If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આલેખ પરથી તાત્ક્ષણિક વેગ અને ઝડપની સમીક્ષા

ગતિના આલેખનું નિરીક્ષણ કરવા માટેના મુખ્ય પદ અને કૌશલ્યની સમીક્ષા, જેમ કે સ્થાન vs. સમયના આલેખ પરથી વેગ શોધવો અને વેગ vs. સમયના આલેખ પરથી સ્થાનાંતર શોધવું.

મુખ્ય શબ્દ

શબ્દઅર્થ
તાત્ક્ષણિક વેગસમયની આપેલી ક્ષણ આગળનો વેગ. તેની પાસેનો SI એકમ ms.
તાત્ક્ષણિક ઝડપસમયની આપેલી ક્ષણ આગળની ઝડપ. તેના બરાબર તાત્ક્ષણિક વેગનું માન. તેની પાસેનો SI એકમ ms.
સમીકરણસંજ્ઞાનો અર્થશબ્દોમાં અર્થ
v¯=ΔxΔtv¯ સરેરાશ વેગ છે, Δx સ્થાનાંતર છે, અને Δt એ સમયમાં થતો ફેરફાર છે.સરેરાશ વેગ એ સ્થાનાંતર ભાગ્યા સ્થાનાંતર માટેનો સમય અંતરાલ છે.
vavg=dΔtvavg સરેરાશ ઝડપ છે, d અંતર છે, અને Δt એ સમયમાં થતો ફેરફાર છે .સરેરાશ ઝડપ એ અંતર ભાગ્યા કાપેલા અંતર માટે સમયનો અંતરાલ છે.

ગતિના આલેખનુ નિરીક્ષણ કરવું

વેગ એ સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ છે

સ્થાન વિરુદ્ધ સમયના ઢાળ માટેનું સમીકરણ તદ્દન વેગની વ્યાખ્યા સાથે બંધબેસે છે.
કાળા અક્ષની લંબ જોડી આપવામાં આવી છે. શિરોલંબ અક્ષનું નામ "x (m)" છે અને સમક્ષિતિજ અક્ષનું નામ "t(s)" છે. આ અક્ષોનું ઊગમબિંદુ નીચે ડાબે છે. ભૂરી લીટી વિકર્ણમાં ઉપર જમણી બાજુ વિસ્તરેલી છે. આ લીટી પરના બે બિંદુઓ "P_1" અને "P_2" છે, P_1 ઉગમબિંદુની નજીક છે. "Delta x" નામનો લાલ એરો P_1 થી ઉપર જાય છે. પ્રથમ એરો પૂરો થાય ત્યાંથી, "Delta t" નામનો બીજો લાલ એરો સમક્ષિતિજ દિશામાં P_2 સુધી જાય છે. નીચે જમણે લાલમાં સમીકરણ v = Delta x/Delta t છે.
ઢાળ=વેગ=ΔxΔt
બે બિંદુઓ P1 અને P2 ની વચ્ચે સરેરાશ વેગની ગણતરી કરવા, આપણે સ્થાનમાં થતા ફેરફાર Δx ને સમયમાં થતા ફેરફાર Δt વડે ભાગીએ છીએ.
બિંદુ P1 આગળનો તાત્ક્ષણિક વેગ બરાબર બિંદુ P1 આગળના સ્થાનના આલેખનો ઢાળ.

વેગ વિરુદ્ધ સમયના આલેખ પર વક્રની નીચેનું ક્ષેત્રફળ સ્થાનાંતર છે

વેગ વિરુદ્ધ સમયના આલેખ પરના બે બિંદુ P1 અને P2 ની વચ્ચે સ્થાનાંતર શોધવા, આપણે તે બે બિંદુઓની વચ્ચે વક્રની નીચેનું ક્ષેત્રફળ શોધીએ.
કાળા અક્ષની લંબ જોડી આપવામાં આવી છે. શિરોલંબ અક્ષનું નામ "v (m/s)" છે અને સમક્ષિતિજ અક્ષનું નામ "t(s)" છે. આ અક્ષોનું ઊગમબિંદુ નીચે ડાબે છે. ભૂરી લીટી શિરોલંબ અક્ષના ટોચની નજીક જમણી બાજુ સમક્ષિતિજ દિશામાં જાય છે. આ લીટી પરના બે બિંદુઓ "P_1" અને "P_2" છે, P_1 શિરોલંબ અક્ષની નજીક છે. ભૂરી લીટી નીચેનું અને બે બિંદુઓ વચ્ચેનું ક્ષેત્રફળ આછા ગુલાબી રંગથી છાયાંકિત છે અને તેનું સમીકરણ છે: ક્ષેત્રફળ=Delta x=v*Delta t. બિંદુ P1ની તરત જ નીચે સમક્ષિતિજ અક્ષ પર લાલ ટીક માર્ક છે જેનું નામ "t1" છે. બિંદુ P2ની તરત જ નીચે સમક્ષિતિજ અક્ષ પર લાલ ટીક માર્ક છે જેનું નામ "t2" છે. તેનું સમીકરણ "Delta t=t2-t1" છે.
ક્ષેત્રફળ=સ્થાનાંતર=vΔt
સમયમાં થતો ફેરફાર Δt ક્ષેત્રફળની પહોળાઈ થશે, અને ઊંચાઈ v શિરોલંબ અક્ષ પર છે.

સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો

લોકો વિચારે છે કે તાત્ક્ષણિક વેગ અને ઝડપ સરેરાશ વેગ અને ઝડપને સમાન જ છે. જયારે લોકો વેગ અથવા ઝડપ જેવા શબ્દો વાપરે છે, ત્યારે તેમનો અર્થ તાત્ક્ષણિક વેગ અથવા તાત્ક્ષણિક ઝડપ હોય છે. સરેરાશ વેગ અને ઝડપ આપેલા સમયગાળા દરમિયાન થતી ગતિ માટે છે, તેમજ તાત્ક્ષણિક વેગ અને ઝડપ સમયની ક્ષણ આગળ ગતિ વર્ણવે છે**.

વધુ શીખો

વેગ અને ઝડપની વધુ ઊંડી સમજણ માટે તાત્ક્ષણિક ઝડપ અને વેગ and સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ પરના વિડીયો જુઓ.
તમારી સમજ અને આ ખ્યાલ તરફ કૌશલ્ય કાર્ય ચકાસવા, મહાવરો તપાસો: