મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :7:17

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

વિના જો 100 cm કરતા વધુ નજીક પુસ્તક રાખે તો વાચી શક્તિ નથી 100 cm એ તેના આંખ થી અંતર છે ખામી નું નામ આપો અને તેને યોગ્ય પાવર સાથે નો લેન્સ લખી આપો સામાન્ય આંખ માટેનું નજીક બિંદુ 25 cm છે આપણને અહી શું આપ્યું છે તે જોઈએ આપણને આ માહિતી આપી છે અહી આ વિનાની આંખ છે તે 100 cm કરતા વધુ નજીક નું કઈ પણ વાચી શક્તિ નથી એટલે કે તે જો 100 cm કરતા કોઈ પણ વસ્તુ ને નજીક મુકે તો તે તેને જોઈ 100 cm કરતા દુર જો કોઈ વસ્તુ મુકે અનંત અંતર સુધી કોઈ પણ વસ્તુ તે જો મુકે તો તે તેને જોઈ શકે તેથી આપણે અહી આ વિસ્તાર ને લીલા રંગ વડે દર્શાવીએ તેને લીલા રંગ વડે દર્શાવીએ આ વિસ્તાર માં તે મુકેલી વસ્તુ તે જોઈ શકે છે પરંતુ જો 100 cm કરતા વધુ નજીક કોઈ વસ્તુ ને મુકવા માં આવે તો તે જોઈ શક્તિ નથી તેથી અહી આ વિસ્તાર આ વિસ્તાર માં મુકેલી વસ્તુને તે જોઈ શક્તિ નથી હું અહી 25 cm સુધી જ જઈશ કારણકે સામાન્ય આંખ માટેનું નજીક બિંદુ 25 cm છે સામાન્ય માનસ સામાન્ય આંખ પણ આ વિસ્તાર માં મુકેલી વસ્તુ ને જોઈ શક્તિ નથી તેથી આપણે અહી આ વિસ્તારની ચિંતા કરવાની જરૂર નથી કારણકે તે અહી આ વિસ્તાર માં જોઈ શક્તિ નથી જ્યાં સામાન્ય આંખ જોઈ શકે છે પરંતુ વિના ની આંખ જોઈ શક્તિ નથી અહી પ્રથમ પ્રશ્ન એ છે કે ખામી નું નામ જણાવો વિના દૂરની વસ્તુ જોઈ શકે છે પરંતુ તે અહી નજીક ની વસ્તુ જોઈ શક્તિ નથી તેથી અહી ખામીનું નામ ગુરુદ્રષ્ટિ છે ખામીનું નામ ગુરુદ્રષ્ટિ છે અથવા તેને હાઈપરમેત્રોપિયા પણ કહી શકાય ત્યારપછી તેઓ પૂછે છે કે તેને યોગ્ય પાવર સાથે નો લેન્સ લખી આપો કે જેથી તે તેની દ્રષ્ટિ સુધારી શકે તો આપણે અહી ડોક્ટર ની જેમ છે આપણે તેની ખામી ને ઓળખી અને હવે તેને સુધારવાની છે તો મારે અહી કયો લેન્સ મુકવો જોઈએ કે જેથી તેની ખામી ને નિવારી શકાય? અને તેનો પાવર કેટલો હોવો જોઈએ શું મારે અહી અભિસારી લેન્સ નો ઉપયોગ કરવો જોઈએ કે અપ્સારી લેન્સ નો પરંતુ એની ચિંતા કરવાની જરૂર નથી હવે અહી પવારને વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકાય પાવર બરાબર 1 ને છેદ માં કેન્દ્ર લંબાઈ એટલે કે 1/f માટે આપણે કેન્દ્ર લંબાઈ ને શોધવાની જરૂર છે જે અહી મુકેલા લેન્સ ની કેન્દ્ર લંબાઈ થશે આપણે ફક્ત વસ્તુ અને પ્રતિબિંબ વિષે વિચારીએ સામાન્ય આંખ માટેનું નજીક બિંદુ 25 cm છે તેથી અહી આ 25 cm એ સામાન્ય આંખ માટે નું નજીક બિંદુ છે કારણકે 25 cm અંદર મુકેલી વસ્તુ ને સામાન્ય આંખ પણ જોઈ શક્તિ નથી પરંતુ વિના 100 cm ની અંદર મુકેલી વસ્તુ ને જોઈ શક્તિ નથી તેથી વિના માટે નજીક બિંદુ 100 cm થશે અહી આ નજીક બિંદુ વિના માટે થશે હું અહી સ્ટાર દર્શાવીશ જે દર્શાવે છે કે તે વિના માટેનું નજીક બિંદુ છે તેથી તેની દ્રષ્ટિ સુધારવા કે જેથી તે 25 cm સુધીની બધી જ વસ્તુ ને જોઈ શકે આપણે શું કરવું પડે? તેથી વસ્તુ 25 cm ના અંતરે મુકેલી હોવી જોઈએ અને તેનું પ્રતિબિંબ 100 cm પર રચાવું જોઈએ થયો જો વસ્તુ 25 cm ના અંતરે મુકેલી હોઈ અને આ લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ 100 cm પર મળે તો વિના તેને જોઈ શકે અહી આ વસ્તુ છે ઓબ્જેક્ટ અને આ તેનું પ્રતિબિંબ એટલે કે ઈમેજ છે હવે આપણે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર જાણીએ છે તેથી આપણે કેન્દ્ર લંબાઈ શોધી શકીએ તમે વીડિઓ અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો આપણે અહી લેન્સ ના સૂત્ર નો ઉપયોગ કરીને કેન્દ્ર લંબાઈ ને શોધી શકીએ વસ્તુ અંતર u બરાબર 25 cm પ્રતિબિંબ અંતર v બરાબર 100 cm પરંતુ આપણે અહી સંજ્ઞા પદ્ધતિ ને ધ્યાન માં રાખવી પડે આપનો લેન્સ અહી છે અને આપણે આપાત કિરણ ની દિશા ને ધન લઈએ છે તેથી લેન્સ ની જમણી બાજુ એ આવેલા બધા જ અંતર ધન થશે અને લેન્સ ની ડાબી બાજુ એ આવેલા બધા જ અંતર ઋણ થશે માટે અહી વસ્તુ અંતર ઋણ થશે કારણકે તે ડાબી બાજુએ આવેલું છે તેથી u = -25 cm અને તેવી જ રીતે પ્રતિબિંબ અંતર પણ ઋણ થશે કારણકે તે પણ ડાબી બાજુએ છે તેથી v = -100 cm આપણે હવે લેન્સ ના સૂત્ર નો ઉપયોગ કરીએ અને કેન્દ્ર લંબાઈ ને શોધીએ લેન્સ નું સૂત્ર આ પ્રમાણે છે 1/f = 1/v - 1/u સૂત્ર માં કિંમત મુકીએ -1/100 - 1/-25 તેથી તેના બરાબર -1/100 + 1/25 માટે આપણે અહી છેદ ને સામાન્ય બનાવીએ જે 100 થશે -1 + 4 તેથી તેના બરાબર 3/100 થશે આ 1/f નું મુલ્ય છે માટે અહી f એટલે કે કેન્દ્ર લંબાઈ બરાબર આનું વ્યસ્ત જે 100/3 cm થશે હું અહી તેને તેમ જ રહેવા દઈશ આપણને અહી કેન્દ્ર લંબાઈ ધન મળશે અને તેનો અર્થ એ થયો કે મુખ્ય કેન્દ્ર અહી લેન્સ ની જમણી બાજુ એ મળશે હવે કયા લેન્સ નો ઉપયોગ કરવા થી મુખ્ય કેન્દ્ર લેન્સ ની જમણી બાજુ એ મળે તે અંતર્ગોળ લેન્સ હશે કે બહિર્ગોળ લેન્સ તે તમે વિચારો જો આપણે આપાત કિરણ ની દિશા આ પ્રમાણે લઈએ અને અહી અંતર ગોળ નો ઉપયોગ કરીએ આ પ્રમાણે તો પ્રકાશ ના કિરણો આ પ્રમાણે આપાત થશે અને તેઓ આ પ્રમાણે પરાવર્તન પામશે અને જો તેને પાછળ લંબાવીએ તો તેઓ આ મુખ્ય કેન્દ્ર માંથી નીકળતા હોય એમ લાગે છે પરંતુ આપનું મુખ્ય કેન્દ્ર જમણી બાજુ એ છે તો તેથી આપણે કયા લેન્સ નો ઉપયોગ કરવો જોઈએ આપણે અહી બહિર્ગોળ લેન્સ નો ઉપયોગ કરવો જોઈએ આપણે અહી આ પ્રમાણે બહિર્ગોળ લેન્સ નો ઉપયોગ કરવો જોઈએ પરંતુ આપણે અહી પાવર શોધવાનું છે અને પાવર એ કેન્દ્ર લંબાઈ નું વ્યસ્ત છે તેથી પાવર બરાબર કેન્દ્ર લંબાઈ નું વ્યસ્ત એટલે કે 3/100 cm આપણે જાણીએ છે કે પાવર હંમેશા SI એકમ મીટર માં આવશે તેથી 3 ના છેદ માં 1 m તેના બરાબર 3 મીટર ઇન્વર્સ એટલે કે 3 ડાઈઓપ્તર થશે તો આપણે 3 ડાઈઓપ્તર પાવર સાથે નો લેન્સ આપવો જોઈએ અહી સૌથી અગત્ય ની બાબત એ છે કે આપણે કન્દ્ર લંબાઈ ની નિશાની જોઇને નક્કી કરી શકીએ કે તે અંતર્ગોળ લેન્સ છે કે બહિર્ગોળ લેન્સ આપણે એ યાદ રાખવાની જરૂર નથી કે ગુરુદ્રષ્ટિ માટે બહિર્ગોળ લેન્સ નો ઉપયોગ થાય છે પરંતુ તમે નિશાની પરથી તરત જ કહી શકો કારણકે બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ હંમેશા ધન મળે