મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
ન્યૂટનના ત્રીજા નિયમની સમીક્ષા
ક્રિયા-પ્રતિક્રિયા જોડીને કઈ રીતે ઓળખવી તેના સહીત, ન્યુટનના ગતિના ત્રીજા નિયમ માટે મુખ્ય ખ્યાલ અને કૌશલ્યની સમીક્ષા.
મુખ્ય શબ્દ
શબ્દ | અર્થ | |
---|---|---|
ક્રિયા-પ્રતિક્રિયા જોડ | પદાર્થ પર લાગતું બળ એ ક્રિયા છે, અને ન્યૂટનના ત્રીજા નિયમના પરિણામે પદાર્થ વડે અનુભવાતું બળ પ્રતિક્રિયા છે. |
ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ
ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જણાવે છે કે જયારે કોઈ પણ એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે, ત્યારે બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ પણ બળ લગાડે જે સમાન મૂલ્યનું અને વિરોધી દિશામાં હોય છે.
ક્રિયા-પ્રતિક્રિયા જોડીને કઈ રીતે ઓળખવી
લોકો કઈ રીતે ગતિ કરે છે તે જોઈને આપણે ન્યૂટનના ત્રીજા નિયમને સમજી શકીએ. તરણવીર પૂલની સાઈડ પરથી કઈ રીતે ધક્કો મારે છે તેને ધ્યાનમાં લો (નીચેની આકૃતિ 1 જુઓ).
તરણવીર તેના પગ સાથે પૂલની દીવાલને ધક્કો મારે છે ( ). દીવાલ વિરોશી દિશામાં અને સમાન મૂલ્યનું બળ તરણવીર પર પાછું લગાડે છે ( ), જેના કારણે તેના ધક્કાની વિરુદ્ધ દિશામાં તેને પ્રવેગ મળે છે.
આપણે કદાચ વિચારી શકીએ કે બે સમાન મૂલ્યના અને વિરોધી દિશાના બળ કેન્સલ થઇ જશે, પરંતુ તેઓ થતા નથી કારણકે તેઓ જુદા જુદા તંત્ર પર કામ કરે છે. જો તરણવીર તંત્ર હોય, તો એ આ તંત્ર પર બાહ્ય બળ છે અને તરણવીર ની દિશામાં ગતિ કરે.
વિરોધાભસમાં, બળ દીવાલ પર કામ કરે છે અને તરણવીર પર નહિ. આમ, સીધી રીતે તંત્રની ગતિને અસર કરશે નહિ અને ને કેન્સલ કરશે નહિ. નોંધો કે તરણવીર જે દિશામાં ગતિ કરવા માંગે છે તેની વિરુદ્ધ દિશામાં ધક્કો મારે છે. તેથી તેના ધક્કાની પ્રતિક્રિયા તેની ઇચ્છિત દિશામાં છે.
સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો
- લોકો ઘણી વાર વિચારે છે કે બળ જોડ કેન્સલ થઇ જાય છે, જેના પરિણામે કોઈ ગતિ થતી નથી. બળ જોડ કેન્સલ થતી નથી કારણકે તેઓ જુદા તંત્ર પર કામ કરે છે. ઉદાહરણ તરીકે, તરણવીર પૂલની દીવાલ પર ધક્કો મારીને (ક્રિયા) દીવાલ પર બળ લગાડે છે, અને દીવાલ પણ તેના પર બળ (પ્રતિક્રિયા) લગાડે છે. તે પ્રવેગિત થાય છે કે નહિ તે શોધવા, આપણે ફક્ત તેના પર લાગતા બળને જ ધ્યાનમાં લઈએ અને ન્યૂટનના બીજા નિયમને લાગુ પાડીએ. વધુ માહિતી માટે ઉપરનો વિભાગ "ક્રિયા-પ્રતિક્રિયા બળને કઈ રીતે ઓળખવા" તે જુઓ.
- લોકો ઘણી વાર ભૂલી જાય છે કે ન્યૂટનનો ત્રીજો નિયમ ગુરુત્વાકર્ષણને પણ લાગુ પડે છે. જે રીતે પૃથ્વી પદાર્થને બળ
સાથે નીચે ખેંચે છે, પદાર્થ પણ પૃથ્વીને ખેંચે.
વધુ શીખો
વધુ સમજણ માટે, આપણા વિડીયો ન્યૂટનના ત્રીજા નિયમનો પરિચય અને ન્યૂટનના ત્રીજા નિયમ વિશેના ખોટા ખ્યાલો જુઓ.
તમારી સમજ અને આ ખ્યાલ તરફના તમારા કૌશલ્યના કાર્યને ચકાસવા, સમાન અને વિરોધી બળ ઓળખવા વિશેનો મહાવરો ચકાસો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.