If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 8

Lesson 10: નિયમિત વર્તુળાકાર ગતિનો પરિચય

કોણીય વેગમાં થતા ફેરફાર પરથી આવર્તકાળ અને આવૃત્તિમાં થતો ફેરફાર: કોયડો

કોણીય વેગમાં થતા ફેરફાર પરથી આવર્તકાળમાં થતો ફેરફાર શોધવાનું ઉદાહરણ, અને કોણીય વેગમાં થતા ફેરફાર પરથી આવૃત્તિમાં થતો ફેરફાર શોધવાનું ઉદાહરણ.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

મોટું પૈંડું 4 ઓમેગા ના કોણીય વેગ સાથે ફરે છે નાનું પૈંડું અડધા કોણીય વેગ સાથે ફરે છે હું અનુમાન લગાવું છું કે મોટા પૈંડા ના કોણીય વેગનું અડધું મોટા પૈંડા ના આવર્તકાળ T લાર્જની સરખામણી નાના પૈંડા ના આવર્તકાળ T સ્મોલ સાથે શું થાય વિડિઓ અટકાવો અને જાતે જ શોધો કોય પણ 1 જવાબ પસંદ કરો અહીં મુખ્ય ચાવી કોણીય વેગ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ છે સૂત્ર યાદ રાખવાની જગ્યાએ મને તેને સમજવાનું વધારે પસંદ છે માટે અહીં આવર્તકાળ પિરિયડ T બરાબર એક પરિભ્રમણ પૂર્ણ કરવા જો આપણે નિયમિત વર્તુળ આકાર ગતિ કરતા હોઈએ તો આ આખા વર્તુળ ની ફરતે જવાબ અથવા એક પરિભ્રમણ પૂર્ણ કરવા મારે 2 પાઇ રેડિયન જેટલું અંતર કાપવું પડે માટે આવર્તકાળ બરાબર 2 પાઇ કાપવું પડતું અંતર ભાગ્યા મારો કોણીય વેગ ઓમેગા કેટલું ઝડપથી 2 પાઇ જેટલું અંતર કાપવા હું કેટલું ઝડપથી જાઉં છું મને આ રીતે સૂત્ર ને સમજવું ગમે જે કોણીય વેગ અથવા કોણીય વેગનું મૂલ્ય અને આવર્તકાળ વચ્ચે સંબંધ ધરાવે છે તેથી મોટા પૈંડા નો આવર્તકાળ T સબ લાર્જ T સબ લાર્જ બરાબર મોટા પૈંડાનો આવર્તકાળ બરાબર મોટું પૈંડું 4 ઓમેગા ના કોણીય વેગ સાથે ફરે છે 2પાઇ છેદમાં કોણીય વેગ અહીં કોણીય વેગ 4 ઓમેગા છે અને તેવી જ રીતે નાનું પૈંડું અડધા કોણીય વેગ સાથે ફરે છે માટે T સબ સ્મોલ નાના પૈંડાનો આવર્તકાળ બરાબર 2 પાઇ ભાગ્યા કોણીય વેગ અહીં તે અડધા કોણીય વેગ સાથે ફરે છે મોટા પૈંડાના કોણીય વેગ થી અડધું મોટા પૈંડાના કોણીય વેગ 4 ઓમેગા છે માટે નાના પૈંડાનો કોણીય વેગ તેનો અડધો એટલે કે 2 ઓમેગા થશે હવે આ બને બાબતોની સરખામણી કઈ રીતે કરી શકાય તે કરવા આ બને સમીકરણ નું થોડું સાદુંરૂપ આપીએ તેથી T સબ લાર્જ મોટા પૈંડાનો આવર્તકાળ બરાબર પાઈના છેદમાં 2 ઓમેગા અને નાના પૈંડાનો આવર્તકાળ બરાબર પાઈના છેદમાં ઓમેગા થશે હવે આ ગુલાબી સમીકરણ એ લીલા સમીકરણ કરતા અડધું છે હું તેને આ પ્રમાણે પણ લખી શકું તેના બરાબર 1/2 ગુણ્યાં પાઈના છેદમાં ઓમેગા અથવા તેને આ પ્રમાણે પણ લખી શકાય મોટા પૈંડાનો આવર્તકાળ બરાબર T સબ લાર્જ બરાબર 1/2 ગુણ્યાં અહીં આ નાના પૈંડાનો આવર્તકાળ છે તેથી પાઈના છેદમાં ઓમેગા ની જગ્યાએ આપણે T સબ સ્મોલ લખીએ હવે અહીં આ જવાબ આમાંથી કયા વિકલ્પ સાથે મેચ થાય છે તે અહીં વિકલ્પ b સાથે મેચ થાય છે મોટા પૈંડાનો આવર્તકાળ બરાબર 1/2 ગુણ્યાં નાના પૈંડાનો આવર્તકાળ માટે આપણે આ વિકલ્પ ને પસંદ કરીશું હવે મોટું પૈંડું 4 ઓમેગા ના કોણીય વેગ સાથે ફરે છે અને નાનું પૈંડું અડધા કોણીય વેગ સાથે ફરે છે તેથી તે અડધું જેટલું ઝડપથી ફરશે જો તે અડધા જેટલું ઝડપથી ફરે તો તે એક પરિભ્રમણ પૂર્ણ કરવા બમણો સમય લેશે આમ નાનું પૈંડું બમણો સમય લેશે અથવા મોટું પૈંડું અડધો સમય લેશે આપણે વધુ એક ઉધારણ જોઈએ આઈસ સ્કેટર 2ઓમેગા ના કોણીય વેગ સાથે ફરે છે તેણી તેનો ખભો તેના શરીરથી દૂર લઇ જાય છે તેનો કોણીય વેગ ઘટીને ઓમેગા થાય છે તેણીની ફરવાની આવૃત્તિ કઈ રીતે બદલાય છે વિડિઓ અટકાવો અને જાતે જ વિચારો આપણે કોણીય વેગ આવૃત્તિ કોણીય વેગ સાથે કઈ રીતે સંબધિત છે તે વિચારીએ આપણે અગાવું ના ઉધારણ માં જોઈ ગયા કે આવર્તકાળ બરાબર 2 પાઇ એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે કાપવું પડતું અંતર ભાગ્યા ઓમેગા આપણે કેટલું ઝડપથી જઈએ છેતે આમ આવર્તકાળ બરાબર 2 પાઇ ભાગ્યા કોણીય વેગ 2 પાઇ ભાગ્યા ઓમેગા અને આવૃત્તિ એ આવર્તકાળનું વ્યસ્ત છે માટે આવૃત્તિ બરાબર ઓમેગા ના છેદ માં 2 પાઇ આપણે 1સેકન્ડમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કર્યા તે હવે આઈસ સ્કેટર 2 ઓમેગા ના કોણીય વેગ સાથે ફરે છે માટે તેની પ્રારંભિક આવૃત્તિ એટલે કે ઇનિશીઅલ ફ્રિકવન્સી આ પ્રમાણે થશે તેનો કોણીય વેગ 2 ઓમેગા છે 2 ઓમેગા છેદમાં 2 પાઇ અને ત્યાર બાદ તેણી તેનો ખભો તેના શરીરથી દૂર લઇ જાય છે આપણે આ વિશે બીજા વીડિયોમાં વાત કરીશું તેથી તેનો કોણીય વેગ ઘટીને ઓમેગા થાય છે એટલે કે તેની અંતિમ આવૃત્તિ ફાઇનલ ફ્રિકવન્સી બરાબર ઓમેગા ના છેદમાં 2 પાઇ હવે આ બંનેની સરખામણી કઈ રીતે કરી શકાય અથવા તેને આ પ્રમાણે પણ લખી શકાય પ્રારંભિક આવૃત્તિ f ઇનિશીઅલ બરાબર 2 ગુણ્યાં ઓમેગા ના છેદમાં 2 પાઇ એટલે કે તેના બરાબર 2 ગુણ્યાં અહીં આ અંતિમ આવૃત્તિ થશે એટલે કે f ફાઇનલ અંતિમ આવૃત્તિ અથવા તેને લખવાની બીજી રીત f ફાઇનલ અંતિમ આવૃત્તિ બરાબર બને બાજુએ 2 વડે ભાગીએ તો 1/2 ગુણ્યાં fઇનિશીઅલ એટલે કે પ્રારંભિક આવૃત્તિ જો તેની પ્રારંભિક આવૃત્તિ અંતિમ આવૃત્તિ ની બે ગણી હોય તો અંતિમ આવૃત્તિ એ પ્રારંભિક આવૃત્તિ ની અડધી થશે ફરીથી તેણીની ફરવાની આવૃત્તિ કઈ રીતે બદલાય છે એવું લાગે છે કે તે અડધી થાય છે અને તે સાચું છે કારણકે જો તમારો કોણીય વેગ અડધો થશે તો તમે અડધું જેટલું ઝડપથી ફરશો અને તમે 1 સેકન્ડમાં અડધું પરિભ્રમણ પૂર્ણ કરશો તેથી તમારી આવૃત્તિ 2 ના અવયવો વડે ઘટે છે આપણે આ વિકલ્પને પસંદ કરીશું