If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ન્યૂટનની ગતિનો બીજો નિયમ

ન્યૂટનની ગતિનો બીજો નિયમ F = ma છે, અથવા બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. પ્રવેગની ગણતરી કરવા માટે સૂત્રનો ઉપયોગ કઈ રીતે થાય તે શીખો. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ગતિનું પ્રથમ નિયમ દર્શાવે છે કે જ્યાં સુધી કોઈ અસંતુલિત બાહ્યબળ વસ્તુ પર ના લાગે ત્યાં સુધી તેના વેગમાં ફેરફાર થતો નથી એટલે કે સ્થિર વસ્તુ સ્થિર રહે છે અને ગતિમાન વસ્તુ તે જ વેગ થી તે જ દિશામાં ગતિ કરે છે જયારે તે વસ્તુ સ્થિર છે અર્થાત તે શૂન્ય વેગથી ગતિ કરે છે તેથી આમ ન્યુટનના પ્રથમ નિયમ પ્રમાણે આપણને અચલ વેગ મળે છે જે શૂન્ય પણ હોઈ શકે આપણે એમ પણ કહી શકાય કે જ્યાં સુધી કોઈ અસંતુલિત બાહ્યબળ વસ્તુ પર ન લાગે તા સુધી તેનો વેગ અચલ રહે છે અચલ વેગ તો હવે તમને સ્વાભાવિક રીતે પશ્ન ઉદ્દભવશે કે બળ કઈ રીતે અચલ વેગમાં ફેરફાર કરી શકે તો ન્યુટનનો બીજો નિયમ આ પ્રશ્નનો જવાબ આપશે ન્યુટનનો ગતિનો બીજો નિયમ જે આપણને આપણા પ્રશ્નનો જવાબ આપશે ન્યુટનનો ગતિનો બીજો નિયમ આપણને સૌથી પ્રખ્યાત સૂત્ર આપે છે કે બળ F બરાબર કોઈ પણ વસ્તુનું દળ m અને તે વસ્તુનો પ્રવેગ એટલે કે a બંને નો ગુણાકાર અહીં પ્રવેગ સદિશ રાશિ છે તેથી બળ પણ સદિશ રાશિ છે આના પરથી આપણને જાણવા મળે છે કે જો આપણે કોઈ બળ લગાડીએ તો ગતિમાં અથવા સ્થિર વસ્તુના વેગમાં ફેરફાર કર શકાય પરંતુ વેગમાં ફેરફાર કઈ રીતે થશે હવે મારી પાસે એક ઈંટ છે હવામાં તરતી ઈંટ આઈન્સ્ટાઈનએ આપણને બતાવ્યું છે કે બ્રહ્મમંડનું સિદ્ધાંત સરળ ગણિત સાથે સંકળાયેલો છે બીજો નિયમ આપણને શું કહે છે જો તમે કોઈ પદાર્થ પર સંતુલિત બળ અહીં આપણે Fથી દર્શાવીશું જો તમે કોઈ પદાર્થ પર સંતુલિત બાહ્યબળ લગાડો એટલે કે તમે બે બળ લગાડો છો તો તે એક બીજાને કેન્સલ કરે છે અને પદાર્થની ગતિમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ તમે જો એકજ દિશામાં બળ લગાડો તો આ પદાર્થ તેની ગતિની દિશામાં પ્રવેગી ગતિ કરશે અહીં આપણે પ્રવેગને દર્શાવીશું એટલે કે તમને ગતિની દિશામાં પ્રવેગ મળશે ન્યુટનના ગતિના બીજા નિયમ પરથી આપણને ખ્યાલ આવે છે કે પ્રવેગ એ બળના સમપ્રમાણ માં છે અથવા તો બળ એ પ્રવેગમાં સમપ્રમાણમાં છે હવે હું સમ પ્રમાણનું અચલ અથવા તો બળ મેળવવા પ્રવેગ ને જેના સાથે ગુણવામાં આવે અથવા તો બળ ને જેનાથી ભાગવામાં આવે તેને દળ કહે છે તે પદાર્થનું દળ છે દળ પદાર્થનું દળ આ વિડિઓ આ જ વિષય પર છે તમારે વજન અને બળમાં ગુંચવવાનું નથી હું વજન અને દળના તફાવત માટે એક વિડિઓ બનાવીશ દળ એટલે પદાર્થમાં રહેલા દ્રવ્યોનો જથ્થો તે આપણે આગળ જતા જોઈશું વજન એટલે દ્રવ્યનો તે ભાગ જે ગુરુત્વકર્ષણ બળથી નીચે ખેંચાય છે તો આમ વજન એ બળ છે અને દળ એ દ્રવ્યનો જથ્થો છે તો હવે આપણે દળ અને વજન આગળના વિડિઓમાં સમજીશું આ ખુબ સરળ સૂત્ર છે આ સૂત્રની જગ્યાએ એમ પણ બની શકે કે આપણને બળ = દળનો વર્ગ એટલે કે m નો વર્ગ ગુણ્યાં પ્રવેગનું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળ માં a આવું પણ મળે તો આપણી ગણતરી ખુબ અગરી બની જાય પણ સારી બાબત એ છે કે અહીં આપણી પાસે સમપ્રમાણ છે આ એક સર્વ સૂત્ર છે હવે આપણે બળ પ્રવેગ અને દળ લઈને લઈને ગણતરી કરીશું ધારો કે આપણી પાસે એક બળ છે બળનો એકમ ન્યુટન છે તો આપણે કહીએ કે આપણી પાસે બળ કે જેનું મૂલ્ય 10 ન્યુટન છે 10 ન્યુટન બરાબર થશે 10 કિગ્રા ગુણ્યાં મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ ન્યુટન બરાબર કિગ્રા ગુણ્યાં મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ જે આપણે અહીં જમણી બાજુ મળેલી રાશિના આઇકન પ્રમાણે મળશે અને આ બળ એ દળ પર કાર્ય કરે છે ધારો કે અહીં પદાર્થન દળ એટલે કે m = 2 કિગ્રા છે અને હવે આપણે પ્રવેગની જાણકારી મેળવવી છે પ્રવેગ અહીં આપણને બધેય સદિશ રાશિઓ મળેલી છે જો અહીં મારી પાસે ધન સંખ્યા હશે તો હું ધારીશ કે પદાર્થ જમણી બાજુ જાય છે અને જો ઋણ સંખ્યા મળશે તો હું ધારીશ કે તે ડાબી બાજુ જાય છે તો અહીં આપણને બળના મૂલ્ય સાથે દિશાપણ મળે છે જે જમણી બાજુ ગતિ કરશે તો પ્રવેગ ધન થશે તો હવે આપણે શોધીશું કે અહીં પ્રવેગ કેટલા થશે અહીં ડાબી બાજુ આપણે બળની કિંમત મુકીશું 10 10 ન્યુટન ન્યુટન એટલે કે કિલોગ્રામ ગુણ્યાં મીટર પ્રતિ સેકેન્ડનો વર્ગ = પદાર્થનું દળ એટલે કે 2 કિલોગ્રામ ગુણ્યાં પદાર્થનો વેગ પદાર્થનો વેગ છે a જે આપણે શોધવાનું છે હવે પ્રવેગની ગણતરી કરવા માટે આપણે આ સમીકરણની બંને બાજુ 2 થી ભાગીશુ 2 કિગ્રા અહીંયા પર ભાગ્ય 2 કિગ્રા હવે ગણતરી કરીએ તો અહીં જમણી બાજુ 2 કિગ્રા 2 કિગ્રા ઉડી જશે અહીંયા 10 ભાગ્ય 2 એટલે કે 5 ને આ કિગ્રા ઉડી જશે 10 ભાગ્ય 2 ઉડશે તેથી અહીં આપણને મળશે 5 અને આ કિગ્રા કિગ્રા ઉડી જશે કિગ્રા ઉડી જશે તેથી આપણને જવાબ મળશે 5મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ બરાબર a એટલે કે પ્રવેગ હવે જો હું બળના મૂલ્યને બમણું કરીશ તો શું થશે તો હવે બળનું મૂલ્ય 20 ન્યુટન છે એટલે આપણે મુકીશું 20 કિગ્રા ગુણ્યાં મીટર પ્રતિ સેકેંડનો વર્ગ બરાબર દળ 2 કિગ્રા ગુણ્યાં પ્રવેગ હવે આપણે બંને બાજુ 2 વડે ભાગાકાર કરીશું ભાગ્ય 2 કિગ્રા ભાગ્ય 2 કિગ્રા અને અહીં આપણને મળશે 20 ભાગ્ય 2 એટલે કે 10 a = 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ તો આમ જયારે આપણે બળનું મૂલ્ય બમણું કરીશું તો પ્રવેગનું મૂલ્ય પણ બમણું થશે આપણને 5 મીટર પ્રતિ સેકેંડના વર્ગ માંથી 10 મીટર પ્રતિ સેકેંડનો વર્ગ મળશે તેથી આપણને ખ્યાલ આવે છે કે તે સમ પ્રમાણમાં છે અહીં બળ એ સમપ્રમાણમાં અચલનો ભાગ ભજવે છે હવે તમે વિચારી શકો છો જો આપણે દળને બમણું કરીએ તો આ સ્થિતિમાં શું થાય તો અહીં 20 ન્યુટનને આપણે 2વડે ભાગાકાર કરવાની જગ્યાએ 4વડે ભાગાકાર કરીશું તો 20 ભાગ્ય 4 એટલે આપણને પ્રવેગ મળશે 5 મીટર પ્રતિ સેકેંડનો વર્ગ તેથી જો આપણે દળ બમણું કરીશું તો પ્રવેગ અડધો થશે એટલે કે જો દળ મોટો હશે તો તેની ગતિમાં ફેરફાર કરવા માટે મોટું બળ લગાવવું પડશે અથવા આપેલા બળ માટે જો પ્રવેગ ઓછો હશે તો તે પદાર્થની ગતિમાં ફેરફાર કરવો મુશ્કેલ બનશે.