મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 10 ભૌતિક વિજ્ઞાન (ભારત)
મનુષ્યની આંખની રચના
ચાલો આપણે મોટાભાગના આંખના ભાગો વિશે સમજ મેળવીશું, અને દરેકનું કાર્ય સમજીશું. Mahesh Shenoy દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે આંખથી આજુબાજુ ના સુંદર દ્રશ્ય જોઈ શકીએ છીએ આ વિડિઓ માં આપણે આંખની રચના વિશે જોઈશું જે ઘટકો આંખને બનાવે છે જયારે આપણે આપણાં ચહેરા તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે ચિત્ર માં દર્શાવ્યા મુજબ નો ચહેરો દેખાય છે પરંતુ જો આપણે માત્ર આંખ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ અને આ આજુબાજુ ની તમામ ચામડી ને અવગણીએ અને નીચેની તરફ દ્રષ્ટિ કરીએ તો આપણને એક દડા આકાર નો મણી જોવા મળશે જેને સામાન્ય રીતે નેત્રમણી કહેવામાં આવે છે તેથી નેત્રમણી કંઈક આ પ્રકારનો દેખાશે હવે આ નેત્રમણી ને બાજુએ થી નિહાળીએ અને ધારો કે તે પારદર્શક છે જેથી આપણે તેની અંદર ની બાજુએ જોઈ શકીએ જો આપણે તેને બાજુએ થી નિહાળીએ તો તે કંઈક આ પ્રમાણે નો દેખાશે હવે આપણે આંખની અંદર ના ભાગ ને જોઈ શકીએ અને તે દરેક શું કાર્ય કરે છે એ પણ જોઈશું આપણે ચિત્રમાં દર્શાવેલ આ ભાગથી શરૂઆત કરીએ અહીં આ ભાગ તેને આઈરીસ કહેવામા આવે છે જયારે લોકો આંખના રંગ વિશે વાત કરે ત્યારે તેઓ આઈરીસ ના રંગ વિશે વાત કરી રહ્યા હોય છે જયારે પ્રકાશ આપણી આંખ માં પ્રવેશે છે કંઈક આ પ્રમાણે ત્યારે તે આઈરીસ પર પડે છે પ્રકાશ આપણી આંખ માં આ પ્રમાણે પ્રવેશે અને તે આઈરીસ ઉપર પડે અને ત્યાર બાદ તે પરાવર્તન પામે છે તે કંઈક આ પ્રમાણે પરાવર્તન પામશે અને આઈરીસ જે રંગના વર્ણક થી બનેલ હોય તે રંગના પ્રકાશનું પરાવર્તન કરે આ ઉધારણમાં તે લીલો છે તેથી આપણે કહી શકીએ કે આ વ્યક્તિની આંખનો રંગ લીલો છે ઉધારણ તરીકે મારી આંખ માં તે કથઈ છે તેથી મારી આઈરીસ કથઈ રંગના પ્રકાશનું પરાવર્તન કરશે અને તેથી મારી આંખનો રંગ કથઈ છે પરંતુ ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે આઈરીસ ના મુખ્ય ભાગમાં કાળા જેવો ભાગ દેખાય છે જેને કિકી તરીકે ઓળખવામાં આવે છે અહીં આ જે કાળા જેવો ભાગ છે તેને કિકી તરીકે ઓળખવામાં આવે છે આપણે અહીં જોઈ શકીએ છીએ કે પ્રકાશ કિકી માંથી થયીને આપણી આંખમાં પ્રવેશે છે જેથી આપણે આજુબાજુની વસ્તુઓને જોઈ શકીએ હવે આ આઈરીસનું ખુબ જ અગત્યનું કાર્ય છે અને તે કાર્ય કિકી ના કદ ને નિયત્રિત કરવાનો છે અને તેજ કારણથી દિવસ દરમિયાન અથવા તો પ્રકાશની ત્રિવ્રતા વધુ હોય ત્યારે પ્રકાશના ઘણા બધા કિરણો એક સાથે આંખ પર પડે છે આપણે એવું નથી ઈછતા કે ઘણા બધા પ્રકાશના કિરણો એક સાથે આપણી આંખમાં પ્રવેશે કારણકે આ પરીસ્તિથી માં આપણી આંખના કોષોને નુકસાન થયી શકે તો આ પરીસ્તિથી માં આપણે શું કરી શકીએ આ આઈરીસ કીકીના કદને ઘટાડે છે જેથી આંખમાં માત્ર જરૂરિયાત મુજબનો જ પ્રકાશ પ્રવેશી શકે બીજી રીતે જોઈએ તો જો પ્રકાશની માત્ર ખુબ ઓછી હોય ધારોકે સાંજના કે રાત્રીના સમયે અથવા આપણે અંધારા ઓરડામાં હોઈએ ત્યારે પ્રકાશના ખુબ ઓછા કિરણો આપણી આંખ પર પડે છે આ સંજોગોમાં કિકી પહોળી થવી જોઈએ નહીંતર આપણે કશું પણ જોઈ ન શકીએ આપરીસ્તિથીમાં આઈરીસ કીકીના કદને વધારે છે જેથી વધુ પ્રકાશ આંખમાં પ્રવેશી શકે આ પ્રયોગ તમે તમારા ઘરે કરી શકો તમે અંધારા ઓરડામાં અરીસા સામે ઉભા રહો તમારી કિકી ને જોશો તો તે મોટી લાગશે અને પછી તમારી આંખ પર બેટરી ની મદદ થી પ્રકાશ પાડો તો તમારી કિકી કદ માં નાની થથી લાગશે હવે આપણે આગળ વધીએ અને આંખના બીજા ભાગો વિશે સમજ મેળવીએ આ આઈરીસ ને દૂર કરીએ અને આઈરીસ ના જ એક વિભાગ ને લઈએ જે કંઈક આ પ્રમાણે દેખાશે આ રીતે અહીં આ વચ્ચે ના કાણા સાથે આઇરીસ છે હવે આંખની આગળ ના ભાગ માં અહીં આ ઉપસેલા ભાગને કનિનીકા કહે છે અહીં આ ભાગને કનિનીકા એટલે કે કોર્નિયા કહે છે આપણે આ આકૃતિમાં લેન્સ ને એટલે કે નેત્રમણિ ને જોઈ શકીએ છીએ આપણે અહીં આ ભાગને લેન્સ અથવા તો નેત્રમણિ કહીશું હવે આ કનિનીકા અને નેત્રમણિ વચ્ચેની આ જગ્યામાં પાણી જેવું પ્રવાહી આવેલું હોય છે જેને જલીય પ્રવાહી કહે છે અહીં આ જલીય પ્રવાહી છે અને તે પાણી જેવું છે તેને જલીય કહીએ છે કારણકે તે પાણી નું બનેલું છે હવે જો તમે કાળજી પૂર્વક નિરીક્ષણ કરશો તો તમને જણાશે કે આ કનિનીકા જલીય પ્રવાહી અને નેત્રમણિ એ ત્રણે ભેગા થઈને બહિર્ગોળ રચના ત્યાર કરે છે આમ કનિનીકા અને નેત્રમણિ ભેગા મળીને અભિસારી બનાવે છે જેથી તમે જયારે પણ કોઈ ચોક્કસ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો ત્યારે અભિસારી નેત્રમણિ એટલે કે અભિસારી લેન્સ નું કાર્ય એ છે કે વસ્તુ પરથી આવતા પ્રકાશને આંખની પાછળ ના ભાગ માં કેન્દ્રિત કરવું કારણકે આંખની પાછળ ના ભાગમાં ઘણા બધા પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય છે અહીં આંખની સંપૂર્ણ પાછળ નો ભાગ જેને હું લાલ રંગ વડે દર્શાવી રહું છું અહીં આ ભાગ સંપૂર્ણ રીતે પ્રકાશ સંવેદિત કોષોથી ભરાયેલો હોય છે તમે જેને આકૃતિ માં લાલ રંગ થી જોય શકો છો અહીં આ સમગ્ર રચનાને રેટિના કહેવામાં આવે છે આ ભાગને રેટિના તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકાશ સંવેદિત કોષો માંથી આછાદિત ભાગને નેત્ર પટલ કહેવામાં આવે છે આમ કોઈ પણ વસ્તુ ને સ્પષ્ટ જોવા માટે તે વસ્તુમાંથી આવતો પ્રકાશ રેટિના પર કેન્દ્રિત થવો જોઈએ જો તેવું ન બને તો આપણને તે ઝાંખું દેખાશે અને આ કોષો શું કાર્ય કરશે આ કોષો તેમના પર પડતા પ્રકાશનું વિદ્યુત માં રૂપાંતર કરે અને અંતે આ તમામ વિદ્યુત સંદેશાઓને નેત્ર પટલ ચેતા કોષોની મદદથી મગજ સુધી પોહચાડે આમ એવા ચેતાકોષો છે જે વિદ્યુત સંદેશાઓને નેત્ર પટલ થી મગજ સુધી લઇ જાય છે આવા ચેતા કોષો ના સમૂહને ને પ્રકાશીય ચેતા પ્રકાશીય ચેતા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર બાદ આપણું મગજ આ વિદ્યુત સંદેશાઓ ને પ્રાપ્ત કરીને તેના પર ઘણી બધી જટિલ પ્રક્રિયાઓ કરીને પ્રકાશના કિરણો ક્યાંથી આવ્યા તે જાણીને આપણી આજુબાજુનું પ્રતિબિંબ ત્યાર કરે આ સમગ્ર પ્રક્રિયા ખુબ જટિલ છે આપણું મગજ ખુબજ જટિલ હોવા છતાં આશ્રર્યજનક અને સુંદર બાબત એ છે કે આ બધું તે કેવી રીતે કરે છે હવે આ નેત્ર પટલ અને નેત્રમણિ વચ્ચેની જે જગ્યા છે અહીં આ જગ્યા જેમાં જેલી જેવો પારદર્શક પદાર્થ છે નેત્ર પટલ અને નેત્રમણિ વચ્ચેની અહીં આ જગ્યામાં જેલી જેવો પારદર્શક પદાર્થ છે અને તેને વીટરસ હ્યુમર તરીકે ઓળખવામા આવે છે વીટરસ શબ્દ નો અર્થ એ થાય કે કાચ જેવો દેખાવ કે કાચનો પ્રકાર જોકે તે કાચનો બનેલ નથી તે કાર્બનિક પદાર્થ માંથી બનેલો છે પરંતુ કાચ જેવો જ પારદર્શક છે આમ તે જેલી જેવો પારદર્શક પદાર્થ છે અને તેનું કાર્ય આપણી આંખના આકારને જાણવી રાખવાનું છે હ્યુમર વગર આપણી આંખ દબાણ ને કારણે સહેલાઇ થી ચબડાઈ જવાની સંભાવના છે માટે અહીં આ ભાગને વીટરસ હ્યુમર તરીકે ઓળખવામાં આવે છે તે જેલી જેવો પારદર્શક પદાર્થ છે અને આ જલીય પ્રવાહી એ પણ પારદર્શક પદાર્થ છે પરંતુ તે જલીય પ્રકારનો પદાર્થ છે હવે આપણે છેલી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે તંતુ જેવી રચના કે જે આપણા નેત્રમણિ ને પોતાની જગ્યાએ જકડી રાખે છે તેને સિલીયરી સ્નાયુઓ તરીકે ઓળખવામાં આવે છે અહીં આ ભાગ જેને સિલીયરી સ્નાયુ કહે છે અને તેનું કાર્ય પણ અગત્ય નું છે તેનું કાર્ય નેત્રમણિ ના આકારને બદલવાનું છે આપણને તેની શા માટે જરૂર છે તેની જરૂર એટલા માટે છે કે આપણે જે વસ્તુને જોઈએ છીએ તે કેટલી દૂર છે અને તેના આધારે લેન્સના પાવર ને બદલી શકાય આપણે કેટલાક પ્રકાશના કિરણોને દોરીને સમજીએ ધારોકે આપણે ખુબજ દૂરની વસ્તુને જોઈએ છીએ તેથી વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો કંઈક આ પ્રમાણે એકબીજાને સમાંતર હશે અને તે વસ્તુ ને સ્પષ્ટ જોવા માટે કિરણો કંઈક આ પ્રમાણે રેટિના પર કેન્દ્રિત થવા જોઈએ આ રીતે તેથી અહીં આ કિરણ આકૃતિ કંઈક આ પ્રમાણે ની જોવા મળશે હવે અહીં તે કેટલું વળશે તે અગત્ય નું છે નોંધો કે કિરણો આટલું વળાંક લેશે તો જ તેવો રેટિના પર ભેગા થશે અને આ વળાંક અભિસારી લેન્સ વડે મેળવી શકાય હવે ધારો કે તે વસ્તુ નજીક છે તેથી તે કંઈક આ પ્રમાણે દેખાશે ધારોકે વસ્તુ નજીક છે તે જ સમાન વસ્તુ કંઈક આ પ્રમાણે નજીક આવે છે આ રીતે તો તેને સ્પષ્ટ જોવા માટે પ્રકાશના કિરણો આ રીતે રેટિના પર કેન્દ્રિત થવા જોઈએ તેથી તે કિરણો બદલાશે નહિ પરંતુ આપાત કિરણ હવે વિકેન્દ્રિત થશે પરિણામે આપણે જોઈશું કે અહીં આ વળાંક મોટો થશે તેથી જયારે વસ્તુ નજીક આવે ત્યારે તેના વળાંક પર ધ્યાન આપો આપણે અહીં જોઈ શકીએ કે આ વળાંક મોટો મળે છે એટલે કે વધુ વક્રીભવન થાય અર્થાત વધુ ઓપ્ટિકલ પાવર ની જરૂર પડે તેથી જયારે વસ્તુ નજીક હોય ત્યારે વધુ ઓપ્ટિકલ પાવર ની જરૂર પડે તથા વધુ વળાંક મળે અને જયારે વસ્તુ દૂર હોય ત્યારે ઓછો ઓપ્ટિકલ પાવર મળે અને ઓછો વળાંક મળશે નોંધો કે વસ્તુ કેટલી દૂર છે તેના આધારે આપણી આંખ પાવર બદલી શકે અને આ કાર્ય સિલિયરી સ્નાયુ વડે થાય છે તેથી વસ્તુ જયારે દૂર હોય ત્યારે જરૂરી પાવર ઓછો અને જરૂરી લેન્સની વક્રતા પણ ઓછી મળે આ બાબત માં સિલિયરી સ્નાયુને આરામ મળશે પરંતુ જયારે વસ્તુ નજીક હશે ત્યારે જરૂરી પાવર વધારે મળશે અને સિલિયરી સ્નાયુઓ લેન્સની વક્રતા માં વધારો કરશે પરિણામે ઓપ્ટિકલ પાવર વધશે તેથી આપણી આંખ દૂર રહેલી વસ્તુ ના અંતર ને આધારે લેન્સની વક્રતામાં ફેરફાર કરે છે અને તે કાર્ય સિલિયરી સ્નાયુ વડે થાય છે આમ સિલિયરી સ્નાયુઓ લેન્સના આકારને બદલીને લેન્સ ના પાવર ને બદલે છે અને તે ઘટનાને સમાવેશ ક્ષમતા કહે છે આ ઘટનાને સમાવેશ ક્ષમતા કહેવામાં છે આપણે ભવિષ્યના વિડિઓ માં તેના વિશે વધુ માહિતી મેળવીશું ટૂંકમાં સમજીએ કાનિનીકા અને આ જલીય પ્રવાહી ભેગા મળીને અભિસારી લેન્સ બનાવે તેનું કાર્ય કિરણોને રેટિના પર કેન્દ્રિત કરવાનું છે નેત્રપટલ પ્રકાશ સંવેદિત કોષો ધરાવે છે જે પ્રકાશને વિદ્યુતમાં રૂપાંતર કરે અને આ વિદ્યુત સંદેશાઓનું વહન પ્રકાશીય ચેતા વડે થાય અને તે સંદેશાને મગજ સુધી પોહચાડે જેલી જેવો પદાર્થ આંખનો આકાર જાણવી રાખે છે આઈરીસ કિકી ના કદને બદલે છે જેના કારણે આંખમાં પ્રવેશતા કિરણોની સંખ્યાનું નિયમન થાય છે અને સિલિયરી સ્નાયુઓ અંતર ને આધારે આપણી આંખના ઓપ્ટિકલ પાવરનું નિયમન કરે છે