If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પ્રવેગ

પ્રવેગ (a) એ સમયમાં થતા ફેરફાર (Δt) દરમિયાન વેગમાં થતો ફેરફાર (Δv) છે, a = Δv/Δt સમીકરણ વડે દર્શાવવામાં આવે છે. આ તમને મીટર પ્રતિ સેકંડના વર્ગ (m/s^2) માં વેગમાં કેટલો ઝડપથી ફેરફાર થાય છે તે માપવાની અનુમતિ આપે છે. પ્રવેગ પણ સદિશ રાશિ છે, તેની પાસે મૂલ્ય અને દિશા બંને હોય છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડીઓમાં હું તમને પ્રવેગ વિશે સમજાવીશ પ્રવેગ એટલે એક્સલારેશન આ શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો હશે પ્રવેગ એટલ વેગમાં થતો ફેરફાર છેદ માં સમય ઉદાહરણ તરીકે જો તમે કાર લઈને બહાર જતા હોવ તો તમે વેગમાં થતો ફેરફાર નોંધ્યો હશે તેને સમજવા આપણે પોર્શ 911 કાર લઈએ જો આપણે સ્ટોપવોચમાં જોઈએ તો જણાશે કે તે કાર 3 સેકન્ડમાં 0 થી 60 માઈલ્સ પ્રતિ કલાક જેટલું અંતર કાપે છે આકોઈ ચોક્કસ આકડો નથી પરંતુ તેની નજીકનો આકડો હોઈ શકે 0 થી 60 માઈલસ પ્રતિ કલાક 3 સેકન્ડ અહી ફક્ત ઝડપ જ દર્શાવી છે કારણ કે અહી મુલ્યનો જ ઉલ્લેખ કર્યો છે આપણે અહી દિશા દર્શાવી નથી આપણે ધારી લઈએ કેતે સમાન દિશામાંજ હશે 3 સેકન્ડમાં તે 0 માઈલ્સ પ્રતિ કલાક થી 60 માઈલ્સ પ્રતિ કલાકની ઝડપે પૂર્વ દિશામાં જાય છે તો અહી પ્રવેગ બરાબર શું થશે મેં તમને વ્યાખ્યા જણાવી વેગમાં થતો ફેરફાર છેદમાં સમય પ્રવેગ એ સદિશ રાશી છે તે ફક્ત વેગમાં સમય સાથે તતો ફેરફાર જ નહિ પરંતુ દિશા પણ દર્શાવે છે અથવા તમે તે પ્રમાણે પણ વિચારી શકો કે વેગ પોતે સદિશ રાશી છે તેથી પ્રવેગ પણ સદિશ રાશી થશે તે મુલ્ય અને દિશા બંને દર્શાવે છે આમ પ્રવેગ માટે માની લઈએ કે તે જમણી દિશામાં 0 માઈલ પ્રતિ કલાક થી 60 માઈલ્સ પ્રતિ કલાક જાય છે આમ પ્રવેગમાં થતો ફેરફાર બરાબર વેગમાં થતો ફેરફાર જેને આ પ્રમાણે લખી શકાય અહી આ ચિન્હ ડેલ્ટા એ ફેરફાર સૂચવે છે ડેલ્ટા એટલે ફેરફાર છેદમાં સમય અગાઉના ઘણા વિડીઓમાં મેં જણાવ્યું હતું કે સમય એટલે સમયમાં થતો ફેરફાર તેથી તેને આ પ્રમાણે લખી શકાય અહી માયામમાં થતો ફેરફાર 3 સેકન્ડ છે તે આ પ્રમાણે પણ હોઈ શકે શરૂઆતમાં સમય 5 સેકન્ડ દર્શાવતું હોય અને અંતિમ સમય 8 સેકન્ડ હોય તો સમયમાં થતો ફેરફાર 3 સેકન્ડ મળે આમ સમયમાં થાતો ફેરફાર અહી સેકન્ડમાં છે પરંતુ આપણે તેને ફક્ત t વડે દર્શાવ્યું છે હવે વેગમાં થતો ફેરફાર શું થશે અહી અંતિમ વેગ એ 60 માઈલ્સ પ્રતિ કલાક છે અને પ્રારંભિક વેગ એ 0 માઈલ પ્રતિ કલાક છે આમ તે 60 ઓછા 0 માઈલ્સ પ્રતિ કલાક થશે અને હવે સમય બરાબર શું થશે આમ અહી સમય માં થતો ફેરફાર એ 3 સેકન્ડ થશે તે બરાબર 20 માઈલ્સ પ્રતિ કલાક પ્રતિ સેકન્ડ 60 ભાગ્યા 3 બરાબર 20 થશે 20 માઈલ્સ પ્રતિ કલાક પ્રતિ સેકન્ડ અહી એકમ થોડા અલગ છે માઈલ્સ પ્રતિ કલાક અને છેદમાં આ સેકન્ડ બાકી રહે આપણને આ એકમ સેકન્ડમાં જોઈએ છે આનો અર્થ એ થયો કે પોર્શ 911 કારનો વેગ દર સેકન્ડે 20 માઈલ્સ પ્રતિ કલાક જેટલો વધે છે માટે તેનો પ્રવેગ થશે 20 માઈલ્સ પ્રતિ કલાકપ્રતિ સેકન્ડ આપણે અહી સદિશ રાશી વિશે ચર્ચા કરતા હોવાથી દિશા દર્શાવવી પણ જરૂરી છે આપણે તેની દિશા પૂર્વ બતાવીએ અહી આ પૂર્વ દિશા થશે અને તે જ પ્રમાણે આ દિશા પણ પૂર્વ થશે આ આપણે અહી લખ્યું કારણકે પ્રવેગએ સદિશરાશી છે અને દિશા તરીકે પૂર્વ દિશાનું ઉલ્લેખ આપણે કરી ગયા આમ દર 1 સેકન્ડે કારના વેગમાં 20 માઈલ્સ પ્રતિ કલાક જેટલો વધારો થાય છે આપણે તેને નીચે આ પ્રમાણે લખી શકીએ 20 માઈલ્સ પ્રતિ કલાકહવે કોઈક સંખ્યા વડે ભાગવું એ તેના એકના છેદમાં તેજ સંખ્યા વડે ગુણવા બરાબર થશે માટે 20 માઈલ્સ પ્રતિ કલાક ગુણ્યા સેકન્ડ આ પ્રમાણે અહી તેનો અર્થ એ થાય કે દર 1 સેકન્ડે કારના વેગમાં 20 માઈલ્સ પ્રતિ કલાકનો વધારો થાય છે 20 માઈલ્સ પ્રતિ કલાક એ પ્રતિ સેકન્ડે વેગમાં થતો વધારો છે તેથી અહી તેનો અર્થ એ થયો 20 માઈલ્સ પ્રતિ કલાક ગુણ્યા સેકન્ડ આપણે અહી આ એકમમાં ફેરફાર કરીશું અહી આ જે છેદમાં એકમ તરીકે કલાક છે તેને ફેરવીશું હવે અહીંથી કલાક નો છેદ ઉડાવવા માટે આપણે અંશમાં કલાક લખવું પડે અને છેદમાં સેકન્ડ અહી નાનો એકમ સેકન્ડ છે માટે 1 કલાક બરાબર 3600 સેકન્ડ અથવા 3600 સેકન્ડ એ 1 કલાક થાય અથવા 1 ના છેદમાં 3600 કલાક પ્રતિ સેકન્ડ આમ અંશ માંથી અને છેદમાંથી કલાક ઉડી જશે તો આપણી પાસે શું બાકી રહે તેના બરાબર 20 ના છેદમાં 3600 માઈલ્સ પ્રતિ સેકન્ડ ગુણ્યા સેકન્ડ એટલ કે માઈલ્સ પ્રતિ સેકન્ડનો વર્ગ હવે આપણે તેને સાદુરૂપ આપીએ અંશ અને છેદને 10 વડે ભાગીશું તેથી આપણને અહી મળશે 2 ભાગ્યા 360 અને તેના બરાબર 1 ના છેદમાં 180 માઈલ્સ પ્રતિ સેકન્ડનો વર્ગ ફરીથી 1 ના છેદમાં 180 માઈલ્સ બરાબર કેટલું થાય તમે તેને ફીટમાં પણ ફેરવી શકો પરંતુ અહી પ્રવેગની ગણતરી કઈ રીતે કરી શકાય તે મે તમને સમજાવ્યું છે અહી એકમ ના છેદમાં સેકન્ડનો વર્ગ છે જો તેને ફરીથી લખીએ તો તે કઈક આ પ્રમાણે થશે 1 ના છેદમાં 180 માઈલ્સ પ્રતિ સેકન્ડ આપણે તેને ફરીથી સેકન્ડ વડે ભાગીએ છીએ એટલે કે પ્રતિ સેકન્ડ અહી આટલો ભાગ એ અંશ થશે અને આ પરથી પ્રવેગ વિશે સમજી શકાય છે 1 ના છેદમાં 180 માઈલ્સ પ્રતિ સેકન્ડ પ્રતિ સેકન્ડ આમ પોર્શ 911 કારનો દરેક સેકન્ડે 1 ના છેદમાં 180 માઈલ્સ પ્રતિ સેકન્ડ જેટલો વેગ મળે છે અથવા તેને બીજી પ્રમાણે પણ કહી શકાય ધારો કે તમે પોર્શ 911 કાર ચલાવી રહ્યા છો અને આ સ્પીડોમીટર છે કે જે સ્પીડ દર્શાવે છે જે કઈક આવું દેખાશે આ 10, 20, 30, 40, 50, 60 જયારે તમે શરૂઆત કરો છો ત્યારે તે અહી દર્શાવશે અને દર સેકન્ડે તેની ઝડપમાં 20 માઈલ્સ પ્રતિ કલાક જેટલો વધારો થાય છે 1 સેકન્ડ પછી તેનો કાંટો અહી હશે વધુ 1 સેકન્ડ પછી તેનો કાંટો અહી હશે અને વધુ 1 સેકન્ડ પછી તેનો કાંટો અહી હશે.