If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ન્યૂટનના ત્રીજા નિયમ પર વધુ

ન્યૂટનના ત્રીજા નિયમ સાથે કામ કરતા કેટલીક સામાન્ય ભૂલ વિશે ડેવિડ સમજાવે છે. તે એ પણ બતાવે છે કે ત્રીજા નિયમની બળની જોડીને યોગ્ય અને વિશ્વસનીય રીતે કઈ રીતે ઓળખવી. David SantoPietro દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે ન્યૂટનના ત્રીજા નિયમ વિશે ચર્ચા કરીએ. કારણ કે ઘણા લોકોને આ નિયમ વિશે સાચી સમજણ નથી તે સરળ લાગે છે પરંતુ તે તેટલું સરળ નથી લોકો આ નિયમને આ રીતે રજૂ કરે છે કે દરેક ક્રિયાબળ માટે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ મળે તેથી દરેક બળ માટે સમાન મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં બળ લાગે છે બરાબરની નિશાની એટલે બંને બળનું મૂલ્ય સમાન છે અને આ ઋણ નિશાની દર્શાવે છે કે તેની દિશા વિરુદ્ધ છે અને આ તીર દર્શાવે છે કે તેઓ સદિશ છે તેઓ સદિશ છે.આ ગુલાબી સદિશનું મૂલ્ય આ લીલા સદિશને સમાન છે પરંતુ તેની દિશા વિરુદ્ધ છે. જો તમે ન્યૂટનનો ત્રીજો નિયમ જાણતા હોવ તો દરેક બળ માટે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે તમે આ રીતે સમજી શકો દરેક બળ માટે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લાગે.આ પ્રમાણે તો શા માટે બહ્માંડના બધા બળો એકબીજાને કેન્સલ કરતા નથી?બિંદુ આગળ દરેક બળ કેન્સલ થતા નથી પરંતુ તેનો અર્થ એમ નથી કે તે બિંદુ આગળ પ્રવેગ શક્ય નથી જો હું કંઈક પર બળ f લગાડું તો બળ માઇનસ f મળે તો તેનો અર્થ એમ નથી કે આપણે ગમે તેટલું બળ લગાડી શકીએ શું તે બંને કેન્સલ થશે? ના, કારણ કે આ બંને બળો જુદા જુદા પદાર્થ પર લગાડ્યા છે તેથી તેનું ધ્યાન રાખજો. હજુ પણ ન્યૂટનની ગતિના ત્રીજો નિયમનો વિધાન અસ્પષ્ટ લાગે છે કારણ કે આ બંને જુદી જુદી વસ્તુઓ ઉપર લાગે છે આ વસ્તુ a પર લાગતુ બળ જે વસ્તુ b દ્વારા લાગે છે અને આ વસ્તુ b પર લાગતું બળ જે વસ્તુ a દ્વારા લાગે છે. બીજા શબ્દોમાં આ બંને બળ જુદી જુદી વસ્તુઓ પર લગાડ્યા છે હવે આપણે આ બંને બળોને અલગ કરીએ આપણે તે બંને બળોને અલગ કરીએ કંઈક આ પ્રમાણે આ રીતે અને હવે બે જુદી-જુદી વસ્તુઓ દોરીએ. જો અહીં આ વસ્તુ a હોય આ પ્રમાણે અને આ લીલા રંગનું બળ f તેના પર લાગે છે અને બીજી વસ્તુ b લઈએ એ ગોળ દોરીએ આ પ્રમાણે અને તેના પર ઋણ બળ f લાગે છે. હવે આપણે જાણીએ છીએ કે આ બંને એકબીજાને કેન્સલ કરશે નહીં કારણકે તે બંને જુદી જુદી વસ્તુઓ ઉપર લાગે છે ન્યૂટનના ત્રીજો નિયમ અનુસાર દરેક બળ પર સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે અહીં સ્પષ્ટ નથી કે તે જુદી જુદી વસ્તુઓ પર લાગે છે પરંતુ તે જુદી જુદી વસ્તુઓ પર હોવું જોઈએ, આ જોડીને ઘણીવાર બળની જોડ કહેવાય છે અને તે જુદી જુદી વસ્તુ પર લાગે પરંપરાગત રીતે એ છે કે અહીં બળમાં પ્રથમ મૂળાક્ષર એ વસ્તુ પર લાગતું બળ દર્શાવે વસ્તુ પર તેથી વસ્તુ a પર લીલું બળ f લાગે છે અને તે b દ્વારા લાગે છે આ મૂળાક્ષર દ્વારા બતાવી. અહીં વસ્તુ b પર બળ લાગે છે કારણ કે પ્રથમ મૂળાક્ષર એ બીજી વસ્તુ દ્વારા લાગતું બળ દર્શાવે છે આ ગુલાબી બળ એ વસ્તુ b પર લાગે છે અને લીલા રંગનું બળ એ વસ્તુ a પર લાગે છે તેથી આ ગુલાબી બળ વસ્તુ b પર લાગે છે અને આ લીલા રંગનું બળ એ વસ્તુ a પર લાગે છે તેઓ પરસ્પર સમાન અને વિરુદ્ધ છે પરંતુ તેઓ કેન્સલ થશે નહીં કારણકે તે જુદી વસ્તુ પર લાગે છે તેમના મૂલ્ય સમાન છે જો બંને વસ્તુનું કદ સમાન ન હોય તો પણ એક બીજી સમજણ એ છે કે જો વસ્તુ એક ગ્રહ અથવા તારો હોય ધારો કે તે ખૂબ જ મોટો તારો છે તે તારો છે અને અહીં આ નાનો ગ્રહ છે જે તારાની ફરતે પરિભ્રમણ કરશે આ પ્રમાણે આ માપી શકાય નહીં કારણ કે ગ્રહ ખૂબ મોટા હોય છે. આ ગ્રહ તારા કરતાં કરોડો જેટલું ઓછું દર ધરાવે છે પરંતુ તે સમાન બળ લગાડશે જો તારો ગ્રહને ગુલાબી રંગનું ઋણ f જેટલા બળથી ખેંચે તો આ ગ્રહ પણ તારાના બળ f વડે ખેંચાય અને તેમના કદ જુદા હોવા છતાં મૂલ્ય સમાન હોય આ રીતે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ મળે જો હું તમને કહું કે આ ગ્રહ તારા કરતાં કરોડો ઘણું ઓછું દળ ધરાવે તો તારા વડે ગ્રહ પર વધુ ખેંચાણ લાગે અને ગ્રહ વડે તારા પર ખેંચાણ લાગે પરંતુ ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે તે સાચું નથી ન્યૂટનના ત્રણ નિયમ પ્રમાણે તે બંને સમાન હોવા જોઈએ તેમનું કદ જુદું જુદું હોય તો પણ. તેથી જો આ પૃથ્વી હોય અને આ ચંદ્ર હોય તો ચંદ્ર પર પૃથ્વીનું ખેંચાણ લાગે તેટલું જ પૃથ્વી પર ચંદ્રનું ખેંચાણ લાગે આપણે જાણીએ છીએ કે તારા એક જગ્યાએ રહે છે અને ગ્રહ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે કઈ રીતે તારો એક જ જગ્યાએ રહે છે? અને ગ્રહો વર્તુળાકાર પથ પર ગતિ કરે છે અહીં બળોનુ મૂલ્ય સમાન છે તેનો અર્થ એમ નથી કે તેમના પરિણામ સમાન મળે બળનું મૂલ્ય સમાન હોઇ શકે પરંતુ પ્રવેગ સમાન ન પણ હોય પ્રવેગ બરાબર કુલ બળ ભાગ્યાં m એટલે કે દળ બળ સમાન હોય અને તેને દર વડે ભાગ્યે તો આપણને અલગ પ્રવેગ મળે તેથી બળનું મૂલ્ય સમાન ન પણ મળે.જો ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે બળ સમાન લગાડીએ તો પણ. હવે બીજી અસમજણ લોકોના મગજમાં એ છે કે ન્યૂટન નો ત્રીજો નિયમ બળ લગાડવામાં વિલંબ લે છે. જો હું આ પ્રથમ બળ ખૂબ જ ઝડપથી લગાડું અને બ્રહ્માંડ સ્થિર હોય તો આ બીજું બળ ઉત્પન્ન થવામાં વિલંબ લેશે પરંતુ આ સાચું નથી ન્યૂટન નો ત્રીજો નિયમ સાર્વત્રિક છે તે કઈ પરિસ્થિતિમાં થાય છે તે મહત્વનું નથી તથા પ્રવેગ કેટલો છે તે પણ મહત્વનું નથી. ગતિ થતી હોય અથવા ન થતી હોય વસ્તુ મોટી હોય અથવા નાની હોય જો ત્યાં કોઈ પણ સમયે બીજું બળ ઉદ્ભવે તો તે હંમેશા સમાન અને પરસ્પર વિરુદ્ધ હશે ધારો કે કોઈ આ રીતે પડે છે આ પ્રમાણે અને જ્યારે તે દીવાલ સાથે સંપર્કમાં આવે આ રીતે તો તે દિવાલ પર બળ લગાડશે અને દીવાલ વડે તેના પર પણ બળ લાગશે. હું અહીં જમણી બાજુ દિવાલ પર બળ લગાડું છું. મારા દ્વારા દિવાલ પર બળ લાગે છે અને અહીં આ દીવાલ દ્વારા મારા પર બળ લાગે છે જે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ બળ હશે તેથી આ દીવાલ વડે મારા પર લાગતુ બળ થશે અને આ તરત જ થાય છે ત્યાં કોઈ વિલંબ થતો નથી તમે આ દીવાલને ઝડપથી લાત મારી શકતા નથી તેથી બીજું બળ તરત જ ઉદ્ભવશે નહી જ્યારે પગ દ્વારા દિવાલ પર બળ લાગે ત્યારે દીવાલ દ્વારા તમારા પગ પર સમાન બળ લાગે. તેથી ન્યૂટનનો ત્રીજો નિયમ સાર્વત્રિક છે પરંતુ લોકો હજુ ન્યૂટનના ત્રીજા નિયમના આ બીજા બળ માટે અટવાય છે તેને સરળ રીતે સમજવા બન્ને વસ્તુની યાદી બનાવો અને વિરુદ્ધ બળ ક્યાં મળે છે તે ઉકેલો તમે અહીં આ લેબલને ઉલટાવી શકો આપણે જાણીએ છીએ કે એક બળ મારા વડે દિવાલ પર લાગે છે અને વિરુદ્ધ બળ શોધવા માટે આપણે અહીં આ લેબલને ઉલટાવી શકીએ તો મારા પગ પર દીવાલ દ્વારા લાગતુ બળ મળે આ રીતે આપણે વિરુદ્ધ બળ શોધી શકીએ આપણે તેને એક ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે આ જમીન છે અને તેના પર આ પ્રમાણે ટેબલ મૂકેલું છે આ રીતે અને તે ટેબલ પર એક બોક્સ મૂકેલું છે આ બોક્સને a કહીએ બોક્સ a પર અમુક બળ લાગતું હશે. તેમાંથી એક બળ ગુરુત્વાકર્ષણ બળ હશે તેથી આ ગુરુત્વાકર્ષણ બળ સીધું નીચે જ લાગશે. fg હવે હું તમને પ્રશ્ન પૂછું કે ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે બોક્સ a પર લાગતુ ગુરુત્વાકર્ષણ બળનું વિરુદ્ધ બળ શું થશે? તો ઘણા લોકો એમ કહેશે કે બોક્સ a પર ટેબલ દ્વારા ઉપરની તરફ બળ લાગે ઉપરની તરફ બળ લાગશે ટેબલ દ્વારા અને આ સાચું છે જો આ બોક્સ એ અહીં મૂકેલ હોય અને પ્રવેગિત થતું ન હોય તો આ બંને બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ થાય તેથી ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે સ્પષ્ટ રીતે કહી શકાય કે તે બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ હોય છે પરંતુ તે સાચું નથી આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ ન્યૂટનના બીજા નિયમના કારણે છે.બીજા નિયમ અનુસાર જો પદાર્થ પ્રવેગિત ન હોય તો કુલ બળ શૂન્ય થાય અને તેથી આ બળ કેન્સલ થશે આ સમાન બાબત અહીં થઈ રહી છે બળોનુ મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ છે તેથી તેઓ બોક્સ a આગળ દૂર થાય છે જે દર્શાવે છે કે તે ત્રીજા નિયમનું વિરુદ્ધ બળ નથી કારણ કે ત્રીજા નિયમનું વિરુદ્ધ બળ હંમેશાં જુદા જુદા પદાર્થો પર લાગે છે જો તેઓ ન્યૂટનના ત્રીજા નિયમના વિરુદ્ધ બળ હોય તો તેઓ કેન્સલ થશે નહીં તો અહીં શું થશે? અહીં આપણને બે બળ મળે છે જે કેન્સલ થાય છે તેઓ સમાન છે અને વિરુદ્ધ પણ છે પરંતુ ત્રીજા નિયમના વિરુદ્ધ બળ નથી. તો વિરુદ્ધ બળ અહીં ક્યાં મળશે? મેં તે અહીં દોર્યા નથી. હવે તેના વિરુદ્ધ બળ શું મળે? તે જોઈએ વિરુદ્ધ બળ શોધવા માટે બે સ્પર્શની વસ્તુના નામ આપીએ.અહી આ ગુરુત્વાકર્ષણ બળ છે તેને બોક્સ a પર લાગતું બળ કહી શકાય. આપણે તેને ગુરુત્વાકર્ષણ ન કહી શકીએ કારણ કે તે વસ્તુ નથી તેથી અહીં આ બળ વસ્તુ a પર પૃથ્વી દ્વારા લાગે છે હવે આપણે તેનું વિરુદ્ધ બળ શોધી શકીએ.વિરુદ્ધ બળને લેબલને ઉલટાવીને શોધી શકાય તેથી a પર પૃથ્વી દ્વારા લાગતા બળને બદલે તે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ મળે. જે પૃથ્વી પર બોક્સ a વડે લાગતું બળ થશે. તેથી આ વિરુદ્ધ બળ ઉપરની તરફ મળશે કંઇક આ પ્રમાણે અને તે પૃથ્વી પર બોક્સ a દ્વારા લાગતું બળ છે. આ રીતે સમજી શકાય કે પૃથ્વી વડે બોક્સ a ખેંચાય છે તેથી બોક્સ ઉપરની તરફ જાય છે જો તમે ઉપરની તરફ કૂદો તો પણ તમે પાછા નીચે જ આવશો તમે આસપાસ ફરી શકો પરંતુ પૃથ્વી સ્થિર જ રહેશે જો બળોનુ મૂલ્ય સમાન હોય તો શા માટે પૃથ્વી તમારી જેમ આસપાસ ન ફરી શકે? બળનું મૂલ્ય સમાન છે પરંતુ પ્રવેગ સમાન નથી. આપણા દર કરતાં પૃથ્વીનું દળ ખૂબ વધારે છે ત્યાં પ્રવેગ ન મળે જો આપણા પર પૃથ્વી વડે લાગતુ બળ અને પૃથ્વી પર આપણા વડે લાગતુ બળ સમાન હોય તો પણ. આ બે ત્રીજા નિયમના વિરુદ્ધ બળો છે.તેઓ હંમેશા જોડાયેલા રહેશે અને હંમેશા સમાન રહેશે આ બંને બોક્સ પ્રવેગિત હોય કે ન હોય ગતિમાં હોય કે ન હોય એ બધું ધ્યાન રાખવાનું નથી તે દીવાલ સાથે અથડાય, ટેબલ પર મૂકેલું હોય કે અવકાશમાંથી પડતું હોય તો પણ ત્રીજા નિયમ અનુસાર તે બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ જ થશે હવે બીજા બળ વિશે શું કહી શકાય? અહીં ટેબલ પર જે બળ લાગે છે તે ટેબલ વડે a પર લાગતું બળ છે ટેબલ વડે a પર લાગતુ બળ. જો હું આનું લેબલ બદલું ટેબલ દ્વારા બોક્સ a પર લાગતુ બળ. હવે ત્રીજા નિયમને આધારે વિરુદ્ધ બળ શોધવું જ સરળ છે. હું આ લેબલને ઉલટાવી શકું. ટેબલ પર ઉપરની તરફ અને નીચેની તરફ a વડે બળ લાગે છે ટેબલ પર બીજું બળ નીચેની તરફ લાગશે a વડે નીચેની તરફ બળ લાગે છે જે ઉપરની તરફ લગતા બળને સમાન થશે.અહીં આ બળ ટેબલ પર a વડે લાગે. આ બંને બળ પણ ત્રીજા નિયમ પ્રમાણે સમાન થાય તે બંને કોઈ પણ પરિસ્થિતિમાં સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ મળે. આ ટેબલ વડે બોક્સ a પર બળ લાગે છે અને ટેબલ પર બોક્સ a વડે બળ લાગે છે તે બંને કોઈ પણ પરિસ્થિતિમાં સમાન થાય પરંતુ ટેબલ વડે બોક્સ a પર લાગતું બળ એ પૃથ્વી વડે ટેબલ પર લાગતા બળ ને સમાન અને વિરુદ્ધ ન મળે જો ત્યાં પ્રવેગ ન હોય તો બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ મળે જો આપણે તેને એલિવેટરના ઉદાહરણ વડે સમજીએ અથવા રોકેટમાં ઉપરની તરફ પ્રચંડ પ્રવેગ લાગે તો પણ વિરુદ્ધ બળ સમાન થશે તેથી ટેબલ વડે a પર લાગતું બળ અને એ વડે ટેબલ પર લાગતું બળ સમાન થાય તે જ રીતે એ વડે પૃથ્વી પર લાગતું બળ અને પૃથ્વી વડે બોક્સ a પર લાગતુ બળ સમાન થશે પરંતુ આ બંને બળો સમાન થશે નહીં કારણ કે તેઓ પરસ્પર વિરુદ્ધ બળ નથી અમુક પરિસ્થિતિમાં તેઓ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ હોઈ શકે પરંતુ તેઓ હંમેશા સમાન મૂલ્યના અને વિરુદ્ધ ન પણ હોય જો આપણે ઉપરની તરફ પ્રવેગીત ગતિ કરીએ તો બોક્સ પર લાગતું ઉપરની તરફ બળ નીચેની તરફ લાગતા બળ કરતાં વધારે હોય તો તેઓ સમાન થશે નહીં ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે જુદા જુદા પદાર્થ પર લાગતા બળને કારણે તે કેન્સલ થશે નહીં. ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર પરસ્પર વિરુદ્ધ બળને શોધવા બંને વસ્તુઓને શોધી તેના પર લાગતા બળના વિરુદ્ધ લઇ નામકરણને ઉલટાવી શકાય. ત્રીજા નિયમના પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના હોય જો એક વસ્તુ બીજી વસ્તુ કરતાં મોટી હોય તો પણ અથવા વધતું વીજભાર હોય અથવા બીજી વસ્તુ કરતાં વધુ બળ પહોંચાડે જો બંને વસ્તુ અથડાય તો તેમના બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે અને આ ક્રિયાબળને કારણે પ્રતિક્રિયા બળ ઉદ્ભવે અમુક બળ પ્રતિક્રિયાબળની જેમ જ લાગે તો કદાચ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ હોઈ શકે પરંતુ ત્રીજા નિયમના પ્રતિક્રિયાબળ ન પણ હોય. તે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ બીજા કારણોસર હોય.