છે માટેજ આપણે આ સૂત્રનો સીધોજ ઉપયોગ કરી શકીયે નહિ જો આપણે ૨ ઓમ માટે ગણતરી કરવા માંગતા હોયીયે તો આપણે તેમની વચ્ચેનો વિધુતસ્તિથીમાંનનો તફાવત જાણવો પડે જો આપણે ૧૦ ઓમ માટે ગણતરી કરવા માંગતા હોયીયે તો આપણે તેમની વચ્ચેનો વિધુતસ્તિથીમાંનનો તફાવત જાણવો પડે અને તેવીજ રીતે ૪૦ ઓમ માટે જો આપણે દરેક અવરોધ માટે વિધુતસ્તિથીમાંનનું તફાવતનું મૂલ્ય ૫૦ વોલ્ટ લઈએ તો તે ખોટું છે તો તેને સાચી રીતે કઈ રીતે ગણી શકાય તેને ગણવાની સાચી રીત આ પ્રમાણે છે હું અહીં આ બંને બિંદુઓ વચ્ચેનો વોલ્ટેજ જાણું છું તેથી મારે સૌપ્રથમ આ અવરોધનો સમતુલ્ય અવરોધ શોધવો પડે અહીં આ ૩ અવરોધને ફક્ત એકજ અવરોધ વડે બદલાવો પડે અને ત્યાર બાદ હું આ સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરી શકું આપણે આ પ્રકારના ઉદાહરણ અગાઉના વિડીઓમાં જોય ગયા તમે વિડિઓ અટકાવો અને જાતેજ તે કરવાનો પ્રયન્ત કરો આપણે હવે અહીં એ ઓખવાની જરૂર છે કે કાયા અવરોધો શ્રેણી જોડાણમાં છે અને કાયા અવરોધો સમાંતર જોડાણમાં છે હવે આ ૨ ઓમ અને ૧૦ ઓમ શ્રેણી જોડાણમાં છે તેવો એકબીજાને શ્રેણી જોડાણમાં હોય એ લાગી રહ્યું છે શું તેવો ખરેખર શ્રેણીમાં જોડાયેલા છે ના તેવો નાથહિ જોડાયેલા તેવો શ્રેણીમાં છે કે નહિ તે કઈ રીતે જાકાસી શકાય તેને જાકશવની એક રીત એ છે કે તેમાંથી સમાન વિધુત પ્રવાહ પસાર થવો જોયીયે જો અહીંથી કોઈ વિધુતપ્રવાહ પસાર થાય તો તેજ સમાન વિધુતપ્રવાહ અહીંથીભી પસાર થવો જોયીયે અને આપણે એમ કહી શકીયે કે તેવો શ્રેણીમાં છે ધારોકે અહીંથી વિધુતપ્રવાહ પસાર થાય છે પરંતુ જયારે તે આ બિંદુએ પહોંચશે ત્યારે અહીં ૨ માર્ક છે કેટલોક વિધુતપ્રવાહ ઉપરની તરફ જશે અને કેટલોક વિધુતપ્રવાહ આમાંથી પસાર થશે માટે આ બંને અવરોધમાંથી પસાર થાત વિધુતપ્રવાહનું મૂલ્ય જુદું જડું છે તેથી તેવો શ્રેણી જોડાણમાં નથી પરંતુ જયારે તમે આ બંને અવરોધોને જુવો તો તેવો સમાંતર જોડાણમાં છે અને તે કઈ રીતે કહી શક્ય તેમનની વચ્ચેનો વોલ્ટેજ સમાન હોવો જોયીયે તે કઈ રીતે ચકાસી શકાય અહીં આ બિંદુનો વોલ્ટેજ આ બિંદુને સમાન છે કારણકે તેમની વચ્ચે કોઈ અવરોધ નથી અને આ બિંદુનો વોલ્ટેજ આ બિંદુને સમાન છે કારણકે તેમની વચ્ચે પણ કોઈ અવરોધ નથી વાયરમાં કોઈપણ જગ્યાએ વોલ્ટેજનું મુલાય સમાન હોય છે આપણે વાયરનો અવરોધ ૦ છે એમ ધરી લઈએ અને જયારે વાયરનો અવરોધ ૦ હોય ત્યારે ૨ બિંદુઓ વચ્ચેના વિધુતસ્થિતિમાનનો તફાવત ૦ થશે માટે અહીં આ અવરોધ પાસે જે વોલ્ટેજનું મૂલ્ય છે તેજ મૂલ્ય અહીં આ અવરોધ પાસે થશે પરંતુ જયારે અહીં કોઈ અવરોધ હોય ત્યારે આ બિંદુ અને આ બિંદુનો વોલ્ટેજ સમાન રહશે નહિ અને તેવો સમાંતર જોડાણમાં છે એવું કહેવાશે નહિ પરંતુ અહીં આ બે અવરોધ સમાંતર જોડાણમાં છે માટે આપણે તેનો સમતુલ્ય અવરોધ શોધીયે અને તેને એકજ અવરોધ વડે બદલીયે હવે આપણે સમાંતર જોડાણ માટે સમતુલ્ય વરોધ શોધવાનું મૂલ્ય જાણીયે છીએ આપણે તેનો ઉપયોગ કરીયે ૧ ના છેદમાં સમતુલ્ય અવરોધ ૧ ના છેદમાં R ઈકવીવેલેન્ટ બરાબર ૧ ના છેદમાં R1 જે અહીં ચાલીશ ઓમ થશે વત્તા ૧ ના છેદમાં R2 જે અહીં ૧૦ ઓમ થશે આપણે હવે તે બંનેનો છેદ સામાન્ય બનાવીયે જે ચાલીશ થશે ૧ વત્તા અહીં આ છેદ ૪૦ બનાવવા માટે આપણે અંશ અને છેદને ૪ વડે ગુણવું પડે ૧ વત્તા ૪ તેના બરાબર ૫ ના છેદમાં ૪૦ યાદ રાખો કે આ ૧ ના છેદમાં R ઈકવીવેલેન્ટ છે તેથી બંને બાજુ વ્યસ્થ લઈએ માટે સમતુલ્ય અવરોધ R ઈકવીવેલેન્ટ બરાબર ૪૦ ના છેદમાં ૫ અને તેના બરાબર ૮ ઓમ થાય આમ આપણે બે સમાન અવરોધોને એક જ સમતુલ્ય અવરોધ ૮ ઓમ વડે બદલી શકીયે અને તેમ કરવાથી આ પરિપથમાં બીજું કઈ બદલાશે નહિ આ પરિપથનો વિધુતપ્રવાહ અને વોલ્ટેજ સમાનજ રહેશે આપણે ફક્ત આ ભાગને બદલી રહ્યા છીએ તો આપણે ફરીથી નવો પરિપથ દોરીએ જે કંઈક આ પ્રમાણે આવશે અને અહીં પરિપથના બાકીના ભાગને તેજ પ્રમાણે રાખું છું ફક્ત હું અહીં આ સમાંતર અવરોધની જગ્યાએ તેનું સમતુલ્ય અવરોધ મુકીશ જેનું મૂલ્ય ૮ ઓમ છે ૮ ઓમ હવે આ બંને વરોધો એકબીજાથી શ્રેણી જોડાણમાં છે અને આપણે તે કઈ રીતે કહી શકીયે આ અવરોધમાંથી જેટલો વિધુતપ્રવાહ પસાર થાય તેટલોજ વિધુતપ્રવાહ આ અવરોધમાંથી પણ પ્રસાર થાય તો આપણે એમ કહી શકીયે તે તેવો શ્રેણી જોડાણમાં છે અહીં તેમની વચ્ચે બીજી કોઈ બ્રાન્ચ નથી ધારોકે અહીં તે કોઈ વિધુતપ્રવાહ પસાર થાય છે તો તેજ સમાન વિધુતપ્રવાહ આ અવરોધમાંથી પણ પ્રસાર થશે આમ તે બંને શ્રેણી જોડાણમાં છે અને જયારે અવરોધો શ્રેણી જોડાણમાં હોય ત્યારે તેનો સમતુલ્ય અવરોધ તેના દરેક અવરોધનો સરવાળોજ થશે માટે હું તેને અહીં લખાતી નથી કરકે અહીં તેનો સમતુલ્ય અવરોધ ૮ વત્તા ૨ બરાબર ૧૦ ઓમ થશે આપણે પરીથી પરિપથ દોરીએ અને આ બંને અવરોધને તેના સમતુલ્ય અવરોધ વડે બદલીયે હું પરિપથનો બાકીનો ભાગ તેજ પ્રમાણે રાખીશ અહીં પરિપથનો બાકીનો ભાગ સમાનજ છે અને હવે તેનો સમતુલ્ય અવરોધ ૧૦ ઓમ થશે ૧૦ ઓમ આમ પરિપથના દરેક અવરોધને એકજ અવરોધ વડે બદલ્યું અને આપણે પરિપથને સરળ બનાવ્યો હવે આપણે જાણીયે છીએ કે અહીં આ બંને બિંદુઓ વચ્ચેનો વોલ્ટેજ એ આ બંને બિન્દુઓના વોલ્ટેજને સમાનજ હશે અને તે ૫૦ વોલ્ટ થશે માટે આપણે ઓમના નિયમનો ઉપયોગ કરી શકીયે અહીં આ બંને બિંદુઓ વચ્ચેનો વોલ્ટેજ આ વોલ્ટેજ ૫૦ વોલ્ટેજ થશે અને આપણે ઓમના નિયમનો ઉપયોગ કરીને વિધુતપ્રહનું મૂલ્ય શોધી શકીયે તેથી આપણે અહીં આ ભાગને દૂર કરીયે અને ઓમના નિયમનો ઉપયોગ કરીને વિધુતપ્રવાહની કિંમત શોધીયે V બરાબર ૫૦ વોલ્ટ તેના બરાબર I ગુણ્યાં અવરોધ જે ૧૦ ઓમ છે તેથી I બરાબર ૫૦ ભાગ્ય ૧૦ થશે એટલે અહીં I બરાબર ૫ એમ્પીયર થશે અહીં આ છેડો ધન છે અને અહીં આ છેડો ઋણ છે પરિપથમાં વિધુતપ્રવાહ ધન છેડામાંથી બહાર નીકળશે અને ઋણ છેડામાં પાછો જશે તેથી અહીં આ પરિપથમાં વિધુતપ્રવાહ ૫ એમ્પીયર થશે પરંતુ અહીં આપનો પ્રશ્ન એ હતો કે આપણે દરેક અવરોધ વચ્ચેનો વોલ્ટેજ અને દરેક અવરોધમાંથી પ્રસાર થતો વિધુતપ્રવાહ સોધવાનો છે આપણે અહીં સમતુલ્ય અવરોધમાંથી પસાર થતો વિધુતપ્રવાહ શોધ્યો તો આપણે અહીંથી અહીં સુધી કઈ રીતે જાય શકીયે? આપણે એક પછી એક સ્ટેપ પાછળ જાઈએ અને તેથીજ દરેક સ્ટેપ લખવા ખુબ અગત્યના છે હવે જયારે આપણે આ પરિપથ પરથી આ પરિપથ પાર પાછા જાઈએ તો આ ૧૦ ઓમનું ૨ ૐ અને ૮ ૐમાં વિભાજન થયેલું છે અને આ બંને અવરોધો શ્રેણી જોડાણમાં છે આપણે જાણીયે છીએ કે અવરોધો શ્રેણીમાં હોય તો તેમાંથી પસાર થતા વિધુતપ્રવાહનું મૂલ્ય સમાન થાય માટે જો અહીંથી ૫ એમ્પીયર વિધુતપ્રવાહ પસાર થતો હોય તો અહીંથી પણ ૫ એમ્પીયર વિધુતપ્રવાહ પસાર થશે અને આ અવરોધમાંથી પણ તેટલોજ અવરોધ પસાર થાય કારણકે શ્રેણીમાં જોડાયેલા અવરોધમાંથી પસાર થતા વિધુતપ્રવાહનું મૂલ્ય સમાન થાય માટે અહીં વિધુતપ્રવાહ સમાન થશે આ ૫ એમ્પીયર થશે અને આ પણ ૫ એમ્પીયર થશે અને કે વાર તેમાંથી પસાર થતો વિધુતપ્રવાહ શોધી લીધા બાદ આપણે ઓમના નિયમનો ઉપયોગ કરીને તેમની વચ્ચેનો વોલ્ટેજ શોધી શકીયે અહીં આપણી પાસે અવરોધ બે ઓમ છે અને વિધુતપ્રવાહ ૫ ઓમ થશે એટલેકે તેમની વચ્ચેનો વોલ્ટેજ ૫ ગુણ્યાં ૨ ૧૦ વોલ્ટ થાય અહીં આ અવરોધ વચ્ચેનો વોલ્ટેજ ૧૦ વોલ્ટ થશે અને અહીં તેવીજ રીતે વોલ્ટેજ ૫ ગુણ્યાં ૮ ૪૦ વોલ્ટ થાય આ આવરોધ વચ્ચેનો વોલ્ટેજ ૪૦ વોલ્ટેજ થશે અને જો તમારે ખાતરી કરવી હોય તો દાસ વોલ્ટ વત્તા ૪૦ વોલ્ટ બરાબર ૫૦ વોલ્ટ થાય અહીં આ બંને છેડા વચ્ચેનો વોલ્ટેજ ૫૦ વોલ્ટ હતો અને અહીં પણ આ બંને છેડા વચ્ચેનો વોલ્ટેજ ૫૦ વોલ્ટ જ છે હવે આપણે આ પરિપથ પરથી આ પરિપથ પર જઇયે આપણે અહીં ૨ ઓમમાંથી પસાર થતો વિધુતપ્રવાહ શોધી નાખ્યો છે અને તેની વચ્ચેનો વોલ્ટેજ પણ શોધી નાખ્યો છે અહીં તેમાંથી પસાર થતો વિધુતપ્રવાહ ૫ એમ્પીયર છે અને તેની વચ્ચેનો વોલ્ટેજ ૧૦ વોલ્ટ છે ૧૦ વોલ્ટ હવે આપણે ૮ ઓમનું બે સમાંતર અવરોધમાં વિભાજન કર્યું ૪૦ ઓમ અને ૧૦ ઓમ અને આપણે જાણીયે છીએ કે સમાંતરમાં જોડાયેલા અવરોધ વચ્ચેનું વોલ્ટેજ સમાન હોય છે એટલેકે જો અહીં આ ૪૦ વોલ્ટ હોય તો અહીં આ ૧૦ ઓમ વચ્ચેનો વોલ્ટ પણ ૪૦ થશે અને અહીં છેડા વચ્ચેનો વોલ્ટેજ પણ ૪૦ થશે અહીં આ વોલ્ટેજ આ વોલેટજ ૪૦ વોલ્ટ થશે અને તેવીજ રીતે આ વોલ્ટેજ આ વોલ્ટેજ પણ ૪૦ વોલ્ટ થશે અને એકે વાર વોલ્ટેજ જાણી લીધા બાદ આપણે તેમાંથી પસાર થતો વિધુતપ્રવાહ શોધી શકીયે અને આજ ટ્રીક છે જો તમે વોલ્ટેજનું મૂલ્ય જાણતા હોય તો તમે વિધુતપ્રવાહ શોધો અને જો તમે વિધુતપ્રવાહનું મૂલ્ય જાણતા હોવ તો તમે વોલ્ટેજ શોધો આપણે અહીં ઓમના નિયનો ઉપયોગ કરીને વિધુતપ્રવાહ શોધ્યું V બરાબર I ગુણ્યાં R માટે I બરાબર V ભાગ્ય R થશે વોલ્ટેજ ૪૦ વોલ્ટ છે અને અવરોધ ૧૦ ઓમ છે ૪૦ ભંગાય ૧૦ ૪ થશે માટે આ અવરોધમાંથી પસાર થતો વિધુતપ્રવાહ ૪ એમ્પીયર થશે અને તેવીજ રીતે જો અહીં ગણતરી કરીયે તો ૪૦ વોલ્ટ ભાગ્ય ૪૦ ઓમ એટલેકે ૧ એમ્પીયર થશે આ વિધુતપ્રવાહ ૧ એમ્પીયર થશે અને તમે તે ચકાસી શકો ૫ અમેપિયાર વિધુતપ્રવાહનું વિભાજન ૧ એમ્પીયર અને ૪ એમ્પીયરમાં થયું ૧ વત્તા ૪ બરાબર ૫ થાય આમ અહીં આપણે જે કંઈપણ કર્યું તે સાચું છે આપણે હવે દરેક અવરોધમાંથી પસાર થતા વિધુતપ્રવાહનું મૂલ્ય જાણીયે છીએ અને દરેક અવરોધ વચ્ચેનો વોલ્ટેજ પણ જાણીયે છીએ Vહવે આપણે જે કર્યું તેનું ઝડપથી પૂણાવર્તન કરીયે જયારે તમને આ પ્રકારનું ઉદાહરણ આપ્યું હોય જેમાં ખણાં બધા અવરોધ સમાંતર શ્રેણી જોડાણમાં હોય ત્યારે સૌપ્રથમ તમે તે અવરોધોનો સમતુલ્ય અવરોધ શોધો અને ફક્ત એકજ અવરોધ વડે બદલો ત્યાર બાદ ઓમના નિયમનો ઉપયોગ કરીને તે અવરોધમાંથી પસાર થતો વિધુતપ્રવાહ શોધો અને તે અવરોધ વચ્ચેનો વોલ્ટેજ શોધો અને પછી એકે પછી એક સ્ટેપ તમે પાછળ જતા જાવો હવેં જો અવરોધો શ્રેણીમાં જોડાયેલા હશે તો તેમાંથી પસાર થતા વિધુતપ્રવાહનું મૂલ્ય સમાન હશે અને ઓમના નિયમનો ઉપયોગ કરીને તેમની અવચ્ચેના વોલ્ટેજનું મૂલ્ય તમે શોધી શકો અને જો અવરોધો સમતારમાં જોડાયએલા હશે તો તેમની વચ્ચેના વોલ્ટેજનું મૂલ્ય સમાન હશે અને તમે ઓમના નિયમનનો ઉપયોગ કરીને તેમાંથી પસાર થતા વિધુતપ્રવાહનું મૂલ્ય શોધી શકો આમ ગમે તેટલો જટિલ પરિપથ આપ્યો હોય પરંતુ સૌપ્રથમ તમે તેનો સમતુલ્ય અવરોધ શોધો અને તેના માટે દરેક સ્ટેપ વચ્ચેના દરેક પરિપથ દોરવા પણ ખુબજ અગત્યના છે કારણકે જયારે તમે એક પછી એક સ્ટેપ પાછળ જાસો ત્યારે તે તમને વોલ્ટેજ અને વિધુતપ્રવાહ શોધવામાં ખુબજ મદતરૂપ રહશે