If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સ્થિત તરંગની સમીક્ષા

સ્થિત તરંગ હાર્મોનિક્સ કઈ રીતે શોધી શકાય તે સહીત સ્થિત તરંગ સંબંધિત મુખ્ય ખ્યાલ અને કૌશલ્યની સમીક્ષા.

મુખ્ય શબ્દ

પદ (સંજ્ઞા)અર્થ
સ્થિત તરંગતરંગો જે સમક્ષિતિજ ગતિ કર્યા વગર શિરોલંબ દિશામાં કંપન કરતા દેખાય છે. વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ત્યારે એકબીજા સાથે એકસમાન આવૃત્તિ અને કંપવિસ્તાર સાથે વ્યતીકરણ પામતા તરંગો પરથી રચાય છે.
નિષ્પંદ બિંદુઓસ્થિત તરંગ પરના સ્થાન જ્યાં તરંગ વિનાશક વ્યતીકરણના કારણે સમયગાળા દરમિયાન નિશ્ચિત સ્થાન પર જ રહે છે.
પ્રસ્પંદ બિંદુઓસ્થિત તરંગ પરના સ્થાન જ્યાં તરંગ મહત્તમ કંપવિસ્તાર સાથે કંપન કરે છે.
મૂળભૂત આવૃત્તિસ્થિત તરંગની ન્યૂનતમ આવૃત્તિ જેની પાસે સૌથી ઓછા નિષ્પંદ બિંદુઓ અને પ્રસ્પંદ બિંદુઓ છે.
હાર્મોનિકસ્થિત તરંગ જે મૂળભૂત આવૃત્તિનો ધન પૂર્ણાંક ગુણિત છે.

સ્થિત તરંગ હાર્મોનિક

તરંગ જે દોરડાં પર ગતિ કરે તે દોરડાંના છેડા પરથી પરાવર્તિત પામે છે. જો દોરડાંનો છેડો મુક્ત હોય, તો તરંગ જમણી બાજુ ઉપર પાછું ફરે. જો દોરડાંનો છેડો નિશ્ચિત હોય, તો તરંગ ઊલટાય જાય.
આકૃતિ 1: મુક્ત છેડેથી પરાવર્તિત પામેલું તરંગ સ્પંદન જમણી બાજુ ઉપર પાછું ફરે છે. નિશ્ચિત છેડેથી પરાવર્તિત પામેલું તરંગ સ્પંદન ઊલટાય છે.
બે નિશ્ચિત છેડા સાથેના દોરડાં માટે, દોરડાંમાં નીચે ગતિ કરતુ બીજું તરંગ પરાવર્તિત તરંગ સાથે વ્યતીકરણ પામશે। ચોક્કસ આવૃત્તિ આગળ, આ સ્થિત તરંગ ઉત્પન્ન કરશે જ્યાં નિષ્પંદ બિંદુઓ અને પ્રસ્પંદ બિંદુઓ સમય જતા એકસમાન જગ્યા પર જ રહે. બધી જ સ્થિત તરંગ આવૃત્તિ માટે, નિષ્પંદ બિંદુઓ અને પ્રસ્પંદ બિંદુઓ એકસમાન જગ્યા સાથે ઉલટસૂલટ થાય.
ન્યૂનતમ આવૃત્તિ (તે સૌથી લાંબી તરંગલંબાઈ સાથે અનુરૂપ છે) જે L લંબાઈની દોરી પર એક "બમ્પ" સાથે સ્થિત તરંગ ઉત્પન્ન કરશે (આકૃતિ 2 જુઓ). આ સ્થિત તરંગને L=λ2 સાથે, મૂળભૂત આવૃત્તિ કહેવાય છે, તેમજ ત્યાં બે નિષ્પંદ બિંદુઓ અને એક પ્રસ્પંદ બિંદુઓ હોય છે.
આકૃતિ 2: બે નિશ્ચિત છેડા વચ્ચેના સ્થિત તરંગોની મૂળભૂત આવૃત્તિ માટે, તરંગલંબાઈ દોરીની લંબાઈથી બમણી હોય છે.
દરેક ક્રમિક હાર્મોનિક પાસે વધારાના નિષ્પંદ બિંદુઓ અને પ્રસ્પંદ બિંદુઓ હોય છે. બીજા હાર્મોનિક માટે, ત્રીજા માટે ત્યાં બે "બમ્પ્સ" હોય છે, ત્યાં ત્રણ છે, અને અને આ રીતે આગળ. બીજા અને ત્રીજા હાર્મોનિકના ઉદાહરણ નીચે બતાવેલા છે. દોરી પાસે અનુનાદ આવૃતિની અસંખ્ય સંખ્યા હોય છે.
આકૃતિ 3: બે નિશ્ચિત છેડા વચ્ચેના સ્થિત તરંગોના બીજા હાર્મોનિક માટે, તરંગલંબાઈ દોરીની લંબાઈ જેટલી જ હોય છે અને તેની આવૃત્તિ મૂળભૂત આવૃત્તિથી બે ગણી હોય છે.
આકૃતિ 4: બે નિશ્ચિત છેડા વચ્ચેના સ્થિત તરંગોના ત્રીજા હાર્મોનિક માટે, તરંગલંબાઈ દોરીની લંબાઈથી બે-તૃતીયાંશ ગણી હોય છે અને તેની આવૃત્તિ મૂળભૂત આવૃત્તિથી ત્રણ ગણી હોય છે.

સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો

સ્થિત તરંગની લંબાઈ દોરીની લંબાઈ પર આધાર રાખે છે. અંત્યબિંદુઓ હંમેશા નિષ્પંદ બિંદુઓ હશે, અને પ્રથમ હાર્મોનિકની તરંગલંબાઈ દોરીની લંબાઈથી બમણી હોય છે, દોરી કેટલી લાંબી છે તે મહત્ત્વનું નથી.

વધુ શીખો

સ્થિત તરંગોની વધુ ઊંડી સમજ માટે, દોરી પર સ્થિત તરંગો વિશે અમારો વિડીયો જુઓ.
તમારી સમજ અને આ ખ્યાલ તરફ કૌશલ્ય કાર્ય ચકાસવા, મહાવરો તપાસો: