If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

માયોપિઆ & હાઇપરમેટ્રૉપિઆ

ચાલો કિરણ આકૃતિનો ઉપયોગ કરીને,આંખમાં થતી સામાન્ય ખામીઓ, માયોપિઆ (shortsightedness) અને હાઇપરમેટ્રૉપિઆ (farsightedness) વિશે સમજ મેળવીએ. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

મારો મિત્ર રામ એ નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી આથી તેને અમે લઘુદ્રષ્ટિ કહીએ છીએ કારણકે તે નજીકની વસ્તુને જુએ છે પરંતુ દૂરની વસ્તુને જોઈ શકતો નથી જયારે મારી મિત્ર ધ્રુવીને તેના કરતા વિરુદ્ધ ખામી છે તે દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શક્તિ નથી આથી તેને અમે ગુરુદ્રષ્ટિ કહીએ છીએ કારણકે તે દૂરની વસ્તુને સારી રીતે જોઈ શકે છે સૌ પ્રથમ આપણે ખામી વિનાની આંખ લઇ સમજીએ અગાવું ના વીડિઓમાં જોયું એ પ્રમાણે જો તમારી આંખ દૂરની વસ્તુને સારી રીતે જોઈ શકે ધારોકે આ વૃક્ષ ખુબ દૂર છે આ લાઈન બતાવે છે કે તે સ્કેલ મુજબ નથી તે ખુબ દૂર છે વૃક્ષ પરથી આવતા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર મળે છે યાદ રાખો કોઈ વસ્તુને સ્પષ્ટ રીતે જોવા માટે પ્રકાશના કિરણો રેટિના આગળ ભેગા મળવા જોઈએ પરિણામે આ આપણી આંખનું મુખ્ય કેન્દ્ર છે જેને આપણે F વડે દર્શાવીએ છીએ પરંતુ જયારે કોઈ વસ્તુ નજીક આવે ધારોકે બેટમેન તમારા ઘણી નજીક છે તેને સ્પષ્ટ રીતે જોવા માટે પ્રકાશના કિરણો રેટિના આગળ ભેગા થવા જોઈએ આથી અહીં આપણને નવું મુખ્ય કેન્દ્ર મળે તેનો અર્થ એમ થાય કે મુખ્ય કેન્દ્ર આગળ મળે છે આથી કેન્દ્ર લંબાઈ નાની મળે આથી જયારે વસ્તુ નજીક આવે છે ત્યારે કેન્દ્ર લંબાઈ આપણને ઓછી મળે છે અને આ બાબત આ સિલિયરી સ્નાયુઓ વડે થાય છે સિલિયરી સ્નાયુઓ તેના અભિસરણ પાવર નો ઉપયોગ કરીને લેન્સ ને વધુ વક્રાકાર બનાવે છે આપણે માહિતીને સરળ બનાવવા માટે તેને અત્યારે અવગણીએ પરંતુ કેન્દ્ર લંબાઈ કેટલી ઓછી હોવી જોઈએ તેની પણ લિમિટ છે આથી ચોક્કસ સ્થાને ધારો કે આ સ્થાને આંખની કેન્દ્ર લંબાઈ ન્યુનતમ છે એટલે કે આના કરતા ઓછી ન મળે જો વસ્તુ આના કરતા વધુ નજીક આવે તો તેને સ્પષ્ટ જોઈ શકાય નહિ આપણે આ બિંદુને નજીકનું બિંદુ કહીએ અને તેને D વડે દર્શાવીએ યાદ રાખો કે જયારે વસ્તુ અંતર બદલાય ત્યારે આપણી આંખ એ કેન્દ્ર લંબાઈને એક્ષજેસ કરે છે તે કેન્દ્ર લંબાઈના આ વિસ્તાર સુધી બદલાય છે અને તેથી આબિંદુ આપણને મૅક્સિમમ મળે અને તેના કારણે પ્રકાશના કિરણો હંમેશા રેટિના આગળ મળે વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે અગાવું ના વિડિઓ જુઓ અને પછી આ વિડિઓ જુઓ હવે આપણે ખામી વાળી આંખ લઈએ શું આ ખામીને સર્જે છે જવાબ છે કે લેન્સનો પાવર જરૂરિયાત પ્રમાણે વધુ અથવા જરૂરિયાત કરતા ઓછો હોય છે આપણે આ બાબતને લઈને સમજીએ હવે આપણે ખામી વાળી આંખ લઈએ આ બધી ખામી થવાનું કારણ શું છે તેનો જવાબ છે કે લેન્સનો પાવર જરૂરિયાત પ્રમાણે વધુ અથવા જરૂરિયાત કરતા ઓછો હોય છે આપણે આ બાબત ને લઈને સમજીએ પહેલો કિસ્સો છે કે જેમાં લેન્સનો પાવર વધુ હોય છે આથી લેન્સ નો પાવર નો પાવર વધુ હોય ત્યારે હવે આનો અર્થ શું થાય આનો અર્થ થાય કે લેન્સનો અભિસરણ પાવર જરૂરિયાત કરતા વધુ છે બીજા શબ્દો માં ખામી વિનાની આંખ કરતા તેની કેન્દ્ર લંબાઈ ઓછી છે અથવા એમ પણ કહી શકાય કે ખામી વિનાની આંખ કરતા આની કેન્દ્ર લંબાઈ નો વિસ્તાર ઓછો મળે અથવા બીજા શબ્દો માં કહીએ તો ખામી વિનાની આંખ કરતા આનો કેન્દ્ર લંબાઈનો વિસ્તાર ઓછો મળે હવે આપણે વસ્તુ ને દૂર અને નજીક મૂકીએ અને જોઈએ કે શું થાય છે ધારો કે વસ્તુ આંખની નજીક છે આપણે અહીં બેટમેન ને આપણી નજીક ધારી લઈએ જો આપણે પ્રકાશના કિરણો લઈએ તો તે ઓપ્ટિકલ સેન્ટર થી વિચલન પામીને નીચે તરફ જશે બેટમેન ને સ્પષ્ટ રીતે જોવા માટે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો રેટિના આગળ ભેગા મળવા જોઈએ હવે પ્રશ્ન એ છે કે શું તે શક્ય છે જવાબ છે હા આપણી આંખ સરળતા થી તે કરી શકે છે કારણકે તે કરવા માટે મુખ્ય કેન્દ્ર વિસ્તાર માં હોવું જોઈએ આથી હું નજીકની વસ્તુ જોવા માં મુશ્કેલી થશે નહિ હવે દૂરની વસ્તુને જોઈએ તો શું થાય ધારોકે આપણે આ દૂરના વૃક્ષને જોઈએ છે અહીં પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર છે આથી પ્રકાશના કિરણો ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થયીને વિચલન પામતા નથી આપણે જોઈ શકીએ કે આ કિરણો ફરીથી રેટિના આગળ ભેગા થાય છે પરંતુ શું આ શક્ય છે જવાબ છે ના કારણકે આ થવા માટે મુખ્ય કેન્દ્ર અહીં મળવું જોઈએ જે વિસ્તારની બહારની બાજુએ છે આ કિંમત સિવાય આપણી આંખની કેન્દ્ર લંબાઈ વધશે નહિ પરિણામે શું થશે આંખ શ્રેષ્ઠ પ્રયત્ન કરશે અને તે મહત્તમ કેન્દ્ર લંબાઈ મેળવશે પરિણામે પ્રકાશના કિરણો રેટિના આગળ મળશે એટલે કે પ્રતિબિંબ રેટિના આગળ મળે છે આથી વસ્તુ આપણને ઝાંખી દેખાશે નોંધો કે વધુ પાવર ના કારણે આપણે માત્ર નજીકની વસ્તુને જોઈ શકીએ છીએ પરંતુ દૂરની વસ્તુને જોઈ શકતા નથી આથી આ ખામીને લઘુદ્રષ્ટિ ની ખામી કહે છે લઘુદ્રષ્ટિની ખામી અને જીવ વિજ્ઞાન માં તેના માટે શબ્દ છે માયોપિઆ હવે બીજો પ્રશ્ન છે કે તેનું નિવારણ કરવા માટે શું કરી શકાય તમે જાણો છો કે લોકો ચશ્મા અથવા તો કોન્ટેક્ટ લેન્સ પહેરે છે અહીં આ અભિસારી અથવા અપસારી લેન્સ છે તમે વિડિઓ થોભાવીને જાતે ઉકેલવાનો પ્રયત્ન કરો કે આ ખામીનું નિવારણ કરવા માટે આપણે આની સામે અપસારી લેન્સ મૂકી શકીએ કે અભીસારી લેન્સ મૂકી શકીએ જો આપણે બહિર્ગોળ લેન્સસ નો ઉપયોગ કરીએ તો તે અભિસરણ પાવર ને વધારશે અને પહેલા કરતા વધુ નજીક અભિસરણ પામશે આથી આપણે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અપસારી લેન્સનો ઉપયોગ કરવો પડે અહીં આપણી આંખ પર પડતા પ્રકાશના કિરણો છુટા પડીને રેટિનાની પાછળ ભેગા થાય છે આના વિશે વિચારવાની ઘણી બધી રીતો છે એક રીત એ છે કે અપસારી લેન્સનો ઉપયોગ કરવાથી આપણે કુલ અભિસરણ પાવરને ઓછો કરી શકીએ છીએ પરિણામે આપણે સામાન્ય કરતા કુલ કેન્દ્ર લંબાઈની કિંમત વધારીએ છીએ નિવારણ કરવા માટે બીજી અગત્યની બાબત એ છે કે જે પ્રકાશના કિરણો વીકેન્દ્રિત થાય છે તે કદાચ અહીં દેખાય છે આથી આંખને વસ્તુનું પ્રતિબિંબ રેટિના આગળ મેળવવા માં મુશ્કેલી તથી નથી એટલે કહી શકાય કે યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા અપસારી લેન્સનો ઉપયોગ કરીને આ ખામીનું નિવારણ કરી શકીએ છીએ હવે આપણે બીજી ખામીને જોઈએ જયારે લેન્સનો પાવર જરૂરિયાત કરતા ઓછો હોય ત્યારે શું થાય તેનું વિષ્લેષણ સમાન મળશે હવે આપણે આંખની બીજી ખામીને જોઈએ જયારે લેન્સનો પાવર જરૂરિયાત કરતા ઓછો હોય ત્યારે શું થાય છે તે બંનેનું વિષ્લેષણ સમાન થશે જયારે સામાન્ય કરતા ઓછો પાવર હોય એટલે કે પ્રકાશનું કિરણ અભિસરણ સામાન્ય કરતા દૂર થાય ત્યારે કેન્દ્ર લંબાઈ સામાન્ય કરતા વધુ મળે તમે વિડિઓ થોભાવીને જાતે ઉકેલવાનો પ્રયત્ન કરી શકો તમે નક્કી કરી શકો કે પ્રકાશના કિરણો દૂરથી આવતા હોય તો શું થાય પ્રકાશના કિરણો નજીક હોય તો શું થાય અને તેમને ભેગા કરવા માટે કયું સ્થાન યોગ્ય રહેશે જો પ્રકાશના કિરણો ખુબ દૂરથી આવતા હોય તો આપણી આંખ અહીં કિરણોને ભેગા કરશે તો જવાબ છે હા કારણકે કેન્દ્ર લંબાઈ તેજ વિસ્તાર માં મળે છે હવે જયારે વસ્તુ નજીક હોય ત્યારે શું થાય ધારોકે બેટમેન આપણા નજીક છે શું તેના કિરણો રેટિના આગળ ભેગા થશે તો જવાબ છે ના કારણકે તે કિરણોને ભેગા થવા માટે મુખ્ય કેન્દ્ર આ બિંદુ આગળ હોવું જોઈએ જે ન્યુનતમ કિંમત કરતા ઓછો છે આપણી આંખ પ્રયત્ન કરશે પરંતુ તેની કેન્દ્ર લંબાઈ અહીં મળશે આથી પ્રકાશના કિરણો રેટિનાની પાછળ ભેગા થાય છે અને તેના કારણે આપણી નજીકની વસ્તુ જોઈ ન શકીએ પરંતુ દૂરની વસ્તુ જોઈ શકીએ છીએ બીજા શબ્દ માં કહીએ તો આને ગુરુદ્રષ્ટિ ની ખામી કહેવાય છે અને જીવ વિજ્ઞાન ના શબ્દ માં કહીએ તો હાઇપર મેટ્રૉપીઆ વિડિઓ થોભાવીને તમે જુઓકે અહીં અભિસારી લેન્સનો ઉપયોગ થશે કે અપસારી લેન્સનો ઉપયોગ થશે અત્યારે આંખનો પાવર સામાન્ય કરતા ઓછો મળે છે તેનો અર્થ થાય કે આપણે અભિસરણ પાવર વધારવો પડે આપણને અભિસારી લેન્સનો ઉપયોગ કરવો પડશે યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને રેટિનાની પાછળ પ્રકાશના કિરણો ભેગા મેળવી શકાય છે અને આ રીતે આપણે ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરી શકીએ હવે આ સામાન્ય પાવર કરતા વધુ પાવર અથવા સામાન્ય પાવર કરતા ઓછો પાવર પણ મળવાનું કારણ શું છે તેના ઘણાબધા કારણો છે એક કારણ એ છે કે આંખના લેન્સનો વક્ર જાડો અથવા પાતળો થાય છે દાખલા તરીકે અહીં પાવર ઓછો મળે છે કારણકે આંખના લેન્સનો વક્ર પાતળો રહે છે તેજ રીતે અહીં આંખના લેન્સનો વક્ર જાડો રહે છે હવે બીજું શક્ય કારણ એ છે કે કનીનિકા સામાન્ય કરતા વધુ અને કનીનિકા સામાન્ય કરતા ઓછી મળે પરંતુ આ બધી ખામીને નિવારવા માટે યોગ્ય લેન્સનો ઉપયોગ કરી શકાય આપણે આ બધી માહિતીને યાદ રાખવાની નથી કારણકે તે કિરણ આકૃતિ દોરીને સમજી શકાય છે આથી આ બધી ખામી ઓછા પાવર અથવા વધુ પાવર ના કારણે થાય છે પછી આપણે શોધી શકીએ કે કયું કોના કારણે થાય છે અને તેને નિવારવા ક્યાં લેન્સનો ઉપયોગ કરીશું