If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દ્રષ્ટિસ્થાન ભેદનો પરિચય

કૂદકા મારતી આંગળી

આંગળી પકડો અને બેકગ્રાઉન્ડમાં રહેલી વસ્તુ પર ધ્યાન આપો. બેકગ્રાઉન્ડમાં સામે જોતા એક સમયે તમારી ડાબી અને જમણી આંખ વારાફરતી ખોલો। તમે શોધશો કે તમારી આંગળી આગળ અને પાછળ કૂદકા મારે છે (અથવા બેમાં વિભાજીત થાય છે). આ દ્રષ્ટિસ્થાન ભેદની અસર છે:
Image Credit: Brit Cruise
બે જુદા જુદા દ્રષ્ટિ બિંદુ પરથી પદાર્થને જોતા થતું શિફ્ટ એ દ્રષ્ટિસ્થાન ભેદ છે. પછી, જયારે તમે તમારી ડાબી અને જમણી બાજુની આંખને વારાફરતી ખોલો અને બંધ કરો ત્યારે ચહેરા પરથી હાથને ધીમે ધીમે ખેંચો।શું બે ચિત્ર વચ્ચેની જગ્યા બદલાય છે?
હા: અંતર વધારે, તેમ જગ્યા ઓછી.
તમારી આંગળી દર્શાવતું લાલ ટપકું અને દૂરનું બેકગ્રાઉન્ડ દર્શાવતા ઝાડ સાથે નીચે એક આકર્ષક ઉદાહરણ છે. શું થાય છે તે જોવા માટે તમારી આંખની નજીક લાવવા અને દૂર લઇ જવા લાલ ટપકાં પર ક્લિક કરો અને ડ્રેગ કરો. તમારી આંખ પાસેથી પસાર થવા/ન થવા c દબાવો:
દૂરની વસ્તુને આપણે કઈ રીતે માપી શકીએ તેના માટે આ સરળ ઉદાહરણ મહત્વનું છે. બેકગ્રાઉન્ડની જગ્યાએ જયારે તમે તમારી આંખને સીધી આંગળી તરફ રાખો તો શું થાય તે નોંધો (આ તમારી આંખને થોડી ક્રોસ કરશે). હવે બેકગ્રાઉન્ડ બે ચિત્રમાં વિભાજીત થાય છે જે તમારી આંગળી કેટલી દૂર છે તેના આધારે અલગ થયેલા છે.
જયારે આપણે પૃથ્વી પર જુદા જુદા સ્થાન પરથી સૂર્ય મંડળમાં આપણા પદાર્થને જોઈએ ત્યારે આ સમાન અસરનું જ નિરીક્ષણ કરીએ છીએ. આ પરિસ્થિતિમાં દૂરના તારા બેકગ્રાઉન્ડ તરીકે કામ કરે છે અને આપણી આંગળી દૂરના પદાર્થ વડે બદલાય છે, જેમ કે મંગળ. જો તમે પૃથ્વીની જુદી જુદી બાજુઓ પરથી મંગળના બે ચિત્ર જુઓ ત્યારે તમે જોશો કે સ્થાન બદલાય છે, બેકગ્રાઉન્ડના તારા નહિ. જુદા જુદા સ્થાન પરથી પદાર્થના નિરીક્ષણ પાસે આપણી આંખને ખુલ્લી અને બંધ કરવાની જેમ જ સમાન અસર છે, સિવાય કે તે હવે ખૂબ જ મોટા અંતર પર થાય છે.
બે જુદા જુદા માપક્રમ પર સમાન અસર
તેનો અર્થ થાય કે ચંદ્ર મંગળની સરખામણીમાં મોટું દ્રષ્ટિસ્થાન ભેદ દર્શાવે છે. નીચેના આકર્ષક ચિત્રનો ઉપયોગ કરીને તમારી જાતને આના માટે મનાવો. પૃથ્વી પરના જુદા જુદા સ્થાન પરથી દ્રષ્ટિસ્થાન ભેદની અસર જોવા માટે ગ્રહ પર ક્લિક કરો અને ડ્રેગ કરો અને ટાઈમ સ્લાઇડરને ખસેડો:
પડકારજનક પ્રશ્ન: શું આપણે ચંદ્ર સુધીનું અંતર માપવા દ્રષ્ટિસ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી શકીએ?