આ વિડીયો અને આર્ટીકલમાં તમે ઘનતા અને વિશિષ્ટ ગુરુત્વપ્રવેગની વ્યાખ્યા શીખશો. તમે દબાણની વ્યાખ્યા, તે બળ અને ક્ષેત્રફળ સાથે કઈ રીતે સંબંધિત છે, અને તરલમાં દબાણ કઈ રીતે નક્કી કરી શકાય તે પણ શીખશો. નિરપેક્ષ અને ગેજ દબાણ વચ્ચેના તફાવતની પણ ચર્ચા થશે.
આ વિડીયો અને આર્ટીકલમાં તમે શીખશો કે પાણીમાં ડુબાડેલા પદાર્થ પર ઉત્પ્લાવક બળના કારણે દબાણમાં કઈ રીતે ફેરફાર થાય છે અને ઉત્પ્લાવક બળની કિંમત કઈ રીતે શોધવી. તમે આર્કિમિડિઝના સિદ્ધાંતનો અર્થ પણ શીખશો.
વહેતુ તરલ સ્થિર તરલ કરતા જુદી રીતે વર્તે છે. આ વિડીયો અને આર્ટીકલમાં તમે વહન દર અને સાતત્ય સમીકરણ વિશે શીખશો. તમે શીખશો કે બર્નુલીનો સિદ્ધાંત અને બર્નુલીનું સમીકરણ દબાણ અને વહન કરતા તરલની ઝડપ સાથે કઈ રીતે સંબંધિત છે. પ્રક્ષુબ્ધતા અને શ્યાનતાની અસરની પણ ચર્ચા થશે.
વાતાવરણનું દબાણ એ અદૃશ્ય મિત્ર છે જે હંમેશા તમને ભેટીને દબાવે છે. દબાણ, ઉત્પ્લાવક બળ, અને તરલ વિશે વધુ શીખો તેથી તમે તમારા પર અને તમારી આસપાસની દુનિયા પર તેમની અદૃશ્ય, પણ મહત્વની અસર સમજી શકો.