If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

તરંગ વ્યતીકરણની સમીક્ષા

તરંગ વ્યતીકરણની ભાતનું અનુમાન કઈ રીતે કરવું તે સહીત, મુખ્ય ખ્યાલ અને કૌશલ્યની સમીક્ષા કરો. 

મુખ્ય શબ્દ

પદઅર્થ
સ્પંદનએક જ વિક્ષોભ જે માધ્યમમાં ગતિ કરે છે.
વ્યતીકરણજયારે બે કરતા વધુ તરંગો એકબીજા પાસેથી પસાર થાય ત્યારે બને છે. સંપાતીકરણ પણ કહેવાય છે.
સહાયક વ્યતીકરણજયારે ઓવરલેપ થતા તરંગો સ્વતંત્ર તરંગના સરવાળા જેટલા કંપવિસ્તાર સાથેનું તરંગ ઉત્પન્ન કરે.
વિનાશક વ્યતીકરણજયારે ઓવરલેપ થતા તરંગો કંપવિસ્તાર સાથેનું તરંગ ઉત્પન્ન કરે જે સ્વતંત્ર તરંગોના સરવાળા કરતા ઓછો હોય.

બે સ્પંદન માટે વ્યતીકરણનું અનુમાન કઈ રીતે કરી શકાય

જયારે બે સ્પંદન ઓવરલેપ થાય, ત્યારે આપણે પરિણામી સ્પંદનનો આકાર નક્કી કરવા માટે દરેક સ્વતંત્ર સ્પદંનના સ્થાનાંતરને ઉમેરવાની જરૂર છે.

સહાયક વ્યતીકરણ

જયારે સ્પંદન પાસે એકસમાન સ્થાન આગળ સંતુલન પરથી સમાન દિશામાં જ સ્થાનાંતર હોય ત્યારે આપણને સહાયક વ્યતીકરણ મળે છે. જયારે બે સ્પંદન સંપૂર્ણરીતે ઓવરલેપ થતા હોય, ત્યારે પરિણામી સ્પંદન પાસે કંપવિસ્તાર હોય છે જે દરેક સ્વતંત્ર સ્પંદનના કંપવિસ્તારનો સરવાળો છે.
આકૃતિ 1: બે સ્પંદન માટે સહાયક વ્યતીકરણ.

વિનાશક વ્યતીકરણ

જયારે સ્પંદન પાસે સંતુલન પરથી સ્થાનાંતર હોય જે વિરુદ્ધ દિશામાં હોય ત્યારે આપણને વિનાશક વ્યતીકરણ મળે છે. જયારે બે સ્પંદન સંપૂર્ણરીતે ઓવરલેપ થતા હોય, ત્યારે પરિણામી સ્પંદન પાસે સ્વતંત્ર સ્પંદન કરતા નાનો કંપવિસ્તાર હોય છે. જો સ્પંદન પાસે સમાન કંપવિસ્તાર પણ વિરુદ્ધ સ્થાનાંતર હોય, તો પરિણામી સ્પંદન પાસે શૂન્ય કંપવિસ્તાર હશે.
આકૃતિ 2: બે સ્પંદન માટે વિનાશક વ્યતીકરણ.

સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો

1. ઘણી વાર લોકો ભૂલી જાય છે કે દરેક બિંદુ આગળ કંપવિસ્તાર ઉમેરાય છે. જયારે સ્પંદન ભેગા થાય, ત્યારે સંતુલન પરથી તેમના સાપેક્ષ સ્થાનાંતરના આધારે સ્પંદનના જુદા જુદા ભાગો પાસે સહાયક અથવા વિનાશક વ્યતીકરણ હોઈ શકે.
2. લોકો ઘણી વાર ભૂલી જાય છે કે સહાયક સ્પંદન એકબીજાનું પરાવર્તન કરતા નથી. જો આપણે વિરુદ્ધ દિશામાંના સ્થાનાંતરની સાથે તરંગ સ્પંદનને જોઈએ, તો આપણે કહી શકીએ કે તરંગો ઓવરલેપ થયા બાદ એકસમાન દિશામાં જ આગળ વધવાનું ચાલુ રાખે. આ જ સમાન ખ્યાલ સહાયક વ્યતીકરણ માટે પણ થાય છે.

વધુ શીખો

સંપાતીકરણની વધુ ઊંડી સમજ માટે, તરંગ વ્યતીકરણનો અમારો વિડીયો જુઓ.
તમારી સમજ અને આ ખ્યાલ તરફના કૌશલ્યની ચકાસણી કરવા માટે, તરંગ વ્યતીકરણ ભાતનું અનુમાન કરવાનો મહાવરો. ચકાસો.