મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
કોયડો: એકમ સદિશનું માપ વધારવું
1 થી વધારેનું મૂલ્ય મેળવવા માટે સલ એકમ સદિશનું માપ વધારે છે તે જુઓ. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ધારોકે મારી પાસે એક એકમ સદિશ એટલે કે યુનિટ વેક્ટર u છે અને સમક્ષિતિજ દિશામાં દરેક 1/3 માટે તે શીરોલંબ દિશામાં વર્ગમૂળ માં 8/3 જેટલું જાય છે આપણે એ ચકાસી શકીએ કે આ ખરેખર એકમ સદિશ એટલે કે યુનિટ વેક્ટર છે સદિશ u નું મુલ્ય વેક્ટર u નું મુલ્ય એ આ બંને ઘટકોના વર્ગો ના સરવાળાનું વર્ગમૂળ જેટલું થશે અને તે સીધું જ પાયથાગોરસ ના પ્રમેય પરથી આવે છે તો આના બરાબર સ્ક્વેર રૂટ ઓફ 1/3 સ્ક્વેર + સ્ક્વેર રૂટ of 8/3 સ્ક્વેર તો હવે આના બરાબર શું થાય આના બરાબર સ્ક્વેર રૂટ ઓફ 1/9 +8/9 અને તેના બરાબર સ્ક્વેર રૂટ of 9/9 તે બરાબર 1 જ થશે તેથી આ ખરેખર યુનિટ વેક્ટર એટલે એકમ સદિશ છે હવે કોઈક એમ કહેકે આ દિશા બરાબર છે પરંતુ તેનું મુલ્ય મને ફક્ત એક જ નથી જોઈતું મારે કોઈ સદિશ v એટલે કે વેક્ટર v શોધવો છે જેની દિશા સમાન હોય એટલેકે તેની દિશા સદિશ u ની દિશાને સમાન થશે તેની દિશા સમાન છે પરંતુ તેનું મુલ્ય 11 છે આપણને સદિશ v નું મુલ્ય વેક્ટર v નું મુલ્ય 11 જોઈએ છે તો હું સદિશ v ને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકું તેના વિષે વિચારવાની એક રીત કે જો આપણે u ના દરેક ઘટકને 11 જેટલો વધારીએ તો આપણી દિશા સમાન રહેશે પરંતુ હવે તેનું મુલ્ય 11 જેટલું વધશે આપણે 1 થી શરૂઆત કરી અને હવે તેનું મુલ્ય 11 છે એટલેકે વેક્ટર v = 11(1/3 ,સ્ક્વેર રૂટ 8 /3 )આ પ્રમાણે હવે આના બરાબર શું થાય હવે આ બરાબર 11/3 , 11 સ્ક્વેર રૂટ of 8 /3 આ પ્રમાણે જયારે તમે સ્કેલર અને વેક્ટર ને આ રીતે મલ્ટીપ્લાય કરો તો ફક્ત આ સ્કેલર જેટલું માપ તે દિશામાં વધારશે તેથી જો મુલ્ય 1 હોય તો તે દિશામાં તેનું મુલ્ય એટલે મેગ્નીટ્યુડ 11 થશે અહીં તમે ખરેખર ગણતરી કરીને ચકાસી શકો આ મુલ્ય 1 ના બદલે 11 હશે જે યુનિટ વેક્ટર u ના કિસ્સામાં હતું