If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ખૂણે લગતા બળ સાથે મુક્ત પદાર્થ રેખાચિત્ર: કોયડો

સલ થીટા ખૂણે લાગતા બળ સાથે દિવાલની વિરુદ્ધમાં સ્થિર મૂકેલા બૉક્સ માટે મુક્ત પદાર્થ રેખાચિત્ર દોરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં આપણને શું દર્શાવ્યું છે આ બ્લોક છે ધારો કે આ બ્લોક સંપૂર્ણ પણે સ્થિર છે અને તને ઘર્ષણ ધરાવતી સપાટી પર ધક્કો લગાડવામાં આવે છે તેથી દીવાલનું બ્લોક સાથે ઘર્ષણ થશે તેના પર બળ f જેટલા મૂલ્યથી ધક્કો લાગે છે અને પછી તે સમક્ષિતિજ સાથે થિટા ખૂણો બનાવે છે તમે વિડિઓ અટકાવો અને આ બ્લોક માટે ફ્રી બોડી ડાયાગ્રામ એટલે કે મુક્ત પદાર્થ રેખા ચિત્ર બનાવો બળના સમક્ષિતિજ અને શિરોલંબ ઘટકનો સમાવેશ કરો તેમ જ બ્લોક પર લગતા ગુરુત્વકર્ષણ બળનો બ્લોક પર લગતા ઘર્ષણ બળનો અને બ્લોક પર દીવાલને લંબ લગતા બળનો સમાવેશ કરો વિડિઓ અટકાવો અને જાતે જ તેને સમજવાનો પ્રયત્ન કરો ફ્રી બોડી ડાયાગ્રામ દોરતા પહેલા આપણે આ બળને શિરોલંબ અને સેમ ક્ષિતિજ ઘટકમાં વિભાજીત કરી સૌ પ્રથમ શિરોલંબ ઘટક લઈએ તે કંઈક આ પ્રમાણે મળશે અને ત્યાર બાદ સમક્ષિતિજ ઘટક કંઈક આ પ્રમાણે મળશે હવે શિરોલંબ ઘટકનું મૂલ્ય શું થાય અહીં આ ખૂણો છે અને આ બાજુ એ ખૂણાની સામેની બાજુ છે માટે શિરોલંબ ઘટકનું મૂલ્ય f sin ઓફ થિટા થાય f sin ઓફ થિટા આપણે આ અગાઉના વિડિઓમાં જોયું હતું અને તે ત્રિકોણમિતિ પરથી આવે છે જો તમને આ નવું લાગતું હોય તો તમે તેનું પુનરાવર્તન કરી શકો હવે સમક્ષિતિજ ઘટક નું મૂલ્ય f કોસાઈન ઓફ થિટા થાય f કોસાઈન ઓફ થિટા અહીં આ એ આ ખૂણાની પાસેની બાજુ છે સાસાક કોપક ટેસાપા તેના પરથી હવે ફ્રી બોડી ડાયાગ્રામ દોર શકાય ધારો કે આ બ્લોક છે આપણે હવે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ આ બ્લોક છે આપણે સમક્ષિતિજ બળ f કોસાઈન ઓફ થિટા જાણીએ છીએ આપણે તેને દોરીએ તે અહીં આવશે f કોસાઈન ઓફ થિટા આપણે શિરોલંબ બળ પણ જાણીએ છીએ f sin ઓફ થિટા તે અહીં ઉપરની તરફ આવશે શિરોલંબ ઘટક f sin ઓફ થિટા હવે આપણે આ મૂળાક્ષરો પર ધ્યાન આપીએ આ ગુરુત્વાકર્ષણ બળ છે અને તે નીચેની તરફ લાગે છે તેથી તે કંઈક આ રીતનું દેખાશે આ પ્રમાણે f સબ g હું અહીં એરો દર્શાવતી નથી કારણ કે હું માત્ર સદિશના મૂલ્ય વિશે વાત કરીશું અહીં હું આખા સદિશ વિશે વાત કરું ચુ એટલે કે તેની દિશા અને મૂલ્ય બંને લઉં છું હવે ઘર્ષણ બળ શું મળે આપણે એક એવી પરિસ્થિતિમાં છીએ જ્યાં શિરોલંબ ઘટકનું મૂલ્ય f સીન થિટા શિરોલંબ ઘટકનું મૂલ્ય f sin થિટા લેસ ધેન ગુરુત્વાકર્ષણ બળ છે આ પરિસ્થિતિમાં જો ઘર્ષણ બળ ન હોય તો બ્લોક નીચેની તરફ પ્રવેગિત થશે કારણ કે ચોખ્ખું અથવા પરિણામી બળ નીચેની તરફ મળે છે હજુ આપણે ડાબી અને જમણી બાજુના બળ વિશે વાત નથી કરી પરંતુ અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ સ્થિર છે અને ઘર્ષણ બળ ગતિની દિશાની વિરુદ્ધમાં હોય છે તેથી આ બાબતમાં ઘર્ષણ બળ ઉપરની તરફ લાગશે તેથી આપણને આ પ્રમાણે ઘર્ષણ બળ મળે આ રીતે અને તેનું મૂલ્ય F સબ f છે હવે છેલ્લું પરંતુ અગત્યનું લંબ બળ શું મળે જો આ બ્લોક કોઈ પણ દિશામાં ગતિ ન કરે તો લંબ બળ જમણી બાજુના બળનું વિરોધી મળે જે લગાડેલા બળનો સમક્ષિતિજ બળ છે તેથી લંબ બળ ડાબી બાજુએ મળે તે કંઈક આ પ્રમાણે મળશે અને તેનું મૂલ્ય N સબ n છે આપણે આ રીતે આ પદાર્થનું ફ્રી બોડી દયા ગ્રામ દોર્યું હવે જો આ બંને બાબત સમાન હોય તો આપણને ઘર્ષણ બળ ન મળે અથવા ઘર્ષણ બળ 0 મળે તેનું વિરોધી કોઈ પણ બળ ન મળે તેથી આ બંને કેન્સલ થઇ જશે જો બળના શિરોલંબ ઘટકનું મૂલ્ય ઘર્ષણ રહિત ગુરુત્વાકર્ષણ બળ કરતા વધારે હોય તો તે ઉપરની બાજુએ પ્રવેગિત થાય તેથી ઘર્ષણ બળ ગતિનું વિરુદ્ધ લાગે પરંતુ અત્યારે આપણે આ બાબતને ધ્યાનમાં રાખીને ફ્રી બોડી ડાયાગ્રામ દોર્યો છે કે તેનાથી આપણે સમીકરણ બનાવી શકીએ જે આ મૂલ્યોને સંબંધિત મળે આપણે કહી શકીએ કે જો આ બોક્સ કોઈ પણ દિશામાં ગતિ ન કરે તો શિરોલંબ અને સમક્ષિતિજ દિશામાં કુલ બળ 0 મળે આપણે કહી શકીએ કે F સબ N એ સંપૂર્ણ પણે F ગુણ્યાં કોસાઈન ઓફ થિટાનું વિરોધી છે માટે F સબ N બરાબર F કોસાઈન ઓફ થિટા આ પ્રમાણે તેવી જ રીતે F sin ઓફ થિટા + ઘર્ષણ બળનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યનું વિરોધી મળે કારણ કે તે વિરુદ્ધ દિશામાં લાગે છે તેથી F sin ઓફ થિટા + ઘર્ષણ બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ આ રીતે સમીકરણ બનાવી શકાય અને તેમાંથી જો કોઈ એક ચલનું મૂલ્ય ખબર ન હોય તો બાકીના ચલનો ઉપયોગ કરીને તેને ઉકેલી શકાય જે ભૌતિક વિજ્ઞાનમાં ખુબ જ ઉપયોગી છે