If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઢોળાવ સમતલની સમીક્ષા

ઢોળાવ સમતલ માટે મુખ્ય ખ્યાલ અને કૌશલ્યની સમીક્ષા કરો, ઢોળાવને લંબ અને સમાંતર બળ માટે ન્યૂટનનો બીજો નિયમ કઈ રીતે લખી શકાય તે સહીત. 

મુખ્ય શબ્દ

પદ (સંજ્ઞા)અર્થ
ઢળેલું સમતલનમેલી સપાટી, અમુકવાર તેને રેમ્પ અથવા ઢોળાવ કહેવામાં આવે છે.

ઢોળાવ પરના બળ માટે ન્યૂટનનો બીજો નિયમ કઈ રીતે લખી શકાય

1) પદાર્થ માટે મુક્ત પદાર્થ રેખાચિત્ર દોરો (આકૃતિ 3 જુઓ). ઢોળાવ સાથે ગોઠવવા માટે યામ અક્ષોને પરિભ્રમણ કરાવવાનું યાદ રાખો (નીચેની આકૃતિ 1 જુઓ).
જો ત્યાં કોઈ પ્રવેગ હોય, તો તે ઢોળાવને સમાંતરમાં ( તરીકે બતાવવામાં આવે છે) હશે.
લંબ અક્ષ ( તરીકે બતાવવામાં આવે છે) પાસે કોઈ પ્રવેગ હોતો નથી અને a=0.
આકૃતિ 1: θ ખૂણે રેમ્પ સાથે ગોઠવવા અક્ષનું પરિભ્રમણ કરાવો.
2) ધ્યાનમાં લેવાની દિશા માટે ન્યૂટનનો બીજો નિયમ લખો.
ma=ΣF અથવા ma=ΣF
લંબ દિશાના સમીકરણનું સાદુંરૂપ આપી શકાય કારણકે a=0:
m(0)=ΣF0=ΣF
3) ΣF માટે ધ્યાનમાં લેવાની દિશામાં ( અથવા ) કામ કરતા બધા જ બળના સરવાળાની કિંમત મૂકો. ધ્યાનમાં લેવાની દિશામાં કયા બળ કામ કરે છે તે ઓળખવા મુક્ત પદાર્થ રેખાચિત્રનો ઉપયોગ કરો.
કેટલીક વાર બળ સંપૂર્ણ રીતે સમાંતર અથવા લંબ દિશામાં હોય છે જેમ કે લંબ બળ અને ઘર્ષણ.
કેટલાક બળ પાસે સમક્ષિતિજ અને શિરોલંબ બંને દિશામાં ઘટકો હોય છે, જેમ કે ગુરુત્વાકર્ષણ બળ. આ પરિસ્થિતિમાં, પરિણમી બળના સમીકરણમાં કિંમત મૂકવા બળને લંબ અને સમાંતર ઘટકોમાં વિભાજીત કરવું પડે (નીચે આકૃતિ 2 જુઓ).
આકૃતિ 2: θ ખૂણાના ઢોળાવ પર પદાર્થ પાસે ઢોળાવને લંબ અને સમાંતર વજન Fg ના ઘટકો છે.
વજનના સમાંતર અને લંબ ઘટકો (આકૃતિ 2):
Fg=FgcosθFg=Fgsinθ

સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો

લોકો બળની દિશા ભૂલી જાય છે. નીચેની આકૃતિ ઢોળાવ પર સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર લાગતા બળ બતાવે છે.
આકૃતિ 3: ઢોળાવ પરના પદાર્થ માટે બળની દિશા.
  • વજન Fg સીધું નીચે હોય છે.
  • લંબ બળ FN ઢોળાવ પર લંબ ધક્કો મારે છે.
  • ઘર્ષણ Ff ઢોળાવને સમાંતર કામ કરે છે.

વધુ શીખો

ઢોળાવ પર નીચે સરકતા પદાર્થનો કોયડો જોવા, ઢોળાવ પર નીચે પ્રવેગિત થતા બરફનો વિડીયો જુઓ.
તમારી સમજ અને આ ખ્યાલ તરફના તમારા કૌશલ્યના કાર્યને ચકાસવા, બળ અને ઢોળાવ સમતલ પરનો મહાવરો ચકાસો.