If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કોણીય માપન 2

નાના ત્રિકોણનું સરળીકરણ

કોણીય માપનનો ઉપયોગ કરીને ગણતરી ઝડપી બનાવવાની એક અગત્યની રીત છે. આ એક રસપ્રદ તરીકે છે જેનાથી બધા જ અવકાશયાત્રીઓ પરિચિત છે. આ ત્યારે લાગુ પડે જયારે આપણે જે ખૂણાનું નિરીક્ષણ કરી રહ્યા છીએ તે ખુબ નાનો હોય (1 ડિગ્રી કરતા ખુબ નાનો). જયારે અવકાશી પદાર્થ સાથે કામ કરતા હોઈએ ત્યારે આ પરિસ્થિતિ હંમેશા હોય.
નાના ત્રિકોણ પાસે બાજુની લંબાઈ છે જે તેની ઊંચાઈને લગભગ સમાન જ છે. પહોળા ત્રિકોણ સાથે સરખામણી કરો જેની પાસે ઊંચાઈની સરખામણીમાં બાજુઓ ઘણી લાંબી છે. હવે અહીં ટ્રીક છે. જો આપણે નાના ત્રિકોણ સાથે કામ કરતા હોઈએ તો આપણે ધારી શકીએ કે તેઓ કાટકોણ ત્રિકોણ છે અને અંતર માટે ઉકેલવા ત્રિકોણમિતિનો ઉપયોગ કરી શકીએ. ચાલો પુનરાવર્તન કરીએ.

નવી ટૂંકી રીત

જો કોઈ પદાર્થ પાસે ખુબ જ નાનું કોણીય કદ, θ, હોય, તો
tan(θ)θ=dD  (રેડિયન)
જ્યાં, d = વ્યાસ અને D = અંતર.
1 રેડિયન = 57.3 ડિગ્રી = 57.3×3600=206265 આર્કસેકન્ડ
આ આપણને સમીકરણ આપે છે જે આપણે વારંવાર જોઈએ છીએ:

θarcseconds=(dD)×206265

પછીના મહાવરામાં તેનો પ્રયત્ન કરીએ!