If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કેન્દ્રગામી પ્રવેગની સમીક્ષા

કેન્દ્રગામી પ્રવેગની દિશા માટેની સમજ સહીત, કેન્દ્રગામી ગતિ માટે મુખ્ય ખ્યાલ, સમીકરણ, અને કૌશલ્યની સમીક્ષા.

મુખ્ય શબ્દ

શબ્દ (સંજ્ઞા)અર્થ
કેન્દ્રગામી પ્રવેગ (ac)વક્ર પથના કેન્દ્ર તરફનો પ્રવેગ અને પદાર્થના વેગને લંબ. તેના કારણે વર્તુળાકાર પથ પર તેની દિશા બદલાય છે અને ઝડપ નહિ. તેનો SI એકમ ms2 છે.

સમીકરણ

સમીકરણસંજ્ઞાનો અર્થશબ્દોમાં અર્થ
ac=v2rac કેન્દ્રગામી પ્રવેગ છે, v રેખીય ઝડપ છે, અને r વર્તુળની ત્રિજ્યા છેકેન્દ્રગામી પ્રવેગ એ રેખીય ઝડપના વર્ગના સમપ્રમાણમાં હોય છે અને વક્ર પથની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
ac=ω2rac કેન્દ્રગામી પ્રવેગ છે, ω કોણીય ઝડપ છે, અને r વર્તુળની ત્રિજ્યા છેકેન્દ્રગામી પ્રવેગ એ કોણીય ઝડપના વર્ગના અને પથની ત્રિજ્યાના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે.

સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો

લોકો ભૂલથી વિચારે છે કે કેન્દ્રગામી પ્રવેગ સ્પર્શીય રીતે બહારની તરફ હોય છે. પ્રવેગ એ પ્રતિ સમય વેગમાં થતો ફેરફાર છે. અચળ ઝડપે વર્તુળાકાર પથ પર પદાર્થો નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે, તેથી ફક્ત દિશામાં થતા ફેરફાર માટે જ પ્રવેગ વેગને લંબ આવે.
વર્તુળાકાર પથ પર પદાર્થને પાછો વાળવા માટે પ્રવેગ સદિશ કેન્દ્ર તરફ જ હોવો જોઈએ. બહારની તરફનો પ્રવેગ પદાર્થની દિશાને બહારની તરફ વાળે અને વર્તુળાકાર પથથી દૂર કરી દે. નિયમિત વર્તુળાકાર ગતિ માટે વેગ અને પ્રવેગની દિશા વિશે વધુ સમજ મેળવવા અમારો કેન્દ્રગામી પ્રવેગ વેગ અને ત્રિજ્યા સાથે કઈ રીતે સંબંધિત છે તે વિશેનો વિડીયો જુઓ.
દિશાની નોંધ રાખવાની એક રીત એ યાદ રાખવાની છે કે કેન્દ્રગામી પ્રવેગ હંમેશા પદાર્થના વક્ર પથના કેન્દ્ર તરફ હોય છે.

વધુ શીખો

કેન્દ્રગામી પ્રવેગની વધુ સમજણ માટે, વક્ર ફરતે અચળ ઝડપ સાથેની રેસ કાર વિશેનો અમારો વિડીયો જુઓ.
તમારી સમજ અને આ ખ્યાલ તરફ તમારા કૌશલ્યને ચકાસવા, કેન્દ્રગામી પ્રવેગમાં થતા ફેરફારનું અનુમાન લગાવવાનો મહાવરો ચકાસો.