જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

કેન્દ્રગામી બળની સમીક્ષા

કેન્દ્રગામી બળ કેન્દ્રગામી દિશામાં પરિણામી બળ છે તેના સહીત, કેન્દ્રગામી બળ માટે મુખ્ય ખ્યાલ, સમીકરણ, અને કૌશલ્યની સમીક્ષા.

મુખ્ય શબ્દ

શબ્દ (સંજ્ઞા)અર્થ
કેન્દ્રગામી બળ (Fc)વર્તુળાકાર પથના કેન્દ્ર તરફની દિશામાં લાગતું પરિણામી બળ, જેના કારણે કેન્દ્રગામી પ્રવેગ મળે છે. દિશા પદાર્થના સુરેખ વેગને લંબ હોય છે. તેમજ તેને કોઈક વાર કેન્દ્રિય બળ પણ કહેવામાં આવે છે.

સમીકરણ

સમીકરણસંજ્ઞાનો અર્થશબ્દોમાં અર્થ
ΣFR=macac કેન્દ્રગામી પ્રવેગ છે, m દળ છે, અને ΣFR કેન્દ્રગામી દિશામાં પરિણામી બળ છે (અથવા કેન્દ્રગામી બળ)પરિણામી કેન્દ્રગામી બળ એ પદાર્થનું દળ અને કેન્દ્રગામી પ્રવેગના ગુણાકારના સમપ્રમાણમાં છે.

સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો

  • કેન્દ્રગામી બળ એ બળનો પ્રકાર નથી. કેન્દ્રગામી બળ એ પરિણામી બળ છે જે કેન્દ્રગામી દિશામાં બળ સદિશનો સરવાળો છે. તે બળનો ઘટક હોઈ શકે, ઘણા બધા બળનો સરવાળો હોઈ શકે, અથવા બે કેન્દ્રગામી સદિશનો તફાવત હોઈ શકે.
  • લોકો ભૂલથી વિચારે છે કે વર્તુળાકાર પથ પર ગતિ કરતા પદાર્થો પર બહારની તરફ લાગતા બળ વડે કામ થાય છે. જયારે તમે વર્તુળમાં ફરો, ત્યારે તમને એવો અનુભવ થાય છે કે કોઈક તમને વળાંકમાંથી બહાર તરફ ખેંચી રહ્યું છે, પણ તમારું જડત્વ ગતિમાં થતા ફેરફારને અવરોધે છે.

વધુ શીખો

તમારી સમજ અને આ ખ્યાલ તરફ તમારા કૌશલ્યને ચકાસવા, કેન્દ્રગામી બળનો મહાવરો ચકાસો.