જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

પાણીનું સંલગ્ન અને અભિલગ્ન બળ

પાણીનું સંલગ્ન બળ. અભિલગ્ન બળ, અને પૃષ્ઠતાણ, અને તેઓ હાઈડ્રોજન બંધ સાથે કઈ રીતે સંબંધિત છે.

પાણીનું સંલગ્ન બળ

શું તમે ક્યારેય પાણીના ગ્લાસને ઉપર સુધી આખું ભર્યું છે અને પછી તેમાં ધીમેથી થોડા ટીપા ઉમેર્યા છે? તે ઉભરાઈ એ પહેલા,તે ગ્લાસની ઉપર ડોમ જેવો આકાર બનાવે છે. આ ડોમ જેવો આકાર પાણીના અણુઓના સંલગ્ન ગુણધર્મ, અથવા એકબીજા સાથે ચોંટી જવાના કારણે હોય છે. સંલગ્ન એટલે સમાન પ્રકારના બીજા અણુઓ માટે અણુઓનું આકર્ષણ અને પાણીના અણુઓ પાસે પ્રબળ સંલગ્ન બળ હોય છે જે તેમની એકબીજા સાથે હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતાને આભારી છે
સંલગ્ન બળો પૃષ્ઠતાણ માટે જવાબદાર છે, એવી ઘટના જે તણાવ હેઠળ પ્રવાહીની સપાટીમાં ભંગાણ પડતું અટકાવે છે. સપાટી પર પાણીના અણુઓ (પાણી-હવા આંતરક્રિયા આગળ)નજીકના સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. તેમછતાં, પાણીના અણુઓ એક બાજુ હવામાં ખુલ્લા હોય છે, તેથી તેમની પાસે નજીકના પાણીના અણુઓ સાથે બંધ બનાવવા થોડા જ હોય છે, અને તેઓ નજીકના અણુઓ સાથે પ્રબળ બંધ બનાવે છે. પૃષ્ઠતાણ ગોળાકાર પાણીના પરપોટા બનાવે છે અને નાના પદાર્થોને આધાર આપે છે, જેમ કે કાગળની કાપલી અને સોય, જો તેમને સપાટી પર ધ્યાનથી મુકવામાં આવે તો.

પાણીનું અભિલગ્ન બળ

પાણીને પોતાની સાથે જ ચોંટી જવાનું ગમે છે, પણ કેટલીક પરિસ્થિતિઓ હેઠળ, તે બીજા પ્રકારના અણુઓ સાથે ચોંટાવાનું પસંદ કરે છે. અભિલગ્ન એક પ્રકારના અણુઓનું બીજા પ્રકારના અણુઓ માટેનું આકર્ષણ છે, અને તે પાણી માટે ઘણું જ પ્રબળ હોય છે, ખાસ કરીને ધન અને ઋણ વીજભાર ધરાવતા અણુઓ માટે.
ઉદાહરણ તરીકે, અભિલગ્નને કારણે પાણીના બીકરમાં મુકેલી પાતળી કાચની નળીમાં (કેશાકર્ષણ નળી કહેવામાં આવે છે) પાણી ઉપર "ચડે" છે. ગુરૂત્વની વિરુદ્ધ આ ઉપરની તરફની ગતિને કેશાકર્ષણ કહેવામાં આવે છે, જે પાણીના અણુઓ અને કાચની નળીની દિવાલો વચ્ચેનું આકર્ષણ (અભિલગ્ન) તેમજ પાણીના અણુઓ વચ્ચેની આંતરક્રિયા (સંલગ્ન) પર આધાર રાખે છે.
પાણીના અણુઓ બીજા પાણીના અણુઓ કરતા ગ્લાસ સાથે વધુ પ્રબળતાથી આકર્ષાયેલા હોય છે (કારણકે ગ્લાસનાં અણુઓ પાણીના અણુઓ કરતા વધુ ધ્રુવીય છે). તમે આ નીચેના ચિત્ર પરથી જોઈ શકો: પાણીનું મહત્તમ વિસ્તરણ થાય છે જ્યાં નળીની ધાર આવેલી છે, અને મધ્યમાં ઊંડે નીચે જાય છે. નળાકાર અથવા નળીમાં પ્રવાહી વડે બનતી વક્ર સપાટીને મેનિસક્સ કહેવામાં આવે છે.
Image modified from "પાણી: આકૃતિ 5," by OpenStax College, Biology (CC BY 3.0). Modification of original work by Pearson-Scott Foresman, donated to the Wikimedia Foundation.
સંલગ્ન અને અભિલગ્ન બળ આપણા જીવનમાં શા માટે મહત્વના છે? તેઓ જીવવિજ્ઞાનમાં પાણી-આધારિત ઘણી પ્રક્રિયાઓમાં અગત્યનો ભાગ ભજવે છે, જેમ કે વૃક્ષની ટોચ સુધી પાણીનું હલનચલન અને તમારી આંખના ખૂણામાંથી આંસુનું ટપકવું1. સંલગ્નનું સરળ ઉદાહરણ પાણીના કીડા છે (નીચે), જંતુ જે પાણીની સપાટી પર તરવા માટે પૃષ્ઠતાણ પર આધાર રાખે છે.
Image credit: "પાણી: આકૃતિ 6, by OpenStax College, Biology (CC BY 3.0). Image by Tim Vickers.