મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 4
Lesson 8: મૂળભૂત વિકલનના નિયમોવિકલિતનો પાયાનો નિયમ: ત્રુટિ શોધો
સલ સુરેખ વિધેયનું વિકલ લેવા માટે વિદ્યાર્થીએ કરેલા બે પ્રયત્નોનું નિરીક્ષણ કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહી બે જુદા જુદા ઉદાહરણ આપ્યા છે અને કોઈકે પદાવલીનું વિકલિત શોધવાનો પ્રયત્ન કર્યો છે ડાબી બાજુના દાખલામાં અવનીએ મૂળભૂત વિકલનના નિયમનો ઉપયોગ કરીને 7 - 5xનું વિકલિત શોધવાનો પ્રયત્ન કર્યો તેણીએ આ રીતે ઉકેલ્યું હતું જમણી બાજુ હનીએ મૂળભૂત વિકલનના નિયમનો ઉપયોગ કરીને -3 + 8xનું વિકલિત શોધવાનું પ્રયત્ન કર્યું અને તેણીએ આ રીતે ઉકેલ્યું આ વિકલનના નિયમનો ઉપયોગ કરીને બે જુદા જુદા દાખલા ખાન એકેડેમી પર છે આપણે સાઈડ બાય સાઈડ તેને ઉકેલીએ જેથી દરેકે સાચું કર્યું છે કે ખોટું તેની ખબર પડે આ પદાવલીમાં એક અચળ પદ અને એક ઘાત વાળું પદ છે અવનીના દાખલાને જોઈએ પહેલા સ્ટેપમાં તેને 7નું અલગથી વિકલિત લીધું છે અને પછી 5xનું અલગથી વિકલિત લીધું છે પરંતુ અહી માઈનસની નિશાનીનું શું થયું તેણીએ કદાચ આ રીતે કરવું જોઈએ d /dx ઓફ 7 - d /dx ઓફ 5x તફાવતનું વીકલિત એ વિકલિતનો તફાવત છે તે ગુણધર્મ આપણે જોયો હતો અથવા તે આ રીતે પણ લખી શકતે d /dx ઓફ 7 + d /dx ઓફ -5 આ પ્રમાણે અહી આ બંને બાબત આ બાબતને સમાન જ છે પરંતુ તે અહી માઈનસની નિશાની મુકવાનું ભૂલી ગઈ હશે માટે અહી પહેલા સ્ટેપમાં ભૂલ છે હવે પછીના સ્ટેપ જોઈએ અને તેમાં ભૂલ કરી છે કે નહિ તે ચકાસીએ અહી અચળ પદનું xની સાપેક્ષે વિકલિતમાં કોઈ ફેરફાર થતું નથી તેથી તેનું વિકલિત 0 થાય અને 5xનું xની સાપેક્ષે વિકલિત આપેલું છે યાદ રાખો કે અહી -5x હોવું જોઈએ અથવા -5xનું વિકલિત ત્યાર બાદ તેને આ 0ને દુર કર્યું અને આ અચળ પદને આગળ લીધું અચળ ગુણ્યા કોઈ પણ પદનું વિકલિત બરાબર અચળ પદ ગુણ્યા તે પદનું વિકલિત અને પછી તેને xનું xની સાપેક્ષે વિકલિત લીધું જેના = 1 મળે અને તે સાચું છે જો આપણી પાસે તે y = xનો આલેખ હોય તો તેનો ઢાળ 1 મળે અથવા xની સાપેક્ષે xમાં થતા ફેરફારનું દર શું મળે તે આપણને 1 જ મળશે અને 5 ગુણ્યા 1 = 5 થાય અવનીએ કયા સ્ટેપમાં ભૂલ કરી હતી અવનીએ પ્રથમ સ્ટેપમાં ભૂલ કરી હતી અહી આ માઈનસ હોવું જોઈએ માટે આ પણ માઈનસ હોવું જોઈએ અને તેથી આ પણ માઈનસ થશે ત્યાર પછીના સ્ટેપમાં આ પણ માઈનસ આવે અને અંતે આપણો જવાબ -5 થશે હવે હનીએ ઉકેલેલા દાખલાને જોઈએ તેને કોઈ ભૂલ કરી છે કે નહિ તે ચકાસીએ અહી આ પદાવલી આને સમાન જ છે સૌપ્રથમ તેને અચળનું વિકલિત લીધું + પ્રથમ ઘાત ઘરાવતા પદનું વિકલિત લીધું અચળ પદનું વિકલિત 0 થાય જે બરાબર છે + પ્રથમ ઘાત ધરાવતા પદનું વિકલિત પરંતુ અહી તેણે ધાર્યું કે ગુણાકારનું વિકલિતએ વીકલિતનું ગુણાકાર થાય જે સાચું નથી જે સાચું નથી જયારે પણ અચળ પદ ગુણ્યા કોઈક પદ આખાનું વિકલિત લેવાનું હોય ત્યારે તેના = અચળ પદ ગુણ્યા તે પદનું વિકલિત થાય આ પ્રમાણે આ સાચી રીત છે xની સાપેક્ષે xનું વિકલિત 1 થાય અહી આ 1 થશે અને તેને સાદુરૂપ આપતા જવાબ 8 મળે પરંતુ અહી તેણીએ અચળ પદનું વિકલિત ગુણ્યા xનું વિકલિત વિધુ છે જે સાચું નથી ભવિષ્યમાં તમે ગુણાકારનો નિયમ શીખસો પરંતુ તેને અહી લાગુ પડી શકાય નહિ કારણ કે એક પદ અચળ છે માટે હનીએ આ સ્ટેપમાં ભૂલ કરી અહી જવાબ 8ને બદલે તેણીએ 8નું વિકલિત 0 લીધું અને પછી xનું વિકલિત 1 માટે તેને જવાબ 0 મળે જે સાચું નથી આમ તેણીએ ત્રીજા સ્ટેપમાં ભૂલ કરી અને અવનીએ પ્રથમ સ્ટેપમાં ભૂલ કરી.