If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પ્રેસબાયોપિઆ

ચાલો પ્રેસબાયોપિઆના લક્ષણો અને થવાના કારણો વિશે સમજ મેળવીએ. તદુપરાંત આપણે જોઈશું કે કઈ રીતે બાયફોકલ દ્વારા તેનું નિવારણ કરી શકાય. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

તમે એવો કાંચ જોયો છે જેમાં બંને પ્રકાર ના લેન્સ હોય તેમને બાયફોકલ લેન્સ કહેવામાં આવે છે શા માટે લોકો તેનો ઉપયોગ કરે છે આંખની ખામી જેને પ્રેસબાયોપિઆ કહેવાય છે તેનું નિવારણ કરવા માટે લોકો તેને પહેરે છે આ પ્રમાણે આ ખામી માં તેઓ નજીક ની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી તમે આ ખામી ની જેમ જ આંખ ની વધુ એક ખામી ગુરુ દ્રષ્ટિ ની ખામી અથવા હાયપરમેટ્રૉપિયા વિષે શીખીયા તે ખામી માં લોકો દૂરની વસ્તુ જોઈ શકે છે પરંતુ નજીક ની વસ્તુ જોઈ શકતા નથી અસર બંને ની સમાન છે પરંતુ થવા નું કારણ જુદું જુદું છે તેથી તેમને જુદી રીતે નામ આપ્યું છે પ્રેસબાયોપિઆ થવા નું કારણ આંખ ની સમાંવેશ ક્ષમતા માં આંખ ની સમાવેશ ક્ષમતા માં ઘટાડો છે આંખ ની સમાવેશ ક્ષમતા માં ઘટાડો આપણે તેને વિગતવાર સમજીએ હવે આંખ ની સમાવેશક્ષમતા એટલે શું આંખ ની સમાવેશક્ષમતા એટલે જુદા જુદા અંતરે આપણી આંખ વડે નક્કી થતી દ્રષ્ટિ ક્ષમતા ઉદાહરણ તરીકે તમે દૂર મુકેલી કોઈ વસ્તુ ને જુઓ છો આ પ્રમાણે વસ્તુ પરથી સમાંતર પ્રકાશ ના કિરણો આપત થાય છે અને આ કિરણો રેટિના આગળ ભેગા થાય છે નોંધો કે વળાંક ઓછો હોવો જોઈએ તેથી ઓપ્ટિકલ પાવર ખુબ ઓછો હોવો જોઈએ પરિણામે આપણી આંખને આરામ મળશે પરંતુ આપણે ખુબ નજીક ની વસ્તુ ને જોઈએ તો આપત કિરણો વી કેન્દ્રિત થાય છે તેમને રેટિના આગળ કેન્દ્રિત કરવા માટે વધુ વળાંક ની જરૂર પડે તેથી વધુ ઓપ્ટિકલ પાવર ની જરૂર પડે આ ક્રિયા સિલિયરી સ્નાયુ વડે થાય છે જેને આકૃતિ માં દર્શાવ્યા નથી સિલિયરી સ્નાયુ લેન્સ નું સંકોચન કરે અને તેની વક્રતા વધારે તેથી ઓપ્ટિકલ પાવરમાં વધારો થાય આ બાબત ને સમાવેશક્ષમતા કહે છે હવે ધારો ને આંખની સમાવેશક્ષમતા નબળી પડી છે ધારો કે લેન્સ ની સ્થિતિ સ્થાપકતા માં ઘટાડો થયો છે તો શું થશે જો તમે કોઈ દૂર ની વસ્તુ ને જોતા હોય તો આપણી આંખ ને આરામ મળશે ત્યાં કોઈ ખામી હશે નહિ પરંતુ જયારે વસ્તુ નજીક આવે ત્યારે આંખ ના લેન્સ માં ખામી સર્જાઈ કારણકે લેન્સ ની સ્થિતિ સ્થાપકતા ગુમાવી હવે લેન્સ નું વધારે સંકોચન થશે નહિ પરિણામે ઓપ્ટિકલ પાવર માં વધારો થશે નહિ પરિણામે પ્રકાશ ના કિરણો જરૂરિયાત પ્રમાણે વળશે નહિ અને તેથી તે રેટિના આગળ ભેગા થશે નહિ આ કારણે આપણે નજીક ની વસ્તુ ઓ ને જોઈ શકીએ નહિ આમ પ્રેસબાયોપિઆ થવા નો કારણ આંખ ની સમાવેશક્ષમતા માં ઘટાડો છે જો આપણે ગુરુદ્રષ્ટિ ની ખામી વિષે વાત કરીએ અથવા લઘુદ્રષ્ટિ ની ખામી વિષે ચર્ચા કરીએ ત્યારે આંખની સમાવેશક્ષમતા ને કારણે કઈ થતું નથી આ ખામીઓ લેન્સ ના અસામન્ય આકાર ને કારણે ઉદભવે છે આપણે તેના વિષે અગાવ ના વિડિઓ માં જોઈ ગયા તમે તે વિડિઓ જોઈને ફરીથી અહીં આવી શકો ટૂંકમાં પ્રેસબાયોપિઆ સમાવેશક્ષમતાના ઘટાડા ના કારણે થાય છે જયારે લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિ ની ખામી નેત્રમણિ ના અસામાન્ય આકાર ને કારણે થાય આ બે ખામીઓ અને પ્રેસબાયોપિઆ વચ્ચે વધુ એક તફાવત છે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ ની ખામી વારસાગત છે તથા તમને કદાચ લઘુ દ્રષ્ટિ અથવા ગુરુ દ્રષ્ટિ ની ખામી હોય પણ શકે અને ન પણ હોય પરંતુ મોટા ભાગ ના લોકો માટે પ્રેસબાયોપિઆ ને અવગણી ન શકાય પ્રેસબાયોપિઆ નો વારસાગત સાથે કોઈ સંબંધ નથી યુવાન અવસ્થા માં તમારી આંખો સારી હોય અને 40 વર્ષ પછી આંખ ની સ્થિતિ સ્થાપકતા માં વધારો થાય સિલિયરી સ્નાયુઓ નબળા પડી શકે હવે તેનું નિવારણ કઈ રીતે કરી શકાય તેના માટે આપણે જયારે નજીક ની વસ્તુ જોઈએ ત્યારે વધારા નો પાવર અથવા અભિસારી પાવર આપવો પડે અહીં આ બાબત બાયફોકલ લેન્સ વડે મેળવી શકાય અહીં જે નીચેનો કાંચ છે તે અભિસારી લેન્સ છે આ નીચે ના કાંચ ને અભિસારી લેન્સ કહેવામાં આવે છે અભિસારી લેન્સ જે જરૂર પડતા વધારા નો પાવર આપે છે અહીં તે નીચે ની બાજુએ એટલા માટે ગોઠવ્યો છે કારણકે જયારે આપણે નજીક ની વસ્તુ જોઈએ ઉદાહરણ તરીકે જયારે આપણે કંઈક વાંચીએ તો આપણી આંખ નીચે ની બાજુ એ હશે અને જયારે તમે દૂરની વસ્તુ એ જુઓ ત્યારે કાંચ ના આ ભાગ નો ઉપયોગ કરશો તેથી ઉપર નો ભાગ એ દૂરની દ્રષ્ટિ ની ખામી ને નિવારવા માટે વપરાઈ છે ઉદાહરણ તરીકે જો આપણને લઘુદ્રષ્ટિ ની ખામી હોય તો કાંચ નો આ ભાગ તેનો નિવારણ કરશે પરંતુ જો તમને કોઈ ખામી ન હોય તો તમને ઓપ્ટિકલ ની સહાય ની જરૂર નથી કાંચનો આ ભાગ સીધો હશે તેથી આ રીતે બાયફોકલ પ્રેસબાયોપિઆ અને દૂરની ખામી નું નિવારણ કરવા માટે વપરાઈ છે હવે આ બાયફોકલ કાંચ જોવા મળતા નથી તેના બદલે પ્રોગ્રેસિવ ગ્લાસેસ વપરાઈ છે તેમાં આ રીતે 2 જુદા જુદા લેન્સ હોતા નથી એક જ લેન્સ હોય છે જે વક્રતા માં ફેરફાર કરે નીચા ના ભાગની વક્રતા પ્રેસબાયોપિઆ માટે અને ઉપર ના ભાગની વક્રતા માયોપિઆ ખામી માટે અથવા બીજી ખામી માટે વપરાઈ છે