મુખ્ય વિષયવસ્તુ
Unit 6: સુરેખપથ પર ગતિ
આ એકમ વિશે
સ્થાનાંતર, વેગ, અને પ્રવેગના ખ્યાલને વધુ સમજીએ. આપણે રસપ્રદ બાબતો કરીશું જેવી કે ખડક પરથી પદાર્થ ફેકવો (વાસ્તવિક જિંદગી કરતા પેપર પર ઘણું સુરક્ષિત) અને જોઈએ કે બોલ હવામાં કેટલો ઊંચે ઉડી શકે.આપણે અંતર અને સ્થાનાંતરના ખ્યાલોનું પુનરાવર્તન કરીશું અને ગતિને સમજવાની જુદી જુદી રીત જેમ કે આલેખ અને સંખ્યા રેખાનો ઉપયોગ કરીશું. તેથી તમારા સીટબેલ્ટ બાંધી દો (ખરેખર આ જરૂરી નથી કારણકે આપણે આ ટ્યૂટોરિયલમાં પ્રતિપ્રવેગિત થવા પર વિચારતા નથી) અને ભૌતિકશાસ્ત્રના પાયાના જ્ઞાનની મુસાફરી માટે તૈયાર થઇ જાઓ.
આ ટ્યૂટોરિઅલ શુદ્ધ ગતિવિજ્ઞાનના (પદાર્થની ગતિ) તમારા જ્ઞાન માટે ખૂબ જ મહત્વનું છે. તમે કદાચ પહેલેથી જ જાણો છો કે અંતર = દર x સમય. આ ટ્યૂટોરિઅલ સદિશ (અમે અહીં સદિશનો પણ પરિચય આપીશું) સાથે તમારા વિચારનું પુનરાવર્તન કરશે. તેથી તમારા સીટબેલ્ટ બાંધી દો (ખરેખર આ જરૂરી નથી કારણકે આપણે આ ટ્યૂટોરિયલમાં પ્રતિપ્રવેગિત થવા પર વિચારતા નથી) અને ભૌતિકશાસ્ત્રના પાયાના જ્ઞાનની મુસાફરી માટે તૈયાર થઇ જાઓ.
શીખો
આપણે તાત્ક્ષણિક વેગ અને ઝડપના ખ્યાલનું પુનરાવર્તન કરીશું અને ગતિનું નિરીક્ષણ કરવા માટે વેગ-સમય અને સ્થાન-સમયના આલેખનો ઉપયોગ કરીશું.
શીખો
મહાવરો
અસંતુલિત બળના વિશ્વમાં (જેને તમે ન્યૂટનના નિયમ વિશે વધુ શીખશો ત્યારે જોશો), તમારી પાસે પ્રવેગ હશે (જે વેગમાં થતા ફેરફારનો દર છે). ક્યાં તો તમે પોર્શ કાર 60 mph કરતા કેટલી ઝડપી થઇ શકે તેના વિશે વિચારો અથવા યાત્રી વિમાન માટે જરૂરી ઝડપ મેળવવા તે કેટલો સમય લે તેના વિશે, આ ટ્યૂટોરિયલ તમને મદદ કરશે.
શીખો
મહાવરો
અમે સૂત્રોને યાદ રાખવામાં માનતા નથી અને તમારે પણ ન માનવું જોઈએ (જો તમે તમારી જિંદગી તમારી સાચી શક્તિના પડછાયામાં જીવવા ન માંગતા હોવ તો). આ ટ્યૂટોરિઅલ શુદ્ધ ગતિવિજ્ઞાનમાં (પ્રક્ષિપ્ત ગતિના પ્રશ્નો સહીત) પ્રશ્નોને ઉકેલવા માટે આપણે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ વિશે જે જાણીએ છીએ તેનાથી બનેલું છે. આ સાથે જ, અમે કેટલાક સૂત્ર તારવ્યા (અથવા ફરીથી તારવ્યા) છે જેને તમે તમારા ભૌતિકશાસ્ત્રના પુસ્તકમાં જોઈ શકો.

સંકલિત કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને રેખા પર ગતિ વિશેના પ્રશ્ન ઉકેલો. ઉદાહરણ તરીકે, સમયના વિધેય તરીકે કણનો વેગ v(t) આપ્યો છે, આપેલા સમયગાળામાં કણે કેટલી મુસાફરી કરી તે શોધો.
શીખો
- આ પ્રકરણમાં વિડીયો કે આર્ટિકલ ઉપલબ્ધ નથી
મહાવરો
જયારે ગતિ સુરેખપથ પર થતી હોય ત્યારે સાપેક્ષ ગતિ અને નિર્દેશ ફ્રેમને સમાવતા પ્રશ્નોને કઈ રીતે ઉકેલવા તે શીખીએ અને સમજીએ.