જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

આ એકમ વિશે

હવે આપણને એક-પરિમાણમાં વેગ અને પ્રવેગની સારી સમજ પડી ગઈ છે, આપણે એવી પરિસ્થિતિ વિશે વિચારી શકીએ જે વધુ મજાનું છે. થોડી ત્રિકોણમિતિ સાથે, આપણે વિચારી શકીએ કે બેઝબોલ ફેનવે પાર્ક આગળ "ગ્રીન મોન્સ્ટર" ને ક્લિયર કરી શકીએ કે નહિ.

આપણે પુનરાવર્તન કરીશું કે આલેખની મદદથી સદિશનો સરવાળો, બાદબાકી, અને વિભાજન કઈ રીતે કરી શકાય. આ કૌશલ્ય દ્વિ-પરિમાણમાં ગતિનું નિરીક્ષણ કરવા માટે મદદરૂપ થશે.
આપણે જોઈશું કે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને સદિશનું નિરીક્ષણ કઈ રીતે થાય. sine અને cosine વિધેયનું પુનરાવર્તન કરવામાં તમને આ મદદરૂપ થઇ શકે.
આ લેશન સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ વિશે પ્રશ્નોના જવાબ આપવા એક અને દ્વિ-પરિમાણમાં શુદ્ધ ગતિવિજ્ઞાન પર બનેલું છે, જેમ કે કંઈક કેટલું દૂર અને કેટલું લાંબુ ગતિ કરી શકે.
આ લેશન મૂળભૂત પ્રશ્નોને સાંકળે છે, આપણે શક્ય એટલા દૂર સુધી પદાર્થને કઈ રીતે ફેંકી શકીએ? આપણે થોડી ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને પ્રક્ષિપ્તનો સૌથી નાનો ખૂણો શોધવા માટેની આપણી સમજ કેળવીશું.
એક-પરિમાણમાં જે શીખ્યા તેને દૂર કરીએ (જ્યાં આપણે પદાર્થને સીધા જ છોડતા હતા) અને ખૂણે છોડવાનું શરૂ કરીએ. થોડા ત્રિકોણમિતિના ઉપયોગ સાથે (તમે કદાચ sin અને cos નું પુનરાવર્તન કરવા માંગો) આપણે શોધીશું કે કંઈક કેટલું દૂર અને કેટલું લાંબુ ગતિ કરી શકે.
અત્યાર સુધી આપણે પ્રક્ષિપ્તને સમક્ષિતિજ સપાટી પર ફેંકતા હતા, ચાલો હવે તેને ઢોળાવ પર ફેંકીએ.
જયારે ગતિ સમતલ પર થતી હોય ત્યારે સાપેક્ષ ગતિ અને નિર્દેશ ફ્રેમને સમાવતા પ્રશ્નોને કઈ રીતે ઉકેલવા તે શીખીએ અને સમજીએ.
આ લેશનમાં, આપણે કોણીય ગતિના ચલ જેવા કે કોણીય વેગ અને કોણીય સ્થાનાંતરનો ઉપયોગ કરીને વર્તુળમા ફરતા પદાર્થની ગતિને કઈ રીતે દર્શાવી શકાય તે શીખીશું.
શું અચળ ઝડપ આગળ વર્તુળમાં ફરતું કંઈક પ્રવેગિત થાય? જો હા, તો કઈ દિશામાં? આ લેશનમાં, આપણે કેન્દ્રગામી પ્રવેગ પર વધુ ધ્યાન આપીશું.