મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 9
Lesson 6: સંતુલિત અને અસંતુલિત બળસંતુલિત અને અસંતુલિત બળ
સંતુલિત અને અસંતુલિત બળને ઓળખવા વિશે પાયાનું. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
તમે ભૌતિક વિજ્ઞાનમાં સંતુલિત બળ અને અસંતુલિત બળ વિશે સાંભળ્યું હશે આપણે આ વીડિયોમાં ઉદાહરણ લઈને સમજીશું કે તે બળ સંતુલિત છે કે અસંતુલિત ધારો કે આ જમીન છે અને તેના પર કોઈ આ પ્રમાણે પથ્થર છે હવે પૃથ્વીના કેન્દ્ર તરફ આ પથ્થર નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ વડે ખેંચાય છે ધારો કે તે 5 ન્યુટન બળ વડે નીચેની તરફ ખેંચાય છે પરંતુ પથ્થરને જમીન વડે ટેકો મળે છે જમીન તેને નીચે તરફ જતા અટકાવે છે તેથી જમીન વડે પથ્થર પર 5 ન્યુટન ઉપરની તરફ બળ લાગે છે અથવા તો લંબબળ લાગે છે આ બંને બળનું મૂલ્ય સમાન છે પરંતુ બંને વિરુદ્ધ દિશામાં છે હવે આપણે બીજી આકૃતિ વડે સમજીએ ધારો કે આ જમીન છે અને તેના પાર આ પથ્થર સમાન છે પથ્થર નીચેની તરફ 5 ન્યુટન જેટલા બળ વડે ખેંચાય છે અને જમીન વડે પથ્થરને ટેકો મળે છે તે 5 ન્યુટન જેટલું ઉપરની તરફ બળ લગાડે છે હવે અહીં કોઈ માણસ તેને ધક્કો મારે છે જે કંઈક આ પ્રમાણે છે અહીં આ માણસ તેને ધક્કો મારે છે તે તેના પર 2 ન્યુટન જેટલું બળ લગાડીને તેને જમણી દિશામાં ખસેડે છે પરંતુ જમીન અને પથ્થર વડે ઘર્ષણ બળ લાગે છે જે ડાબી બાજુ 2 ન્યુટન જેટલું બળ લગાડે છે અહીં આ એ ઘર્ષણ બળ છે જે તેનાથી વિરુદ્ધ બળ લગાડે છે હવે આપણે ત્રીજી આકૃતિ લઈને સમજીએ અહીં આ જમીન છે અહીં આ તેજ સમાન પથ્થર છે અહીં 5 ન્યુટન બળ નીચેની તરફ લાગે છે અને જમીન વડે પથ્થર પર 5 ન્યુટન બળ ઉપરની તરફ લાગે છે અહીં કોઈ માણસ તેને ધક્કો મારે છે જે કંઈક આ પ્રમાણે થશે અને તેના પર 3 ન્યુટન જેટલું બાલ લગાડીને તેની જમણી બાજુ ખસેડે છે પરંતુ અહીં ઘર્ષણ બળ હજુ પણ 2 જ ન્યુટન લાગે છે અહીં આ ઘર્ષણ બળ છે જે વિરુદ્ધ દિશામાં લાગે છે હવે એક વધુ આકૃતિ દોરીને સમજીએ ધારો કે આ જમીન છે અને પથ્થર જમીનની બદલે આ પ્રમાણે હવામાં છે તેના પર 5 ન્યુટન જેટલું ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગે છે પરંતુ અહીં હવાનો અવરોધ છે ધારો કે 1 ન્યુટન જેટલું બળ ઉપરની તરફ લાગે છે અવરોધને કારણે છે અહીં આ હવાના અવરોધને કારણે છે તેને ઘર્ષણબળ અથવા હવાનો અવરોધ કહી શકાય હવે આ બધા હવાના કણો જમીન પર પડે છે આપણે હવે છેલ્લી આકૃતિ દોરીએ અહીં આ જમીન છે અને તેના પર આ પથ્થર છે 5 ન્યુટન જેટલું ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગે છે અને જમીન વડે પથ્થર પર 5 ન્યુટન જેટલું બળ ઉપરની તરફ લાગે છે હવે અહીં કોઈ માણસ ખુબ જ જોરથી તેને ધક્કો મારી રહ્યું છે તે કંઈક આ પ્રમાણે છે તે અહીં 4 ન્યુટન જેટલું બળ લગાડે છે અને પથ્થરને જમણી બાજુ ખસેડે છે અહીં ઘર્ષણ બળ 2 ન્યુટન જેટલું જ લાગે છે હવે અહીં એક વધુ માણસ છે જે પથ્થરને બળ લગાડી રહ્યું છે આ પ્રમાણે આ માણસ 1 ન્યુટન જેટલું બળ આ માણસ ની વિરુદ્ધ દિશામાં લગાડે છે અને 2 ન્યુટન જેટલું ઘર્ષણ બળ હજુ પણ ડાબી બાજુ લાગે છે માટે અહીં ડાબી બાજુ 3 ન્યુટન જેટલું બળ લાગશે 1 ન્યુટન બળ આ માણસ લગાડે છે અને 2 ન્યુટન બળ ઘર્ષણ બળ છે તો આમાંથી શેમાં અસંતુલિત બળ મળે અથવા બીજી રીતે કહીએતો શેમાં કુલ બળ મળે હવે અહીં પ્રથમ આકૃતિમાં 5 ન્યુટન જેટલું બળ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે અને 5 ન્યુટન જેટલું જમીન વડે પથ્થર પર લંબ બળ લાગે છે આ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે માટે આ બંને કેન્સલ થઇ જશે અને અહીં સંતુલિત બળ મળે અહીં કુલ બળ 0 મળે અહીં સમક્ષિતિજ દિશામાં કોઈ બળ લાગતું નથી કુલ બળ 0 છે અને તેઓ સંતુલિત છે માટે આ અસંતુલિત બળનું ઉદાહણ નથી ફરીથી 5 ન્યુટન ઉપર અને 5 ન્યુટન નીચે બળ લાગે છે તેથી તે બંને એક બીજાને સંતુલિત કરે સમક્ષિતિજ દિશામાં આ માણસ 2 ન્યુટન જેટલું બળ જમણી બાજુ લગાડે છે અને તે ડાબી બાજુ લગતા 2 ન્યુટન જેટલા ઘર્ષણ બળ વડે સંતુલિત થાય છે તેથી ત્યાં કુલ બળ ન મળે અને તેથી અહીં પથ્થર હલશે નહિ આમ આ સંતુલિત બળ થાય ત્યાં કુલ બળ 0 મળે અહીં કોઈ અસંતુલિત બળ નથી હવે ત્રીજીઆકૃતિ ફરીથી શિરોલંબ દિશામાં સમાનબળ લાગેછે માટે આ ગુરુત્વાકર્ષણ બળ લંબ બળ વડે સંતુલિત થશે પથ્થરને પૃથ્વીના કેન્દ્રથી દૂત જતા અટકાવશે અને સમક્ષિતિજ દિશામાં બે બળ લાગે છે આ માણસ 3 ન્યુટન જેટલું બળ જમણી બાજુ લગાડે છે જયારે 2 ન્યુટન જેટલું ઘર્ષણ બળ ડાબી બાજુ લાગે છે 3 ન્યુટન જમણી બાજુ અને 2 ન્યુટન ડાબી બાજુ તેથી 1 ન્યુટન જેટલું કુલ બળ જમણી બાજુ લાગશે અહીં આ કુલ બળ છે આ આકૃતિમાં અસંતુલિત બળ ડાબી અને જમણી બાજુ લાગે છે હવે આપણે આ આકૃતિને સમજીએ આપણને શિરોલંબ દિશામાં લાગતું બળ મળે છે 5 ન્યુટન જેટલું બળ નીચેની તરફ લાગે છે અને અહીં હવાનો અવરોધ અથવા 1 ન્યુટન બળ ઉપરની તરફ લાગે છે પરંતુ તે સંતુલિત નથી માટે 4 ન્યુટન જેટલું બળ હજુ પણ નીચેની તરફ લાગશે આ અસંતુલિત પરિસ્થિતિ છે આ શિરોલંબ દિશામાં બળ મળે છે લંબ બળ એ ગુરુત્વાકર્ષણ બળ નો પ્રતિકાર કરે છે આ બંને સંતુલિત થશે પરંતુ સમક્ષિતિજ દિશામાં જમણી તરફ 4 ન્યુટન જેટલું બળ લાગે છે અને ડાબી બાજુ 3 ન્યુટન જેટલું બળ લાગે છે તેથી અહીં આ કિસ્સામાં કુલ બળ જમણી તરફ લાગે અને તે કુલ બળ 1 ન્યુટન હશે આ પણ અસંતુલિત બળ છે.