If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિની સમીક્ષા

સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિના નિરીક્ષણ માટે મુખ્ય ખ્યાલ, સમીકરણ અને કૌશલ્યની સમીક્ષા કરવી જેમ કે  શુદ્ધ ગતિવિજ્ઞાનનો ઉપયોગ કરીને બે પરિમાણમાં ગતિના પ્રશ્નોને કઈ રીતે ઉકેલવા.

મુખ્ય શબ્દ

શબ્દઅર્થ
વિસ્તારપ્રક્ષિપ્ત મુસાફરી દરમિયાન કાપેલું મહત્તમ સમક્ષિતિજ અંતર.

સમીકરણ

આપણી પાસે કોઈ નવું સમીકરણ નથી, વાહ! સમીકરણ એક પરિમાણમાં શુદ્ધ ગતિવિજ્ઞાનના સૂત્રને સમાન છે, પરંતુ આપણી પાસે હવે દરેક પરિમાણ માટે ચલ અને સૂત્રનો એક ગણ છે.

સમક્ષિતિજ સમીકરણને સાદુંરૂપ આપવું

સમક્ષિતિજ દિશા માટે, ax હંમેશા શૂન્ય છે કારણકે ગુરુત્વાકર્ષણ આ દિશામાં કામ કરે છે. આમ, પદ ax સાથે શુદ્ધ ગતિવિજ્ઞાનનું સાદુંરૂપ:
x=x0+vxtvx=vx0

બે-પરિમાણમાં ગતિના પ્રશ્નને કઈ રીતે ઉકેલી શકાય

  1. જ્ઞાત અને અજ્ઞાત ચલની યાદી બનાવો. નોંધ: ગતિ વચ્ચેનો ફક્ત એક સામાન્ય ચલ સમય t છે.
  2. ગતિને x- અને y-અક્ષને સમાંતર સમક્ષિતિજ અને શિરોલંબ ઘટકમાં વિભાજીત કરો. દરેક પરિમાણમાં ગતિ એકબીજાથી સ્વતંત્ર છે.
  3. બંને અલગ ગતિમાં અજ્ઞાત માટે ઉકેલો—એક સમક્ષિતિજ અને એક શિરોલંબ। આપણે આમાં 1D ગતિની જેમ જ સમાન પદ્ધતિ કરીએ.

સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો

  1. કેટલાક વિદ્યાર્થીઓ ભૂલી જાય છે કે x- અને y-દિશામાં ગતિ સ્વતંત્ર છે. x-દિશામાં જે કઈ પણ થાય છે તે y-દિશાને અસર કરતુ નથી અને ઉલટું.
  2. યામ અક્ષોને વ્યાખ્યાયિત કરવાની ખાતરી કરો અને પ્રવેગ અચળાંક g ની નિશાની પર ધ્યાન આપો. જો ઉપરની દિશા ધન હોય અને બોલ નીચે પૃથ્વી તરફ પડી રહ્યો હોય, ay 9.8ms2 થાય કારણકે પ્રવેગ ઋણ દિશામાં છે.

વધુ શીખો

તમારી સમજ અને આ ખ્યાલ તરફ તમારા કૌશલ્યને ચકાસવા, સમક્ષિતિજ પ્રક્ષિપ્ત માટે શુદ્ધ ગતિવિજ્ઞાનના સમીકરણને ઉકેલવાનો મહાવરો ચકાસો.