If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પ્રક્ષિપ્ત ગતિના આલેખની સમીક્ષા

પ્રક્ષિપ્ત ગતિના આલેખનુ નિરીક્ષણ કરવા સહીત, બે-પરિમાણમાં પ્રક્ષિપ્ત ગતિ માટે મુખ્ય ખ્યાલ અને કૌશલ્યની સમીક્ષા.

મુખ્ય શબ્દ

શબ્દઅર્થ
પ્રક્ષિપ્તપદાર્થ હવામાંથી ગતિ કરે છે, પ્રારંભમાં ફેંકવામાં આવે છે અથવા નીચે પડે છે, તેના પર ફક્ત ગુરુત્વાકર્ષણની જ અસર થાય છે.
પ્રક્ષેપણનો માર્ગપ્રક્ષિપ્તનો પથ, જે બે પરિમાણમાં પરવલયાકાર છે.
પ્રક્ષિપ્ત ગતિહવામાં પદાર્થની હલનચલન, તેના પર ફક્ત ગુરુત્વાકર્ષણની જ અસર થાય છે.

પ્રક્ષિપ્ત ગતિના આલેખનુ નિરીક્ષણ કરવું

સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો

  1. યાદ રાખો: શિરોલંબ દિશામાં જે કઈ પણ થાય છે તે સમક્ષિતિજ દિશાને અસર કરતુ નથી, અને વિરુદ્ધ. પદાર્થનું સમક્ષિતિજ સ્થાન, વેગ, અથવા પ્રવેગ એ તેના શિરોલંબ સ્થાન, વેગ, અથવા પ્રવેગને અસર કરતુ નથી. આ ગતિને ફક્ત સમયના ચલ t વડે સંબંધિત કરી શકાય.
  2. એ ભૂલી જવું સરળ છે કે સમક્ષિતિજ ગતિ પાસે અચળ વેગ (અને શૂન્ય પ્રવેગ!) હોય છે જયારે શિરોલંબ ગતિ પાસે અચળ પ્રવેગ હોય છે. આનો અર્થ થાય કે પ્રક્ષિપ્ત માટે, x-દિશામાં પ્રારંભિક વેગ x-દિશાના અંતિમ વેગને સમાન થશે, જયારે y-દિશામાં પ્રારંભિક અને અંતિમ વેગ ગુરુત્વાકર્ષણના કારણે જુદા હશે.

વધુ શીખો

તમારી સમજ અને આ ખ્યાલ તરફ કૌશલ્ય ચકાસવા, પ્રક્ષિપ્ત માટે આલેખ ઓળખવા and ઘણી બધી પ્રક્ષિપ્તની સરખામણી કરવી પરનો મહાવરો ચકાસો.