મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 9
Lesson 5: લંબ બળ અને સંપર્ક બળખૂણે લાગતા બળની સમીક્ષા
ખૂણે લગતા બળ માટે મુખ્ય કૌશલ્યની સમીક્ષા, જેમ કે બળને તેના સમક્ષિતિજ અને શિરોલંબ ઘટકમાં કઈ રીતે વિભાજીત કરવું.
ખૂણે લાગતા બળના ઘટકોનો ઉપયોગ કરીને બળ સમીકરણ કઈ રીતે લખવું
કોઈક વાર બળ ખૂણે લાગે છે અને યામાક્ષોની દિશામાં હોતું નથી. આકૃતિ 1 માં દર્શાવેલા ખાસ પ્રકારના પ્રશ્નનું નિરીક્ષણ કરીએ.
ખૂણે લાગતા બળને સમક્ષિતિજ અને શિરોલંબ ઘટકોમાં વિભાજીત કરી શકાય (નીચેની આકૃતિ 2 જુઓ). જેથી આપણે સમક્ષિતિજ અને શિરોલંબ દિશામાં સ્વતંત્ર રીતે બળ પર ન્યૂટનનો બીજો નિયમ લાગુ પાડી શકીએ.
લાગુ પાડવામાં આવતા બળ F ના ઘટકો:
સમક્ષિતિજ દિશામાં બળનું નિરીક્ષણ
જો આકૃતિ 1 માં દર્શાવેલું બૉક્સ કોઈ ઘર્ષણનો અનુભવ ન કરે, તો સમક્ષિતિજ દિશામાં લાગતું બળ ફક્ત F, comma, F, start subscript, x, end subscript નો સમક્ષિતિજ ઘટક જ હશે. આપણે સમક્ષિતિજ દિશા માટે ન્યૂટનનો બીજો નિયમ લાગુ પાડી શકીએ અને F અને theta ના સંદર્ભમાં F, start subscript, x, end subscript લખી શકીએ.
શિરોલંબ દિશામાં બળનું નિરીક્ષણ
જો બૉક્સ ટેબલ પર જ રહે, તો F, comma, F, start subscript, y, end subscript નો શિરોલંબ ઘટક શૂન્ય શિરોલંબ પ્રવેગ ઉત્પન્ન કરવા નીચે વજન અને ઉપર લંબ બળ સાથે શિરોલંબ દિશામાં કામ કરે. આપણે શિરોલંબ દિશા માટે ન્યૂટનનો બીજો નિયમ લાગુ પાડી શકીએ અને F અને theta ના સંદર્ભમાં F, start subscript, y, end subscript લખી શકીએ.
વધુ શીખો
ખૂણે લાગતા બળને સમાવતા કોયડાઓને જોવા, આપણો બૉક્સ પરના તણાવ બળ વિશેનો વિડીયો જુઓ.
તમારી સમજ અને આ ખ્યાલ તરફના તમારા કૌશલ્યના કાર્યને ચકાસવા, ખૂણે લાગતા બળ પરનો મહાવરો ચકાસો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.