આ વિડીયો અને આર્ટીકલમાં તમે ધ્વનિ તરંગનો કંપવિસ્તાર, આવર્તકાળ, આવૃત્તિ, અને તરંગલંબાઈની આકૃતિમાં વ્યાખ્યાની સાથે, ધ્વનિ તરંગોનું પ્રસારણ આકૃતિમાં જોશો. તમે એ પણ શીખશો કે ધ્વનિની ઝડપ માધ્યમની લાક્ષણિકતાઓ પર આધાર કઈ રીતે રાખે છે. મેચ નંબર કઈ રીતે ધ્વનિ તરંગ કરતા વધુ ઝડપી છે તે બતાવે એ પણ તમે જોશો. તેમજ, ડેસીબલ માપક્રમ, ધ્વનિ શા માટે સોફ્ટ થાય છે, અને અલ્ટ્રાસાઉન્ડ મેડિકલ ઈમેજીંગ કઈ રીતે કામ કરે છે તે પણ શીખશો.
આ વિડીયો અને આર્ટીકલમાં તમે શીખશો કે ગતિ કરતો ધ્વનિનો સ્ત્રોત્ર અથવા ગતિ કરતા ધ્વનિના પરખયંત્રની માપયેલી આવૃત્તિમાં ડોપ્લર અસરના કારણે ફેરફાર કઈ રીતે થાય છે. તમે એ પણ શીખશો કે ગતિ કરતો ધ્વનિનો સ્ત્રોત્ર અથવા ગતિ કરતા ધ્વનિના પરખયંત્ર સાથે કામ કરતી વખતે ડોપ્લર અસરના સૂત્રનો ઉપયોગ કરીને નિરીક્ષણ કરાયેલી આવૃત્તિને કઈ રીતે ગણવી.
આપણે જે પણ પ્રકારની વાતચીત કરીએ છીએ તરંગ તેના માટે જવાબદાર છે. તમે મોટેથી વાત કરી રહ્યા હોવ અથવા તમારા ફોનમાં મેસેજ કરી રહ્યા હોવ, તે માહિતીનું પ્રસરણ તરંગ સ્વરૂપમાં થાય. આ એકમમાં તરંગ અને ધ્વનિના મૂળભૂત વિશે શીખો.