If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Airbus A380 ઉડ્ડયનનો સમય

આપેલા અચળ પ્રવેગ સાથે A380 ઉડ્ડયન માટે કેટલો સમય લે છે તે શોધવું. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહી આ પ્લેન A380નું ચિત્ર છે હું એ જાણવામાટે ઘણી ઉત્સુક છુ કે આ પ્લેન ઉડ્ડયન માટે કેટલો સમય લે છે આપણી પાસે તેનું ઉડ્ડયન વેગ છે તેનો ઉડ્ડયન વેગ એટલે કે ટેકઓફ વેલેસિટી બરાબર 280 કિમી પ્રતિ કલાક અહી આ વેગ હોવાથી આપણે તેની દિશા પણ દર્શાવવી પડે અહી ફક્ત મુલ્ય ચાલશે નહિ આમ તેની દિશા રન વે એટલે કે પ્લેનના ઉડ્ડયન' માર્ગની દિશામાં આવશે જે અહી આ પ્રમાણે ધન દિશા થશે હવે આપણે ધરી લઈએ કે પ્લેનના વેગ અથવા પ્રવેગની દિશા એ રન વે ની દિશામાં જ છે અહી અમુક બાબત વધુ જાણવા મળશે કારણ કે અહી સંપૂર્ણ પણે અચળ પ્રવેગ મળશે નહિ જયારે પાઈલેટ અથવા વિમાન ચાલક ઉડ્ડયન કરે છે ત્યારે તે અચળ પ્રવેગ સાથે કરે છે માટે પ્રવેગ બરાબર 1.0 મીટર/સેકન્ડ પ્રતિ સેકન્ડ એટલે કે આ દરેક 1 સેકન્ડે પ્લેનના વેગમાં આટલો વધારો થાય છે બીજી રીતે લખીએ તો તેના બરાબર 1.0 મીટર/સેકન્ડ નો વર્ગ આપણે હવે તે શોધીએ સૌપ્રથમ આપણે એ શોધીએ કે ઉડ્ડયન દરમિયાન કેટલો સમય લાગે છે ઉડ્ડયન દરમિયાન કેટલો સમય લાગે છે આપણે આ સવાલનો જવાબ આપવાનો છે પરંતુ તમે કહેશો કે આનો જવાબ આપવા માટે આપણી પાસે દરેક એકમ સરખા હોવા જોઈએ અહી પ્રવેગનો એકમ મીટર/સેકન્ડ નો વર્ગ છે જે મીટર અને સેકન્ડના પદમાં છે જયારે અહી ઉડ્ડયન વેગનો એકમ કિમી અને કલાકના પદમાં છે માટે આપણે આ ઉડ્ડયન વેગના એકમ ને મીટર પ્રતિ સેકન્ડ માં ફેરવીએ અને આમ કરવાથી ઉકેલ શોધવું સરળ થઇ જશે આપણી પાસે 280 કિમી પ્રતિ કલાક છે 280 કિમી પ્રતિ કલાક આપણે તેને મીટર પ્રતિ સેકન્ડમાં કઈ રીતે ફેરવી શકીએ સૌપ્રથમ આપણે તેને કિમી પ્રતિ સેકન્ડમાં ફેરવીએ આપણને અહી આ કલાકના એકમને સેકન્ડમાં ફેરવવું છે અને અહી કલાકનો એકમ છેદમાં છે માટે અહી કલાકને અંશમાં લખીશું કલાક અને આપણને છેદમાં એકમ તરીકે સેકન્ડ જોઈએ છે તો આપણે અહી શેના વડે ગુણવં પડશે આપણે જાણીએ છીએ કે 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય 1 મિનીટ બરાબર 60 સેકન્ડ અને 60 મિનીટ બરાબર 1 કલાક માટે અહી દર કલાકે 3600 સેકન્ડ થાય છે 1 ના છેદમાં 3600 તેથી અહી આ કલાક અને આ કલાક ઊડી જશે અને પછી આપણને મળશે 280 ના છેદમાં 3600 કિમી પ્રતિ સેકન્ડ હવે આપણે આ કિમીને મીટરમાં ફેરવીએ માટે ફરીથી અહી કિમી અંશમાં છે તેથી આપણે કિમી ને છેદમાં લખીશું આ પ્રમાણે જેથી તેઓનો છેદ ઉડી જાય અને આપણને અંશમાં એકમ તરીકે મીટર જોઈએ છે તો હવે આપણે શેના વડે ગુણવું પડે આપણે જાણીએ છે કે 1000 મીટર બરાબર 1 કિમી જો તેના વડે ગુણીશું તો અહીંથી કિમી અને કિમી દુર થઈ જશે અને આપણને મળશે 280 ગુણ્યા અહી 1 લખવાની જરૂર નથી ગુણ્યા 1000 અને તે આખાના છેદમાં 3600 અને અહી એકમ તરીકે જે બાકીરહે તે મીટર પ્રતિ સેકન્ડ થશે મીટર પ્રતિ સેકન્ડ તો હવે આપણે આ ગણતરી કેલ્ક્યુલેટર વડે કરીએ હું અહી કેલ્ક્યુલેટર કાડીશ 280 ગુણ્યા 1000 જે 28000 થશે ભાગ્યા 3600 આપણને જવાબ તરીકે મળશે 77.7 અને આ 7 નું અહી પુનરાવર્તન થાય છે હવે તમે અહી જોઈ શકો કે આ દરેકમાં દશાંશ પછી ફક્ત એક જ અંક છે માટે આપને અહી બે જ અંક જવાબ તરીકે લઈશું અને આ જવાબની કિંમત આશરે નજીકના દશક કીમીમાં ફેરવીશું માટે તેનો જવાબ 78 પ્રતિ સેકન્ડ થશે માટે આ બરાબર 78 મીટર પ્રતિ સેકન્ડ અહી આનો અર્થ એ થયો કે દરેક સેકન્ડે પ્લેન 78 મીટર જેટલું અંતર કાપે છે આ આપણો જવાબ નથી આપણે અહી કેટલો ઉડ્ડયન સમય લાગે છે તે શોધવાનું છે પ્રવેગ નું મુલ્ય અહી 1.0 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે દરેક 1 સેકેન્ડે તેના વેગના 1 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થાય છે જો તમે 0 વેગથી શરૂઆત કરો તો 1 સેકન્ડ પછી તેનો વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે 2 સેકન્ડ પછી તેનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ થશે 3 સેકન્ડ પછી તેનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ થશે તો વિચારો કે 78 મીટર પ્રતિ સેકન્ડ માટે તે શું થશે તેના માટે આપણને આશરે 78 સેકન્ડ જોઇશે 1 મિનીટ અને 18 સેકન્ડ આપણે હવે પ્રવેગનો ઉપયોગ કરીને આ ચકાસીએ અહી પ્રવેગ એ સદિશ રાશી છે આપણે અહી રન વે ની આ દિશા માટે ચર્ચા કરી રહ્યા છીએ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર આપણે અહી સમય માટે ઉકેલ શોધવાનો છે અથવા સમયમાં થતો ફેરફાર શોધવાનો છે આપણેસૂત્રની બંને બાજુએ સમયમાં થતા ફેરફાર વડે ગુણીએ માટે આપણને અહી સમયમાં થતો ફેરફાર ગુણ્યા પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર મળશે હવે સમયમાં થતો ફેરફાર શોધવા માટે આપણે બંને બાજુથી પ્રવેગ વડે ભાગીએ માટે સમય માં થતો ફેરફાર બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં પ્રવેગ આ સ્થિતિમાં વેગમાં થતો ફેરફાર શું થશે આપણે અહી એ ધરી લઈએ કે પ્લેન ની શરૂઆત સ્થિર સ્થિતિથી થાય છે માટે તેનો પ્રારંભિક વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ અને અંતિમ વેગ 78 મીટર પ્રતિ સેકન્ડ શુધી પહોચે છે આમ વેગમાં થતો ફેરફાર બરાબર 78 મીટર પ્રતિ સેકન્ડ આપણે અહી અંતિમ વેગ 78 મીટર પ્રતિ સેકન્ડ ઓછા પ્રારંભિકવેગ જે 0 મીટર પ્રતિ સેકન્ડ લીધું હતું તે છે અને તે વેગમાં થતો ફેરફાર દર્શાવે છે હવે છેદમાં પ્રવેગ બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ હવે અહી સંખ્યાત્મક ભાગ ખુબ જ સરળ છે 78 ભાગ્યા 1 બરાબર 78 થાય અહી આ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ અને તે સેકન્ડનો વર્ગ ભાગ્યા મીટર વડે ગુણવા બરાબર થશે કોઈ પણ સંખ્યાને ભાગવુ એટલે તે સંખ્યાના વ્યસ્થ વડે ગુણવું આજ બાબત એકમ માટે પણ લાગુ પડે છે અહી મીટરનો છેદ ઉડી જશે અને સેકન્ડનો વર્ગ ભાગ્યા સેકન્ડ બરાબર સેકન્ડની 1 ઘાત આમ ફરીથી આપણને જવાબ મળ્યો 78 સેકન્ડ એટલે કે પ્લેનને ઉડ્ડયન માટે આટલો સમય લાગે છે 1 મિનીટ કરતા જરાક વધારે.