મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
ન્યુટનના બીજા નિયમની સમીક્ષા
x અને y દિશામાં સ્વતંત્ર રીતે ગતિનું નિરીક્ષણ કઈ રીતે થાય તે સહીત, ન્યૂટનના ગતિના બીજા નિયમ માટે મુખ્ય ખ્યાલ, સમીકરણ, અને કૌશલ્યની સમીક્ષા.
મુખ્ય શબ્દ
પદ (સંજ્ઞા) | અર્થ |
---|---|
\Sigma | ગ્રીક કેપિટલ મૂળાક્ષર સિગ્મા. તેનો અર્થ "નો સરવાળો" અથવા "બધાને ઉમેરવા" એવો થાય. |
\Sigma, F, with, vector, on top | બળોનો સરવાળો. F, with, vector, on top, start subscript, start text, n, e, t, end text, end subscript તરીકે પણ લખી શકાય. |
પ્રવેગ | વેગમાં થતા ફેરફારનો દર પ્રતિ આપેલો સમય. જો પદાર્થનો વેગ બદલાતો હોય તો તે પ્રવેગિત થાય છે. |
તંત્ર | પદાર્થોનો સમૂહ જેને આપણે પ્રશ્નમાં ધ્યાનમાં લઇ રહ્યા છીએ. તંત્ર બંધ અથવા ખુલ્લું હોઈ શકે, અને તે અલગ કરેલું અથવા અલગ કરેલું ન પણ હોય. |
સંતુલન | તંત્રમાં બળો સંતુલનમાં છે. જ્યારે F, with, vector, on top, start subscript, start text, n, e, t, end text, end subscript, equals, 0, તંત્ર પ્રવેગિત થતું નથી, અને વેગ અચળ છે. જ્યારે તંત્ર સ્થાયી સંતુલનમાં હોય ત્યારે વેગ શૂન્ય છે તેમજ વેગ અચળ અને શૂન્યેતર હોય ત્યારે તંત્ર ગતિશીલ સંતુલનમાં હોય છે. |
સમીકરણ
સમીકરણ | સંજ્ઞાનો અર્થ | શબ્દોમાં અર્થ |
---|---|---|
a, with, vector, on top, equals, start fraction, \Sigma, F, with, vector, on top, divided by, m, end fraction, equals, start fraction, F, with, vector, on top, start subscript, start text, n, e, t, end text, end subscript, divided by, m, end fraction | a, with, vector, on top પ્રવેગ છે, \Sigma, F, with, vector, on top પરિણામી બાહ્ય બળ છે, અને m તંત્રનું દળ છે. | પ્રવેગ એ પરિમાણી બળ ભાગ્યા તંત્રનું દળ છે. |
ન્યૂટનની ગતિનો બીજો નિયમ
ન્યૂટનનો બીજો નિયમ કહે છે કે પ્રવેગ અને પરિણામી બાહ્ય બળ સમપ્રમાણમાં છે, અને ત્યાં પ્રવેગ અને દળ વચ્ચે વ્યસ્ત પ્રમાણતાનો સંબંધ છે. ઉદાહરણ તરીકે, અતિ નાના પદાર્થ પર લાગતું વધુ બળ ખુબ જ વધારે પ્રવેગ આપે, પરંતુ મોટા પદાર્થ પર લાગતું ઓછું બળ ખુબ જ ઓછો પ્રવેગ આપે. તેમજ, બળ અને પ્રવેગ એક સમાન દિશામાં હોય છે.
ન્યૂટનના બીજા નિયમ માટેનું સમીકરણ:
આપણે પરિણામી બળ માટે ઉકેલવા સમીકરણને ફરીથી ગોઠવી પણ શકીએ:
જ્યાં a, with, vector, on top પ્રવેગ છે, \Sigma, F, with, vector, on top પરિણામી બાહ્ય બળ છે, અને m તંત્રનું દળ છે.
ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરીને પ્રશ્નો ઉકેલવા
ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરવા, આપણે બધા જ બળ અને તેમની દિશાને ઓળખવા મુક્ત પદાર્થ રેખાચિત્ર દોરીએ તે આપણી યામ પદ્ધતિને સંરેખિત કરવા ખુબ ઉપયોગી છે જેથી પ્રવેગની દિશા કોઈ પણ એક અક્ષને સમાંતર થાય.
x- અને y-દિશા લંબ છે અને તેમનું નિરીક્ષણ સ્વતંત્ર રીતે કરવામાં આવે છે. બીજા શબ્દોમાં, x-દિશા માટે આપણે લખી શકીએ:
અને y-દિશા માટે પણ આપણે લખી શકીએ:
અજ્ઞાત દળ, પ્રવેગ, અથવા બળ માટે ઉકળવા ન્યૂટનના બીજા નિયમના સમીકરણને ફરીથી ગોઠવી શકાય.
ન્યૂટનની ગતિના નિયમ વિશે આપણે બીજું શું જાણવાની જરુર છે?
- સંતુલિત બળોને પદાર્થ પરનું પરિણામી બળ શૂન્ય થાય છે. પદાર્થ પર ઘણા બધા બળો લાગી શકે. જો બળો સંતુલિત હોય, તો પરિણામી બળ શૂન્ય છે અને પદાર્થનો પ્રવેગ પણ શૂન્ય છે..
- ન્યૂટનના નિયમોની પણ મર્યાદા છે. ન્યૂટનના નિયમો દુનિયાના આપણા અનુભવોના મોડેલિંગ માટે સર્વોત્તમ છે. જ્યારે આપણે પદાર્થોનું અવલોકન કરવાની શરૂઆત કરીએ જે પ્રકાશની ઝડપે ગતિ કરે અથવા પરમાણ્વીય સ્તર પર હોય, ત્યારે ન્યૂટનના નિયમો ચોક્કસ નથી. ભૌતિકવિજ્ઞાનીઓ આ પરિસ્થિતિઓ માટે નવા વધારાના મોડેલ સાથે આવ્યા છે.]
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.