If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

લંબગત અને સંગત તરંગની સમીક્ષા

લંબગત અને સંગત તરંગને કઈ રીતે ઓળખવું તેના સહીત, તરંગ માટે મુખ્ય ખ્યાલ અને કૌશલ્ય.

મુખ્ય શબ્દ

પદઅર્થ
તરંગદોલનો જે ઊર્જા અને વેગમાનનું વહન કરે છે.
યાંત્રિક તરંગદ્રવ્યનો વિક્ષોભ જે માધ્યમ પર ગતિ કરે છે. દોરી, ધ્વનિ પરના તરંગો, અને પાણીના તરંગો તેના ઉદાહરણ છે.
તરંગ ઝડપઝડપ જ્યાં તંરગ વિક્ષોભ ગતિ કરે છે. ફક્ત માધ્યમના ગુણધર્મો પર જ આધાર રાખે છે. પ્રસરણ ઝડપ પણ કહેવામાં આવે છે.
લંબગત તરંગદોલનો જ્યાં કણો તરંગ દિશાને લંબ સ્થાનાંતર કરે છે.
સંગત તરંગદોલનો જ્યાં કણો તરંગ દિશાને સમાંતર સ્થાનાંતર કરે છે.

તરંગના પ્રકારને કઈ રીતે ઓળખવા

લંબગત તરંગમાં, તરંગ જે દિશામાં ગતિ કરે તેને લંબ કણો સ્થાનાંતર કરે છે. લંબગત તરંગના ઉદાહરણમાં દોરી પરના કંપનો અને અને પાણીની સપાટી પરના મોજાંનો સમાવેશ થાય છે. શિરોલંબ દિશામાં ઉપર અને નીચે ખસેડીને આપણે સમક્ષિતિજ લંબગત તરંગ બનાવી શકીએ.
આકૃતિ 1: જયારે તરંગ વિક્ષોભ સમક્ષિતિજ દિશામાં ગતિ કરે ત્યારે લંબગત તરંગમાં સ્લિનકીના ભાગો શિરોલંબ દિશામાં ઉપર અને નીચે ગતિ કરે છે. Image credit: Adapted from OpenStax College Physics. Original image from OpenStax, CC BY 4.0
સંગત તરંગમાં તરંગ જે દિશામાં ગતિ કરે તેને સમાંતર કણો સ્થાનાંતર કરે છે. સ્લિનકી સાથે ગતિ કરતુ સંકોચન એ સંગત તરંગનું ઉદાહરણ છે. આપણે સ્લિનકીને સમક્ષિતિજ ખેંચીને કે ધક્કો મારીને સમક્ષિતિજ સંગત તરંગ બનાવી શકીએ.
આકૃતિ 2: જયારે તરંગ વિક્ષોભ સમક્ષિતિજ દિશામાં ગતિ કરે ત્યારે સંગત તરંગમાં સ્લિનકીના ભાગો શિરોલંબ દિશામાં ઉપર અને નીચે ગતિ કરે છે. Image credit: Adapted from OpenStax College Physics. Original image from OpenStax, CC BY 4.0

સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો

ઘણી વાર લોકો ભૂલી જાય છે કે તરંગ ઝડપ એ માધ્યમમાં કણની ઝડપને સમાન હોતી નથી. તરંગ ઝડપ એટલે માધ્યમમાં વિક્ષોભ કેટલો ઝડપથી ગતિ કરે છે તે. કણની ઝડપ એટલે કણ તેના સંતુલિત સ્થાનની આસપાસ કેટલો ઝડપથી ગતિ કરે છે એ.

વધુ શીખો

લંબગત અને સંગત તરંગની વધુ ઊંડી સમજણ માટે, તરંગના પરિચયનો અમારો વિડીયો જુઓ.
તમારી સમજ અને આ ખ્યાલ તરફ તમારા કૌશલ્યને ચકાસવા, લંબગત અને સંગત તરંગો ઓળખવાનો મહાવરો ચકાસો.