મુખ્ય વિષયવસ્તુ
u-આદેશની રીત: સંમેય વિદ્યેય
u-આદેશની રીતનો ઉપયોગ કરીને બીજું ઉદાહરણ. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે અહીં 4x નો ઘન છેદમાં x ની 4 ઘાત + 7 નું નિયત સંકલિત શોધવા માંગીએ છીએ અહીં મહત્વની બાબત એ છે કે તમારી પાસે આ પદાવલિ x ની 4 ઘાત + 7 છે અને તેનું વીકલીત પણ છે x ની 4 ઘાત + 7 નું વીકલીત 4 x નો ઘન થાય અને 7 નું વીકલીત 0 થાય તેથી સૌથી મોટી હિન્ટ એ છે કે આપણે u આદેશની રીતનો ઉપયોગ કરી શકીએ હું તેને અહીં લખીશ u આદેશની રીત એટલે કે u સબટીટ્યુશન પરંતુ આપણે u = શું લઇ શકીએ હવે જે પદાવલીનું વીકલીત તમને અહીં સંકલિતમાં આપ્યું હોય તેને તમે u તરીકે લઇ શકો માટે u બરાબર x ની 4 ઘાત + 7 હવે x ની સાપેક્ષે u નું વીકલીત શું થશે du બરાબર x ની સાપેક્ષે x ની 4 ઘાત + 7 નું વીકલીત x ની 4 ઘાતનું વીકલીત 4x નો ઘન થાય અને પછી 7 નું વીકલીત 0 થાય ગુણ્યાં dx મેં અહીં તેને વિકલ સ્વરૂપમાં લખ્યું છે તમે આના બરાબર આ રીતે પણ લખી શકો du ના છેદમાં dx x ની સાપેક્ષે u નું વીકલીત = 4x નો ઘન અહીં આ બંને વિધાનો સમાન છે અહીંથી અહીં જવા તમે બંને બાજુ dx વડે ગુણી શકો હવે આપણે આ સંકલિતને ફરીથી લખીએ સંકલિતમાં 4x નો ઘન dx છેદમાં x ની 4 ઘાત + 7 હવે તમને સમજાઈ જશે કે આમાંથી u કયું છે અને du કયું છે અહીં આ x ની 4 ઘાત + 7 u થશે અને 4x નો ઘન dx du થશે માટે આપણે આ સંકલિતને ફરીથી લખીએ સંકલિતમાં du ના છેદમાં u અથવા તેને આ પ્રમાણે પણ લખી શકાય સંકલિતમાં 1 ના છેદમાં u du હવે તેનું પ્રતિ વીકલીત શું થશે તેના બરાબર નેચરલ લોગ ઓફ માનંકમાં u થશે હું અહીં તેની નિરપેક્ષ કિંમત લઈશ કારણ કે તે u ની ઋણ કિંમતો માટે પણ કામ કરશે + c હવે આપણે u ની કિંમત ફરીથી અહીં મૂકીએ માટે તેના બરાબર નેચરલ લોગ ઓફ માનંકમાં u = x ની 4 ઘાત + 7 + c આમ આપણે પૂરું કર્યું આ આપણો જવાબ થશે