If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

શુદ્ધ ગતિવિજ્ઞાનના સમીકરણને પસંદ કરવા

જયારે પદાર્થ પાસે ક્યાં તો અચળ વેગ અથવા અચળ પ્રવેગ હોય ત્યારે શુદ્ધ ગતિવિજ્ઞાન આપણને પ્રશ્નમાં અજ્ઞાત માટે ઉકેલવામાં મદદ કરે છે. તમે કામ કરી રહ્યા છો તે પ્રકારનો પ્રશ્ન આપેલો હોય ત્યારે, શુદ્ધ ગતિવિજ્ઞાનના કયા સમીકરણને તમારે પસંદ કરવું જોઈએ તેમાં તમને આ વિડીયો મદદ કરશે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વીડિઓમાં આપણે અચળ પ્રવેગ પર આધારિત અમુક દાખલાઓને ઉકેલીએ આપણે તેમને ઉકેલતા નથી પરંતુ પ્રશ્ન વાંચીને આપણે શું જાણીએ છીએ અને શું શોધવાનું છે તે જોઈએ અને પછી આમાંથી કયા સમીકરણનો ઉપયોગ કરી તેને ઉકેલી શકાય તે ઓળખીએ સ્થાન, વેગ, પ્રવેગ અને સમય એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે તે સમજવા માટે આ સમીકરણો ક્યાંથી આવે છે તે જાણવું ખુબ જરૂરી છે તેની સમાજ મેળવવા માટે તમે ખાન એકેડેમી પર ઘણા બધા વીડિઓ જોઈ શકો એક વાર તેની સમાજ મળે તો આ સમીકરણો કેલ્કયુલેટરની જેમજ છે જે આપણો સમાજ બચાવશે કેવી રીતે ઉમેરવું બાદ કરવું ગુણવું અને ભાગવું તે વિશે જન હોવી જરૂરી છે કેલ્કયુલેટર આ બધી ક્રિયાઓ માટે ખુબ ઉપયોગી સાધન છે આ સમીકરણો પણ તેવા જ છે જયારે આપણે તે ક્યાંથી આવે તે સમજી લઈએ ત્યારે તેમનો ઉપયોગ કરી શકાય હવે આપણે પ્રશ્નને ઉકેલીએ વિધુત વડે ચાલતી ટ્રેનનોપ્રવેગ 1.35 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે સ્થિર અવસ્થા માંથી શરુ થયા પછી તેની મહત્તમ ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક શુધી પહોચવા માટે તેને કેટલો સમય લાગે હવે આપણે તેને સમજીએ વિધુત વડે ચાલતી ટ્રેનનો પ્રવેગ 1.35 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે તેના પરથી આપણને પ્રવેગ મળશે તેઓએ અહી પ્રવેગ આપ્યો છે માટે પ્રવેગ બરાબર 1.35 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ હવે સ્થિર અવસ્થામાથી શરુ થયા પછી તેની મહત્તમ ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોચવા માટે તેને કેટલો સમય લાગે તે થોડું અઘરું જણાય છે પરંતુ તે અહી કેટલો સમય લેશે આ એક પ્રશ્ન છે તેઓ અહી પ્રશ્ન પૂછી રહ્યા છે આપણે અહી t એટલે સમય આગળ સર્કલ કરીએ અને તે આપણો પ્રશ્ન છે કેટલો સમય લાગશે તે આપણે નથી જાણતા પરંતુ તે આપણો પ્રશ્ન છે તેઓ અહી સમય પૂછી રહ્યા છે હવે પ્રશ્ન ને આગળ વાંચીએ તેની મહત્તમ ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોચવા માટે તેને કેટલો સમય લાગશે અહી તેની મહત્તમ ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક છે એકવાર તે તેની મહત્તમ ઝડપ પ્રાપ્ત કરી લે પછી તે 80 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે જશે અહી આ તેનો અંતિમ વેગ થશે 80 કિલોમીટર પ્રતિ કલાક કેટલી વાર તેને v સબ f તરીકે પણ દર્શાવવામાં આવે છે તમે કોઈ પણ સંજ્ઞાનો ઉપયોગ કરો પરંતુ તમે શેની વાત કરી રહ્યાછો તેની તમને ખબર હોવી જોઈએ હવે સ્થિર અવસ્થામાંથી શરુ કરીને તેનો અર્થ એમ થાય કે તેનો પ્રારંભિક વેગ શૂન્ય છે અહી તેનો પ્રારંભિક વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ છે આપણે પ્રશ્નને વાચી લધો છે પ્રશ્નમાં અંતરમાં થતું ફેરફાર નથી આપ્યું અહી આપણને ચાર જ કિમતો આપી છે માટે આપણે એવા સમીકરણને શોધીએ જેમાં આચાર કિંમતો આપીહોય અને આ ડેલ્ટા x ન હોય અહી આ બને સમીકરણમાં ડેલ્ટા x આપેલું છે માટે આ બંને સમીકરણો કેન્સલ થઇ જશે અહી પણ ડેલ્ટા x આપેલું છે તેથી આ સમીકરણ પણ દુર થઇ જશે તેથી આપણી પાસે આ સૂત્ર બાકી રહે અંતિમ વેગ જે અહી છે પ્રારંભિક વેગ જે અહી છે આપણને અહી પ્રવેગ પણ આપ્યું છે અને આપણે સમય શોધવાનો છે માટે આ ઉપરના સમીકરણનો ઉપયોગ કરીને આ પ્રશ્નને ઉકેલી શકાય સૌપ્રથમ આપણે અહી તેના એકમ ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે ત્યાર બાદ અહી આ બધાની જ કિંમત મુકીને t માટે ઉકેલી શકાય પરંતુ આ વીડિઓમાં આપણે તેને ઉકેલવાના નથી હવે આપણે બીજો પ્રશ્ન ઉકેલીએ હાઈ-વેમાં પ્રવેશતા કાર સ્થિર અવસ્થામાંથી 12 સેકન્ડમાં 2.40 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ જેટલા પ્રવેગે આગળ વધે છે 12 સેકન્ડમાં કારે કેટલી દુર સુધી મુસાફરી કરી હશે કારનો અંતિમ વેગ શું થાય તેઓ એ અહી 2 પ્રશ્ન પૂછ્યા છે પરંતુ આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ હવે આપણે બીજો પ્રશ્ન ઉકેલીએ હાઇ-વેમાં પ્રવેશતા કાર સ્થિર અવસ્થામાંથી 12 સેકન્ડમાં 2.40 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ જેટલા પ્રવેગે આગળ વધે છે 12 સેકન્ડમાં કારે કેટલી દુર સુધી મુસાફરી કરી હશે કારનો અંતિમ વેગ શું થાય અહી તેઓ એ બે પ્રશ્નો પૂછયા છે પરંતુ આપણે પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ અને શું આપેલું છે તે જોઈએ હાઈ-વેમાં પ્રવેશતા કાર સ્થિર અવસ્થા માંથી 12 સેકન્ડમાં 2.40 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ જેટલા પ્રવેગે આગળ વધે છે આ પ્રશ્નમાં ઘણી બધી માહિતી આપી છે અહી સ્થિર અવસ્થામાંથી આગળ વધે છે તેના પરથી આપણને તેનો પ્રારંભિક વેગ મળે પાછળના દાખલાની જેમજ તેનો પ્રારંભિક વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ થાય શરૂઆતમાં તે ગતિ કરતો નથી પરંતુ અહી તેનો પ્રારંભિક વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ થશે દરેક વખતે તે હોતું નથી પરંતુ આ બે પ્રશ્નમાં તેવું છે તે 2.40 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ જેટલા દરે ગતિ વધારે છે તેના પરથી આપણને અહી પ્રવેગ મળે માટે પ્રવેગ બરાબર 2.40 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આવા બધા પ્રશ્નોમાં એ વિચારવાનું મહત્વનું છે કે તે કઈ દિશામાં આગળ વધે છે ધન દિશામાં અથવા ઋણ દિશામાં અથવા તેનો પ્રવેગ ધન દિશામાં છે કે ઋણ દિશામાં અહી આ પ્રશ્નમાં તે ધન દિશામાં ગતિ કરે છે અને તેનો પ્રવેગ સમાન દિશામાં જ મળે છે આપણને અહી કોઈ ઋણ નિશાની આપી નથી પરંતુ તેના વિશે વિચારવું જરૂરી છે જો ઋણ નિશાની આપી હોય તો તેનાથી આપણા જવાબમાં ફરક પડશે અહી પ્રવેગ આગળની દિશામાં જાય છે અને આગળની દિશા ધન હોય છે હવે તે 12 સેકન્ડમાં 2.40 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ ની ઝડપે ગતિ કરે છે તેઓએ અહી સમય આપ્યો છે તેથી t બરાબર 12 સેકન્ડ આપણી પાસે અહી 3 કિંમતો છે તેના આધારે બાકીની વસ્તુ આ સમીકરણનો ઉપયોગ કરીને શોધીશકાય 12 સેકન્ડમાં કારે કેટલી દુર સુધી મુસાફરી કરી હશે તેઓ અહી આપણને ડેલ્ટા x પૂછે છે તેઓ અહી આપણને સ્થાનમાં થતો ફેરફાર પૂછે છે માટે આપણે આ ઉકેલવાનું છે અહી અંતિમ વેગ આપેલો નથી માટે આપણે એવું સમીકરણ શોધીએ જેમાં અંતિમ વેગ ન હોય અને તે આ બાકીની 4 કિંમતો ધરાવતું હોય અહી આ સમીકરણમાં અંતિમ વેગ છે તેથી તેને કેન્સલ કરીએ તેવી જ રીતે આ સમીકરણમાં પણ અંતિમ વેગ છે માટે તેને પણ કેન્સલ કરીએ આ સમીકરણમાં અંતિમ વેગ નથી અહી પ્રારંભિક વેગ આપેલો છે સમય પણ આપણને આપેલો છે અને પ્રવેગ પણ આપણને આપેલો છે અને ડેલ્ટા x આપણને શોધવાનો છે જે આ પ્રશ્નમાં નથી આપ્યું તે અહી આ સમીકરણમાં નથી તેથી અહી આ પ્રશ્ન નો ઉકેલ મેળવવા આપણે આ બીજા સમીકરણનો ઉપયોગ કરી શકીએ હવે અહી બીજો પ્રશ્ન એ છે કે કારનો અંતિમ વેગ શું મળે તેનો અર્થ એ થયો કે આપણે અહી કારનો અંતિમ વેગ શોધવાનો છે પહેલા પ્રશ્નને ઉકેલતા આપણને ડેલ્ટા x ની કિંમત મળશે પરંતુ આપણે એ ધારી લઈએ કે આપણે હજુ સુધી તે શોધી નથી આપણે એવું સમીકરણ શોધવાનું છે જેમાં આ v હોય અને બાકીની આ ત્રણ કિંમતો હોય આપણે જો આ સમીકરણો ને જોઈએ તો અહી આ સમીકરણ તે પ્રશ્ન માટે ઉપયોગી થશે જેમાં સ્થાનમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા x નથી પરંતુ જો તમે ડેલ્ટા x ને શોધીલો તો તમે આ ત્રણ માંથી કોઈ પણ સમીકરણ નો ઉપયોગ કરીને v શોધી શકો જો આપણે ત્રણ કરતા વધારે કિંમત જાણતા હોઈએ તો બાકીની કિંમત શોધી શકાય આ રીતે આપણને કઈ કિંમત આપેલી છે અને કઈ કિંમત શોધવાની છે અને કયું સમીકરણ બંધ બેસતું છે તે વિચારવું જરૂરી છે