જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

મુક્ત પતનની સમીક્ષા

ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ, મુક્ત પતન કરતા પદાર્થની ગતિનું નિરીક્ષણ કરવા સહીત, માટે મુખ્ય પદ અને કૌશલ્યની સમીક્ષા કરવી.

મુખ્ય શબ્દ

શબ્દઅર્થ
ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગહવાના અવરોધની ગેરહાજરીમાં, બધા જ પદાર્થ અચળ પ્રવેગ g સાથે પૃથ્વીની સપાટી તરફ પડે છે. પૃથ્વીની સપાટી પર, g=9.8ms2 તરીકે વ્યાખ્યાયિત થાય છે.

મુક્ત પતન કરતા પદાર્થની ગતિનું નિરીક્ષણ

મુક્ત પતન એ અચળ પ્રવેગ સાથે ગતિનો વિશિષ્ટ પ્રકાર છે, કારણકે ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ હંમેશા નીચે અને અચળ હોય છે. જયારે પદાર્થને ઉપર ફેંકવામાં આવે અથવા વેગ શૂન્ય હોય ત્યારે આ સાચું છે.
ઉદાહરણ તરીકે, જયારે બોલને હવામાં ફેંકવામાં આવે, ત્યારે બોલનો વેગ પ્રારંભમાં ઉપર હોય છે. ગુરુત્વાકર્ષણ પદાર્થને અચળ પ્રવેગ સાથે નીચેની તરફ ખેંચે, તેથી બોલ જેમ મહત્તમ ઊંચાઈની નજીક પહોંચે તેમ બોલના વેગનું મૂલ્ય ઘટે.
આકૃતિ 1. હવામાં ઉપર ફેંકવામાં આવેલા બોલ માટે વેગ અને પ્રવેગની દિશા. ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ હંમેશા અચળ અને નીચે હોય છે, પરંતુ વેગનું મૂલ્ય અને દિશા બદલાય છે.
તેના પ્રક્ષેપણમાં મહત્તમ બિંદુ આગળ, બોલ પાસે શૂન્ય વેગ છે અને જેમ બોલ પૃથ્વી તરફ ફરીથી પડે તેમ તેના વેગનું મૂલ્ય વધે (આકૃતિ 1 જુઓ).

સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો

લોકો ભૂલથી વિચારે છે કે નીચે પડતા પદાર્થનો અંતિમ વેગ શૂન્ય છે કારણકે પદાર્થ એકવાર જમીન સાથે અથડાયા બાદ અટકી જાય છે. ભૌતિકશાસ્ત્રના પ્રશ્નમાં, અંતિમ વેગ એ જમીન પર સ્પર્શ થતા પહેલાની ઝડપ છે. એકવાર તે જમીન સાથે અથડાય, પદાર્થ પછી મુક્ત પતનમાં રહેતો નથી.

વધુ શીખો

મુક્ત પતનની વધુ ઊંડી સમજ માટે, પ્રક્ષિપ્ત ગતિનો આલેખ દોરવો અને આપેલ ઊંચાઈ પરથી ઈમ્પૅક્ટ વેગ ના વિડીયો જુઓ.
આ ખ્યાલ તરફ તમારી સમજ અને કામનું કૌશલ્ય ચકાસવા, અમારો મહાવરો મુક્ત પતન ખ્યાલ અને આલેખ and મુક્ત પતનના પ્રશ્નો ઉકેલવા શુદ્ધ ગતિવિજ્ઞાનનો ઉપયોગ કરવો ચકાસો.