If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :7:53

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અગાઉના વિડીઓમાં મેં કહ્યું હતું કે જ્યારે વસ્તુ ઉતરણ કરે ત્યારે તેનું અંતિમ વેગ શોધીશું હવે આ વિડિઓમાં આપણે તે કરીએ આપણે અંતિમ વેગના સમક્ષિતિજ અને શિરોલંબ ઘટકને શોધીએ પછી આપણે કુલ અંતિમ વેગની ફરીથી રચના કરીએ સમક્ષિતિજ ઘટક સરળ છે કારણ કે આપણે જાણીએ છીએ કે વેગનું સમક્ષિતિજ ઘટક આ કિંમત થાય તે 30 કોસાઈન ઓફ 80 ડિગ્રી થાય તે કોઈ પણ સમયે બદલાશે નહિ માટે જયારે વસ્તુ ઉતરણ કરશે ત્યારે પ્રક્ષિપ્ત ગતિના વેગનો સમક્ષિતિજ ઘટક આ થશે આપણે વેગના શિરોલંબ ઘટકને શોધવાની જરૂર છે અગાઉના વિડિઓમાં આપણે હવામાં લાગતો સમય શોધ્યો આપણને હવામાં લગતા સમય અને પ્રારંભિક વેગ પરથી અંતિમ વેગ શોધવાની રીત ખબર છે હવે આપણે તે કરીએ આપણે ફક્ત શિરોલંબની જ વાત કરીશું કારણ કે સમક્ષિતિજ વેગ બદલાશે નહિ આપણે ફક્ત શિરોલંબ દિશાની જ વાત કરીએ આપણે ધરી લઈએ કે હવાનો અવરોધ અવગણીય છે આપણે ફક્ત શિરોલંબ ઘટક સાથે કામ કરી રહ્યા છીએ માટે વેગમાં થતા ફેરફારનો શિરોલંબ ઘટક બરાબર પ્રવેગનો શિરોલંબ ઘટક ગુણ્યાં સમયમાં થતો ફેરફાર હવે વેગમાં થતો ફેરફાર શું છે તે અંતિમ શિરોલંબ વેગ ઓછા પ્રારંભિક શિરોલંબ વેગ થશે આપણે પ્રારંભિક શિરોલંબ વેગ જાણીએ છીએ તે 29 .54 મીટર પ્રતિ સેકેંડ હતું જે આપણે શોધ્યું તે 30 ગુણ્યાં sin ઓફ 80 ડિગ્રી છે 29 .54 મીટર પ્રતિ સેકેંડ માટે અહીં પ્રારંભિક વેગ 29 .54 મીટર પ્રતિ સેકેંડ થશે બરાબર શિરોલંબ દિશામાં પ્રવેગ જે -9 .8 મીટર પ્રતિ સેકેંડનો વર્ગ થશે કારણ કે નીચેની તરફ છે ગુણ્યાં સમયમાં થતો ફેરફાર અહીં હવામાં સમય 5 .67 સેકેંડ છે 5 .67 સેકેંડ હવે આપણે અંતિમ વેગના શિરોલંબ ઘટકને ઉકેલીએ ફરીથી આ શિરોલંબ ઘટક છે બંને બાજુ 29 .54 ને ઉમેરીએ તેથી આપણને અંતિમ વેગનો શિરોલંબ ઘટક મળશે 29 .54 મીટર પ્રતિ સેકેંડ ઓછા 9 .8 મીટર પ્રતિ સેકેંડનો વર્ગ ગુણ્યાં 5 .67 સેકેંડ અહીંથી આ સેકેંડ કેન્સલ થઇ જશે અને બધું મીટર પ્રતિ સેકેંડમાં જ મળશે હવે તેને શોધવા આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ 29 .54 ઓછા 9 .8 ગુણ્યાં 5 .67 તેથી આપણને અંતિમ વેગ -26 .03 મળે અહીં આ -26 .03 મીટર પ્રતિ સેકેંડ થાય તેનો અર્થ શું થાય યાદ રાખો કે આપણે શિરોલંબ દિશામાં કામ કરી રહ્યા હોઈએ ત્યારે ઉપરની તરફ ધન અને નીચેની તરફ ઋણ લઈએ છીએ તેનો અર્થ એ થાય કે જયારે આપણે ઉતરાણ કરીએ ત્યારે આપણે 26 .03 મીટર પ્રતિ સેકેંડના વેગથી નીચેની તરફ જઈએ છીએ હવે જયારે આપણે નીચેની તરફ વાલીએ ત્યારે તેનો કુલ વેગ શું થાય વેગનો શિરોલંબ ઘટક -26 .03 નીચેની દિશામાં જાય છે તેનો શિરોલંબ ઘટક આ પ્રમાણે નીચેની દિશામાં જાય છે -26 .03 મીટર પ્રતિ સેકેંડ અને હવે આખા સમયગાળા દરમિયાન વેગનો સમક્ષિતિજ ઘટક બદલાતો નથી જેનું મૂલ્ય 30 ગુણ્યાં કોસાઈન ઓફ 80 ડિગ્રી હતું તેને ગણવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ 30 ગુણ્યાં કોસાઈન ઓફ 80 ડિગ્રી જેના બરાબર 5 .21 મીટર પ્રતિ સેકેંડ થાય તેથી તેનું સમક્ષિતિજ ઘટક અહીં આ 5 .21 મીટર પ્રતિ સેકેંડ થશે તો તેનો કુલ વેગ કેટલો થાય આપણે તેનું સરવાળો કરવા અહીં આ શિરોલંબ ઘટકને ભૂરા સદિશના અંતિમ બિંદુ પર ખસેડીએ આ પ્રમાણે અહીં આ -26 .03 મીટર પ્રતિ સેકેંડ છે અને હવે કુલ વેગના મૂલ્યને શોધવા આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ આમ કુલ વેગનું મૂલ્ય અથવા તેની લંબાઈ બરાબર વર્ગમૂળમાં 5 .21 નો વર્ગ 5 .21 નો વર્ગ + 26 .03 નો વર્ગ અહીં માઇનસનો વર્ગ કરીએ તો ધન જ થાય કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ વર્ગમૂળમાં 5 .21 નો વર્ગ + 26 .03 નો વર્ગ અને આપણને કુલ વેગનું મૂલ્ય 26 .55 મળે અહીં કુલ વેગનું મૂલ્ય 26 .55 મીટર પ્રતિ સેકેંડ થશે કુલ વેગનું મૂલ્ય 26 .55 મીટર પ્રતિ સેકેંડ છે પરંતુ આપણે તેની દિશા પણ શોધવી પડે તેથી આપણે અહીં આ ખૂણો શોધીએ આપણે સમક્ષિતિજની નીચેનો ખૂણો શોધીએ અને તે ખૂણો ઋણ થાય તે ખૂણો શું થશે આપણે ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ કરી શકીએ આપણે અહીં તેંજેન્ટ થિટાનો ઉપયોગ કરીએ માટે તેંજેન્ટ થિટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ સામેની બાજુ 26 .03 મીટર પ્રતિ સેકેંડ છે ભાગ્યા પાસેની બાજુ 5 .21 તેથી થિટા બરાબર ઇનવર્ષ તેંજેન્ટ ઓફ 26 .03 ભાગ્યા 5 .21 આપણે ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તેંજેન્ટ ઇનવર્ષ ઓફ 26 .03 ભાગ્યા 5 .21 અને તેના બરાબર આપણને 78 .7 ડિગ્રી મળે પરંતુ તે સમક્ષિતિજની નીચે આવશે અહીં આ 78 .7 ડિગ્રી અને તે સમક્ષિતિજની નીચે આવશે તે સમક્ષિતિજની નીચે આવશે અથવા તમે તેને સમક્ષિતિજની ઉપર -78 .7 ડિગ્રી તરીકે પણ જોઈ શકો આમ આપણે અંતિમ વેગ શોધ્યો જે કંઈક આ પ્રમાણે આવશે તે સમક્ષિતિજની નીચે 78 .7 અંશના ખૂણે 26 .55 મીટર પ્રતિ સેકેંડ છે